ટંગસ્ટન

રાસાયણિક તત્વ

ટંગસ્ટન અથવા વોલફ્રમ, એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયનિક સંજ્ઞા W અને અણુ ક્રમાંક ૭૪ છે. સામાન્ય તાપમાન અને દબાણે શુદ્ધ સ્વરૂપે આ એક સખત , દુર્લભ ધાતુ છે. પૃથ્વી પર તે સંયોજિત અવસ્થામાં મળી આવે છે.

આની શોધ ૧૭૮૧માં થઈ હતે અને ૧૭૮૩માં આને છૂટી પાડી શકાઈ હતી. વ્લફ્રેમાઈટ અને શીલાઈટ એ આની મહત્ત્વપૂર્ણ ખનિજ છે. આ ધાતુ શુદ્ધ સ્વરૂપે ખૂબજ ખડતલ છે. શુદ્ધ સ્વરૂપે આ ધાતુ સૌ ધાતુઓમાં સૌથી ઊંચું ગલન બિંદુ ધરાવે છે, જે સર્વ તત્વોમાં કાર્બન પછી બીજું સૌથી ઊંચુ ગલન બિંદુ ધરાવે છે. આ તત્વ ની ઘનતા પણ ઘણી છે. તે પાણી અક્રતાં ૧૯.૩ ગણું ભારે છે જે સોના અને યુરિનિયમ ની તોલે આવે છે અને સીસા કરતા તે ૧.૭ ગણુ ભારે છે.[૧]

ટંગસ્ટન અમુક અશુદ્ધિ સાથે પ્રાયઃ બરડ [૨] અને સખત હોય ચે આને કારણે તેને સરળતાથેએ વાપરી શકાતી નથી. જોકે શુદ્ધ સ્વરૂપનું ટંગસ્ટન સખત હોવા છતાં વધુ તંતુભવન હોય છે. અને સખત પોલાદની કરવત વડે કાપી શકાય છે .[૩]

આના અમિશ્રિત સ્વરૂપને મોટે ભાગે વિદ્યુત ક્ષેત્રમાં વપરવામાં આવે છે. તેના સંયોજનો ઘણાં ઉપયોગ ધરાવે છે , ખાસ કરી બલ્બના ફિલામેંટમાં તે વપરાય છે. ક્ષ-કિરણ યંત્રમાં તે ફીલામેંટ અને લક્ષ્ય બંને સ્વરૂપે, અને અમુક ઉત્તમ મિશ્રધાતુઓની બનાવટમાં વપરાય છે. આ ધાતુની ઘનતા અને સખતાઈને કારણે તેનો ઉપયોગ સૈન્ય ના શસ્ત્રો બનાવવા માટે થાય છે. આના સંયોજનો ઉદ્યોગોમાં ઉદ્દીપકો તરીકે વપરાય છે.

ટંગસ્ટન એ ત્રીજા સંક્રાંતિ આવર્તનની એક માત્ર ધાતુ છે જે જૈવિક અણુઓમાં હાજર હોય છે. આ ધાતુ અમુક જીવાનું ઓ દ્વારા વાપરવામાં આવે છે. કોઈ પણ જીવ દ્વારા વપરાતું આ સૌથી ભારે તત્વ છે. જોકે પ્રાણીઓમાં ટંગસ્ટન મોલિબ્ડેનમ અને તાંબા પર થતી ચયાપચયનેએ ક્રિયાને અવરોધે છે અને પ્રાણીઓ માટે અમુક અંશે ઝેરી પણ હોય છે.[૪][૫]


સંદર્ભો



🔥 Top keywords: