લાટવિયા

લાટવિયા કે લાટવિયા ગણરાજ્ય (લાટવિયાઈ : Latvijas Republika) ઉત્તરપૂર્વી યુરોપમાં સ્થિત એક દેશ છે અને તે ત્રણ બાલ્ટિક ગણરાજ્યોમાં એક છે જેમનું દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ભૂતપૂર્વ સોવિયત સંઘમાં વિલય કરી દેવાયું. આની સીમાઓ લિથુઆનિયા, એસ્ટોનિયા, બેલારૂસ, અને રશિયા ને મળે છે. આ આકારની દૃષ્ટિ એ એક નાનકડો દેશ છે અને આનું કુલ ક્ષેત્રફલ ૬૪,૫૮૯ વર્ગ કિમી અને જનસંખ્યા ૨૨,૩૧,૫૦ (૨૦૦૯) છે.[૨]

લાટવિયા ગણરાજ્ય

Latvijas Republika
લાટવિયાનો ધ્વજ
ધ્વજ
લાટવિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: લાટવિયાઈ: Tēvzemei un Brīvībai
(હિન્દી: "પિતૃભૂમિ અને સ્વતંત્રતા માટે")
રાષ્ટ્રગીત: Dievs, svētī Latviju!
(ઈશ્વર લાટવિયા ને આશીર્વાદ દે)
Location of લાટવિયા
રાજધાની
and largest city
રીગા
અધિકૃત ભાષાઓલાટવિયાઈ
સરકારસંસદીય લોકતંત્ર
• રાષ્ટ્રપતિ
વાઇરા વાઇક-ફ્રિઇબેર્ગા
• વડાપ્રધાન
એઇગર્સ કાલ્વિટિસ
સ્વતંત્ર 
લાટવિયા સ્વયંને પ્રથમ ગણરાજ્યથી અવિરત માનતા છે
• (રૂસ થી) ઘોષિત
૧ નવેઁબર, ૧૯૧૮
• માન્યતા-પ્રાપ્ત
૨૬ જાન્યૂઆરી, ૧૯૨૧
• જળ (%)
૧.૫%
વસ્તી
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૨૩,૦૭,૦૦૦ (૧૪૧મો)
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
૨૯.૪૨ અબજ $ (૯૫મો)
• Per capita
૧૭,૩૦૦ $[૧] (૭૧મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૮૩૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૪૮મો
ચલણલાત્સ (Ls) (LVL)
સમય વિસ્તારUTC+૨ (ઈઈટી)
• ઉનાળુ (DST)
UTC+૩ (ઈઈએસટી)
ટેલિફોન કોડ૩૭૧
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).lv

લાટવિયાની રાજધાની છે રીગા જેની અનુમાનિત જનસંખ્યા છે ૮,૨૬,૦૦૦. કુલ જનસંખ્યા ના ૬૦% લાટવિયાઈ મૂળના નાગરિક છે અને લગભગ ૩૦% લોકો રૂસી મૂળ ના છે. અહીંની આધિકારિક ભાષા છે લાટવિયાઈ, જે બાલ્ટિક ભાષા પરિવાર થી છે. અહીંની આધિકારિક મુદ્રા છે લાત્સ.

લાત્વિયા ને ૧૯૯૧માં સોવિયત સંઘ થી સ્વતંત્રતા મળી હતી. ૧ મે, ૨૦૦૪ ના લાટવિયા યુરોપીય સંઘ નો સદસ્ય બન્યો. અહીં ના વર્તમાન રાષ્ટ્રપતિ છે - વાલ્ડિસ જ઼ાટ્લર્સ.

પ્રશાસનિક પ્રભાગ

લાટવિયા ૨૬ પ્રશાસકીય ક્ષેત્રોં અને ૭ નગરીય ક્ષેત્રોં માં વિભાજિત છે જેમને લાટવિયામાં ક્રમશઃ apriņķis અને lielpilsētas કહે છે.

એજ઼્ક્રૌક્લ (Aizkraukle)૧૨જેલગાવા* (Jelgava)૨૩રીજ઼િક્ન (Rēzekne)
અલુક્સ્ન (Alūksne)૧૩જુર્માલા* (Jūrmala)૨૪રીજ઼િક્ન* (Rēzekne)
બાલ્વિ (Balvi)૧૪ક્રાસ્લાવા (Krāslava)૨૫રીગા (Rīga)
બૌસ્કા (Bauska)૧૫કુલ્ડિગા (Kuldīga)૨૬રીગા* (Rīga)
સીસિસ (Cēsis)૧૬લિપજા (Liepāja)૨૭સાલ્ડસ (Saldus)
ડૌગાવ્પિલ્સ (Daugavpils)૧૭લિપજા* (Liepāja)૨૮ટાલ્સિ (Talsi)
ડૌગાવ્પિલ્સ* (Daugavpils)૧૮લિમ્બાજ઼ી (Limbaži)૨૯ટૂકૂમસ (Tukums)
ડોબીલ (Dobele)૧૯લૂડ્જ઼ા (Ludza)૩૦વાલ્કા (Valka)
ગૂલ્બીન (Gulbene)૨૦મડોના (Madona)૩૧વાલ્મીરા (Valmiera)
૧૦જીકાબ્પિલ્સ (Jēkabpils)૨૧ઓગ્રે (Ogre)૩૨વેન્ટ્સ્પિલ્સ (Ventspils)
૧૧જેલગાવા (Jelgava)૨૨પ્રીઇલિ (Preiļi)૩૩વેન્ટ્સ્પિલ્સ* (Ventspils)

રાજનીતિ

૧૦૦-સીટો વાળી એકવિધાઈ લાટવિયાઈ સંસદ, જેને સૈઇમા (Saeima ) કહે છે, ચુંટણીઓ દ્વારા પ્રતિ ચાર વર્ષ માં ચુંટી જાય છે. રાષ્ટ્રપતિની ચુંટાણી સૈઇમા દ્વારા એક અન્ય ચુંટાણી માં કરાય છે, અને આ પણ પ્રતિ ચાર વર્ષ માં થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન નિયુક્ત કરાય છે, જે પોતાની મંત્રીપરિષદ સાથે, કાર્યકારી શાખા બનાવે છે, જેને સૈઇમામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનો હોય છે. આ જ સંસદીય પ્રણાલી બીજા વિશ્વ યુદ્ધ પૂર્વે પણ હતી. સર્વોચ્ચ સિવિલ સેવક ૧૬ રાજ્ય સચિવ હોય છે.

લાટવિયામાં ૧૮ વર્ષથી ઊપર ના સૌ લાટવિયાઈ નાગરિક સંસદીય ચુંટાણીમાં મતદાન કરી શકે છે.

રાષ્ટ્રપતિ ચુંટાણી ૨૦૦૭

રાષ્ટ્રપતિ ચુંટાણી ,૩૧ મે ૨૦૦૭

વાલ્ડિસ જ઼ાટ્લર્સ ને સંસદ દ્વારા રાષ્ટ્રપતિ ચુંટાયા ગયા.

પ્રત્યાશીપક્ષ માંવિપક્ષ માં
વાલ્ડિસ જ઼ાટ્લર્સ૫૮૪૦
એઇવાર્સ એન્ટ્જિ઼ન્સ૩૯૫૯

આમ ચુંટાણી

૨૦૦૬ ના આમ ચુંટાયવ

૨૦૦૬ ના સંસદીય ચુંટણીમાં ૧૯ રાજનીતિક દળોએ ભાગ લીધો હતો. આ ચુંટાણીમાં વડાપ્રધાન એઇગ્કાર્સ કાલ્વિટિસના સત્તારૂઢ઼ ગઠબંધન ને જીત મળી.

સંસદ (Saeima), ૭ અક્ટૂબર ૨૦૦૬

દલ અને ગઠબંધનમત%સીટેંપરિવર્તન
જનવાદી દલ (Tautas partija)૧,૭૭,૪૮૧૧૯.૫૬૨૩+૩
હરિતવાદી અને કૃષક સંઘ (Zaļo un Zemnieku savienība)
  • લાટવિયાઈ કૃષક સંઘ (Latvijas Zemnieku savienība)
  • લાટવિયાઈ હરિત દલ (Latvijas Zaļā partija)
૧,૫૧,૫૯૫૧૬.૭૧૧૮+૬
નવીન યુગ (Jaunais Laiks)૧,૪૮,૬૦૨૧૬.૩૮૧૮-૮
સદ્ભાવ કેંદ્ર (Saskaņas centrs)
  • રાષ્ટ્રીય સદ્ભાવ દળ (Tautas saskaņas partija)
  • લાટવિયાઈ સમાજવાદી દલ (Latvijas Sociālistiskā partija)
૧,૩૦,૮૮૭૧૪.૪૨૧૭+૧૭
ગઠબંધન દલ "લાટવિયા પ્રથમ" (Latvijas Pirmā partija) અને "લાટવિયાઈ માર્ગ" (Latvijas Ceļš)
૭૭,૮૬૯૮.૫૮૧૦+/-૦
જન્મભૂમિ અને સ્વતંત્રતા માટે (Tēvzemei un Brīvībai/LNNK)૬૨,૯૮૯૬.૯૪+૧
સંયુક્ત લાટવિયા માં માનવ અધિકાર (Par cilvēka tiesībām vienotā Latvijā)૫૪,૬૮૪૬.૦૩-૧૯
લાટવિયાઈ સામાજિક લોકતંત્ર અને શ્રમ દળ (Latvijas Sociāldemokrātiskā strādnieku partija)૩૧,૭૨૦૩.૫
ધરતી માતા (Dzimtene)૧૮,૮૬૦૨.૦૮
લાટવિયા માટે સૌ! (Visu Latvijai!)૧૩,૪૬૯૧.૪૮
નવીન લોકતંત્રવાદી (Jaunie Demokrāti)૧૧,૫૦૫૧.૨૭
કુલ૯,૦૧,૧૭૩૧૦૦.૦૧૦૦

