ટિકટોક

ટિકટોક એક વિડિઓ શેરિંગ સામાજિક નેટવર્કિંગ સેવા છે, જે ચીની કંપની બાઇટડેન્સની માલિકીની છે, જેની સ્થાપના ઝાંગ યીમિંગે ૨૦૧૨માં કરી હતી. ટિકટોકનો ઉપયોગ ટૂંકા નૃત્ય, લિપ-સિંક, હાસ્ય અને પ્રતિભા વિડિઓઝ બનાવવા માટે થાય છે.[૩] બાઇટડાન્સે સપ્ટેમ્બર ૨૦૧૬માં ચાઇના માટે સૌપ્રથમ ડુયિન (ચાઇનીઝ: 抖音; Dǒuyīn) લોન્ચ કર્યું હતું. ૨૦૧૭માં ચીનની બહારના દેશો માટે આઇઓએસ અને એન્ડ્રોઇડ માટે તેને ટિકટોક નામે રજૂ કરવામાં આવ્યું હતું. તેનું ૨ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ મ્યુઝિકલી સાથે જોડાણ થયા પછી તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ થયું.[૪]

ટિકટોક
સોફ્ટવેર વિકાસકર્તાઓબાઇટડાન્સ
પ્રારંભિક વિમોચનSeptember 2016 (2016-09), ૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ મ્યુઝિકલી સાથે જોડાણ થયા બાદ વિશ્વભરમાં પ્રકાશિત થયું.
Stable release
૧૬.૦.૪ / ૦૯ મે ૨૦૨૦
ઓપરેટિંગ સિસ્ટમiOS, એન્ડ્રોઇડ
કદ૪૦૩.૮ MB (આઈઓએસ)[૧]
૬૬.૩૭ MB (એન્ડ્રોઇડ)[૨]
ઉપલબ્ધતા૩૯ ભાષાઓ
ભાષાઓની યાદી
અરબી, ઓરિયા, કોરિયન, કંબોડિયન, બંગાળી, બરમિઝ, સિબુઆનો, ચેક, ડચ, અંગ્રેજી, ફિલિપિનો, ફ્રેન્ચ, જરમન, ગ્રીક, ગુજરાતી, હિન્દી, હંગેરિયન, ઈન્ડોનેશિન, ઇટાલિયન, જાપાનિઝ, જાવાનિઝ, કન્નડ, મલય, મલયાલમ, મરાઠી, પોલિસ, પોર્ટુગીઝ, પંજાબી, રોમેનિયન, રશિયન, ચાઈનીઝ, સ્પેનિશ, સ્વીડિશ, તમિલ, તેલુગુ, થાઇ, તુર્કીશ, યુક્રેનિયન, અને વિયેતનામિશ
વેબસાઇટtiktok.com

ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદના પગલે ભારત સરકારે જૂન ૨૦૨૦થી ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે.[૫]

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: