અમોલ પાલેકર

ભારતીય અભિનેતા

અમોલ પાલેકર (જન્મ: ૨૪ નવેમ્બર, ૧૯૪૪) એક ભારતીય અભિનેતા અને હિન્દી તથા મરાઠી ચલચિત્રોના એક દિગ્દર્શક અને નિર્માતા છે.[૧]

અમોલ પાલેકર
જન્મ૨૪ નવેમ્બર ૧૯૪૪ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Soonabai Pestonji Hakimji High School
  • Balmohan Vidyamandir Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, ચલચિત્ર નિર્માતા Edit this on Wikidata
પુરસ્કારો

કારકિર્દી

તેમણે મુંબઇની સર જેજે સ્કૂલ ઑફ આર્ટસ ખાતે ફાઇન આર્ટસનો અભ્યાસ કર્યો, અને એક ચિત્રકાર તરીકે પોતાની કલાત્મક કારકિર્દી શરૂ કરી હતી. એક ચિત્રકાર તરીકે, તેમણે ઘણા જૂથ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેઓ ૧૯૬૭થી મરાઠી અને હિન્દી નાટકોમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે સક્રિય રહયા છે. આધુનિક ભારતીય નાટકોમાં તેમના યોગદાનથી ઘણી વખત હિન્દી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તેમની લોકપ્રિયતાથી ઢંકાઇ જાય છે.

એક અભિનેતા તરીકે, તેઓ ૧૯૭૦થી એક દાયકા સુધી સૌથી વધુ જાણીતા હતા. ભારતીય સિનેમામાં તેમની છાપ બીજા મહાનાયકો કરતા વિપરિત એક "દૂરદર્શી છોકરો" તરીકેની પ્રચલિત હતી. તેમણે એક ફિલ્મફેર અને શ્રેષ્ઠ અભિનેતાના છ રાજ્ય પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. તેમના અભિનયે મરાઠી, બંગાળી, મલયાલમ અને કન્નડા જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં વિવેચકોની પ્રશંસા મેળવી. તેમણે ફિલ્મ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૧૯૮૬ પછી કામ ન કરવા માટે નક્કી કર્યું.

મુખ્ય ચલચિત્રો

વર્ષચલચિત્રચરિત્રટિપ્પણી
૨૦૦૧અક્સ
૧૯૯૪તીસરા કૌન
૧૯૮૬બાત બન જાયે
૧૯૮૫ખામોશ
૧૯૮૫જૂઠી
૧૯૮૫અનકહી
૧૯૮૪આદમી ઔર ઔરત
૧૯૮૪તરંગ
૧૯૮૩રંગ બિરંગી
૧૯૮૩પ્યાસી આઁખેં
૧૯૮૨જીવન ધારા
૧૯૮૨ઓલંગલમલયાલમ ચલચિત્ર
૧૯૮૨રામનગરી
૧૯૮૨શ્રીમાન શ્રીમતીમધુ ગુપ્તા
૧૯૮૧નરમ ગરમ
૧૯૮૧સમીરા
૧૯૮૧અગ્નિ પરીક્ષા
૧૯૮૧આક્રિતમરાઠી ચલચિત્ર
૧૯૮૧ચેહરે પે ચેહરાપીટર
૧૯૮૦આંચલ
૧૯૮૦અપને પરાયે
૧૯૭૯ગોલ માલરામપ્રસાદ/લક્ષ્મણપ્રસાદ
૧૯૭૯મેરી બીવી કી શાદી
૧૯૭૯દો લડ઼્કે દો કડ઼્કે
૧૯૭૯બાતોં બાતોં મેં
૧૯૭૯જીના યહાં
૧૯૭૮દામાદ
૧૯૭૭ભૂમિકા
૧૯૭૭કન્નેશવરા રામાકન્નડ઼ ચલચિત્ર
૧૯૭૭સફેદ ઝૂઠ
૧૯૭૭અગર
૧૯૭૭ઘરૌંદા
૧૯૭૭ટૈક્સી ટૈક્સી
૧૯૭૬ચિત્તચોર
૧૯૭૫છોટી સી બાતઅરુણ
૧૯૭૫જીવન જ્યોતિ
૧૯૭૪રજનીગંધા
૧૯૭૧શાંતતા! કોર્ટ ચાલૂ આહેમરાઠી નાટક

લેખક તરીકે યોગદાન

વર્ષચલચિત્રટિપ્પણી
૨૦૦૫પહેલી
૨૦૦૦કૈરી

નિર્માતા તરીકે યોગદાન

વર્ષચલચિત્રટિપ્પણી
૨૦૦૧ધ્યાસપર્વમરાઠી ચલચિત્ર
૧૯૮૫અનકહી

નિર્દેશક તરીકે યોગદાન

વર્ષચલચિત્રટિપ્પણી
૨૦૦૬ક્વેસ્ટઅંગ્રેજી ચલચિત્ર
૨૦૦૫પહેલી
૨૦૦૩અનાહત
૨૦૦૧ધ્યાસપર્વમરાઠી ચલચિત્ર
૨૦૦૦કૈરી
૧૯૯૬દરિયા
૧૯૯૫બનગરવાડી
૧૯૯૧મૃગનયનીદૂરદર્શન ધારાવાહિક
૧૯૯૦થોડા સા રૂમાની હો જાયેં
૧૯૮૯ફિટનેસ ફૌર ફન, ફિટનેસ ફૌર એવરીવન
૧૯૮૮નકાબદૂરદર્શન ધારાવાહિક
૧૯૮૭કચ્ચી ધૂપદૂરદર્શન ધારાવાહિક
૧૯૮૫અનકહી
૧૯૮૧આક્રિતમરાઠી ચલચિત્ર

નામાંકન અને પુરસ્કાર

  • ૧૯૮૦ - ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - ગોલમાલ

સંદર્ભ

બાહ્ય કડીઓ