જનમત સંગ્રહ ૨૦૦૮

ઓગસ્ટ્ ૨૦૦૮ નો સંવૈધાનિક જનમત સંગ્રહ

૨ ઓગસ્ટ્, ૨૦૦૮ ના સંસદ ને ભંગ કરવા વિષે સંવિધાનમાં સંશોધન કરવા માટે જનમત સંગ્રહ થયો. મતદાન કરને વાળા ૯૬% લોકો એ આનું સમર્થન કર્યું અને ૩.૫% લોકો એ વિરોધમાં મતદાન કર્યું, પણ ઘણાં ઓછા મતદાન ને કારણે (૫૦% થી ઓછા) આને રદ્દ કરી દેવાયો.

પેંશન વૃદ્ધિ માટે ઓગસ્ટ્ ૨૦૦૮ નો જનમત સંગ્રહ

૨૩ ઓગસ્ટ્, ૨૦૦૩ ના પેંશન વૃદ્ધિ માટે એક જનમત કરવાયું. આને ઓછા મતદાન ને કારણે રદ્દ કરી દેવો પડ્યો કેમકે આ હજીષ્ટ ૪,૫૩,૭૩૦ મતોં સુધી ન પહોંચ્યા. [૩] જો જનમત આ સુઝાવ ના પક્ષમાં હોત તો સરકાર પેંશન ને વર્તમાન ૫૦ લાત્સ થી વધારી ૧૩૫ લાત્સ કરી દેત. આ જનમત ભિન્ન રાજનીતિ સમાજ સંઘ દ્વારા સમર્થિત હતો, જે એક રાજનૈતિક દળ બનવા ચાહે છે.

જનસાંખ્યિકી

નસ્લીય આધાર પર લાટવિયાઈ નિવાસી [૪]
લાટવિયાઈ૫૯.૨%
રૂસી૨૮.૦%
બેલારૂસી૩.૭%
યૂક્રેની૨.૫%
પોલૈણ્ડી૨.૪%
લિથુઆનિયાઈ૧.૩%
અન્ય૨.૯%

૨૦૦૯ ના અનુમાનાનુસાર લાટવિયા ની જનસંખ્યા ૨૨,૩૧,૫૦ છે. ૨૦૦૯ની જનસંખ્યા અનુમાન ના આધાર પર જન્મ પ્રત્યાશા ૭૨.૧૫ વર્ષ છે. મહિલા જીવન પ્રત્યાશા છે ૭૭.૫૯ વર્ષ અને પુરુષ જીવન પ્રત્યાશા છે ૬૬.૫૯ વર્ષ.

જાતીય અને નસ્લીય વિવિધતા

સદિઓ થી લાટવિયા એક બહુનસ્લીય દેશ રહ્યો છે, પણ ૨૦મી સદી દરમ્યાન વિશ્વ યુદ્ધોં, પ્રવાસન અને બાલ્ટિક જર્મનોં ને હટાવવાને કે કારણે, યહૂદી નરસંહાર (હૌલોકાસ્ટ), અને સોવિયત અધિકરણ ને કારણે જનસાંખ્યકી માં ઘણાં પરિવર્તન આવ્યાં. ૧૮૯૭ ના રૂસી સામ્રાજ્ય ની જનગણના કે અનુસાર, લાટવિયાઈ લોકો કુલ ૧૯.૩ લાખ ની જનસંખ્યા કા ૬૮.૪% થે; રૂસી મૂલ કે ૧૨%, યહૂદી ૭.૪%, જર્મન ૬.૨%, અને પોલૈણ્ડ મૂલ ના ૩.૪%.

ધર્મ

સૌથી બડ઼ા ધાર્મિક સમુદાય છે ખ્રિસ્તી, યદ્યપિ કેવળ ૭% જનસંખ્યા જ નિયમિત રૂપે ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિય છે. સૌથી મોટો સમૂહ છે:

ઇમાગ્લિકલ લૂથરન ચર્ચ ઑફ઼ લાટવિયા - ૪,૫૦,૦૦૦
રોમન કૈથોલિક - ૪,૫૦,૦૦૦
લાટવિયાઈ ઑર્થડૉક્સ - ૩,૫૦,૦૦૦

ભાષા

લાટવિયાઈ ભાષા, લાટવિયાની આધિકરિક ભાષા છે. આ ભાષા ને પ્રથમ બોલવા વાળાની સંખ્યા ૧૪ લાખ છે. આ અતિરિક્ત ૧,૫૦,૦૦૦ લોકો અન્ય દેશોમાં આ ભાષા બોલે છે. લાટવિયાઈ ભાષા ને બોલવા વાળા અદેશીય લોકોની સંખ્યા અપેક્ષાકૃત રૂપે અધિક છે જે એક નાની ભાષા માટે ઘણાં છે. લાટવિયાની ભાષા નીતિ ને કારણ અહીં ની ૮ લાખની જાતીય-અલ્પસંખ્યક જનસંખ્યામાં થી ૬૦% આ ભાષા બોલે છે. લાટવિયાઈ ભાષા નો ઉપયોગ લાટવિયા ના સામાજિક જીવન માં વધી રહ્યો છે.[૫]

લાટવિયાઈ એક બાલ્ટિક ભાષા છે અને આ લિથુઆનિયાઈ થી સર્વાધિક મળતી આવે છે, પણ બન્નેં પરસ્પર-સુબોધ નથી.

સોવિયત સંઘ નો ભાગ રહેલ અને મોટી સંખ્યામાં રૂસી મૂળ ના લોકોની સંખ્યા ને કારણ રૂસી ભાષા પણ ઘણાં લોકો દ્વારા બોલાય છે અને વૃદ્ધ પીઢ઼ી ના અધિસંખ્ય લોકો રૂસી સમજી શકે છે.

અર્થવ્યવસ્થા

લાટવિયા વિશ્વ વ્યાપાર સંગઠન (૧૯૯૯) અને યુરોપીય સંઘ (૨૦૦૪) નો સદસ્ય છે.

વર્ષ ૨૦૦૦ પછી લાટવિયા ની વૃદ્ધિ દર યુરોપમાં સર્વાધિકમાં એક છે. જોકે, લાટવિયાની મુખ્યતઃ ઉપભોગ-ચાલિત વૃદ્ધિ ને કારણ ૨૦૦૮ ના અંત અને ૨૦૦૯ ના આરંભમાં લાટવિયાઈ જીડીપી ઢળી પડી, જે વૈશ્વિક આર્થિક મંદી ને કારણ અધિક ચપેટમાં આવી. વર્ષ ૨૦૦૯ના પ્રથમ ત્રણ મહીનામાં લાટવિયાઈ અર્થવ્યસ્થામાં ૧૮% ની પડતી આવી, જે યુરોપીય સંઘ માં સર્વાધિક હતી. યૂરોસ્ટૈટ ડાટા અનુસાર, ક્રય શક્તિના આધાર પર લાટવિયા ની પ્રતિ વ્યક્તિ આય ૨૦૦૮માં યુરોપીય સંઘ ના ૫૬% હતી.

જાન્યૂઆરી ૨૦૦૯માં રાજધાની રીગામાં આર્થિક સંકટ ને લીધે રમખાણ થયા જે સરકારની કઠોર નીતિઓ નો વિરોધ કરી રહ્યાં હતાં. પ્રદર્શનકારીઓ ની માંગ હતી કે સંસદ ભંગ કરી દેવાય, જ્યારે કે રાષ્ટ્રપતિ વાલ્ડિસ જ઼ાટ્લર્સ એ સરકારને ચેતવણી આપી કે જો નાગરિકોની વાત ના મનાઈ તો સમયપૂર્વ ચુંટાણી કરી દેવાશે. સરકારને આઈએમએફ સે ૭.૫ અબજ યૂરો પ્રાપ્ત કરવા માટે પગારોમાં ઘટાડો કરવો પડ્યો અને કોસોવો થી ઓગસ્ટ ૨૦૦૯માં અમુક સૈનિક હટાવવા પડ્યાં.

શિક્ષા

લાટવિયા વિશ્વવિદ્યાલય, લાટવિયામાં સૌથી જુનો વિશ્વવિદ્યાલય છે અને આ રાજધાની રીગામાં સ્થિત છે. ડૌગાવ્પિલ્સ વિશ્વવિદ્યાલય બીજો સૌથી જુનો વિશ્વવિદ્યાલય છે.

પરિવહન

અહીં વાહનવ્યવહાર સડ઼કની જમણી તરફ ચલાવવાનો નિયમ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: