ડ્રેગનફ્રુટ

કાંટાળી જાતિનું એક ફળ

ડ્રેગનફ્રુટ (મૂળ નામ: પિતાયા ફળ), જે ગુજરાતમાં કમલમ્ તરીકે ઓળખાય છે.[૧] એશિયાઇ મૂળના લોકોમાં આ ફળ અત્યંત લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આ ફળનો દેખાવ અત્યંત ઘાટા રંગનો અને ફૂલ મનમોહક હોય છે. સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્ત્વો ધરાવે છે, જે દૈનિક આહારમાં જરૂરી  હોય છે.

ડ્રેગનફ્રુટ
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
કાર્બોદિત પદાર્થો
૮૨.૧૪ ગ્રા.
શર્કરા૮૨.૧૪ ગ્રા
રેષા૧.૮ ગ્રા.
૦.૦ ગ્રા.
નત્રલ (પ્રોટીન)
૩.૫૭ ગ્રા.

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
ડ્રેગનફ્રુટ

ભારતમાં કેટલાક સમયથી આ ફળની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના ખેડૂતો આ ફળનો પાક લઇ રહ્યા છે. આ ફળ માટે પાણીનો સંગ્રહ ન કરી રાખે એવી જમીનની જરૂરિયાત રહે છે.

સ્થાનિક નામો

આ ફળને સામાન્ય રીતે અંગ્રેજીમાં "ડ્રેગન ફ્રુટ" તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૬૩થી આ નામ વપરાતું આવ્યું છે, જે ચામડા જેવી ત્વચા અને ફળની બહારના ભાગે દેખાતી ભીંગડાં જેવા દેખાવને આભારી છે. પિટાહા અને પિટાયા નામો મેક્સિકોમાંથી ઉતરી આવ્યા છે, અને પિટાયા રોજા મધ્ય અમેરિકા અને ઉત્તર દક્ષિણ અમેરિકામાં વપરાય છે. પિટાહા અને પિટાયા નામો મેક્સિકોમાંથી ઉતરી આવ્યા છે, અને પિટાયા રોજા મધ્ય અમેરિકા અને ઉત્તર દક્ષિણ અમેરિકામાં વપરાય છે. સંભવતઃ આ નામ ફૂલોના ધરાવતા એક જાતિના ઊંચા કેક્ટસ - પીતાહ્યા સાથે સંબંધિત છે.[૨]

આ ફળને સ્ટ્રોબેરી પિઅર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભૂગોળ

થાઈલેન્ડમાં વેચાઈ રહેલો ડ્રેગન ફ્રૂટનો રસ.

આ ફળ દક્ષિણ મેક્સિકો અને મધ્ય અમેરિકાનું મૂળ વતની છે.[૩][૨] પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, કેરેબિયન, ઓસ્ટ્રેલિયા અને વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે.[૩][૨]

જાતો

સ્ટેનોસેરિયસ ફળ (ખાટા પિટાયા) એ જાતિના ડ્રેગન ફ્રૂટ સામાન્ય રીતે અમેરિકાના શુષ્ક પ્રદેશોમાં ખાવામાં આવે છે. તેઓ વધુ ખાટા અને તાજગીદાર સ્વાદ ધરાવે છે, તેનો ગર રસદાર અને સ્વાદ તીવ્ર હોય છે. સોનોરન રણમાં વસનારા અમેરિકાના સ્થાનિક લોકો માટે ખાટા પિટાયા અથવા પિટાયા એગ્રિયા ( એસ. ગુમ્મોસસ ) એ એક મહત્વપૂર્ણ ખાદ્યસ્ત્રોત છે. ઉત્તરપશ્ચિમ મેક્સિકોના સેરી લોકો આ ફળની ખેતી કરે છે, અને તેઓ છોડને ziix is ccapxl કહે છે જેનો અર્થ "જેનું ફળ ખાટું હોય છે" એવો થાય છે. ડ્રેગન ફ્રૂટની નજીકની પ્રજાતિઓના ફળ, જેમ કે એસ. કવિરેટારોએનસીસ અને ડેગર કેક્ટસ (એસ ગ્રીસીયસ), પણ સ્થાનિક લોકોનો મહત્વપૂર્ણ ખોરાક છે. ઓર્ગન પાઇપ કેક્ટસ ( એસ. થુરબેરી, જેને સેરી લોકો દ્વારા ઊલ કહેવાય છે)નું ફળ પિટાયા ડુલ્સે એટલેકે "મીઠા પિટાયા" તરીકે ઓળખાય છે. તે સેલેનિસેરિયસ ફળ કરતાં વધુ તીવ્ર ખાટી સુગંધ ધરાવે છે, જે કંઈક અંશે તરબૂચ જેવી હોય છે.[સંદર્ભ આપો] [ ટાંકણી જરૂરી ]

ડ્રેગન ફ્રુટ સેલેનિસેરિયસ

વિયેતનામમાં પાકેલા ડ્રેગન ફળ

મીઠા પિટાયા ત્રણ પ્રકારના આવે છે, બધા ચામડાવાળા જેવી ત્વચા તેમજ હલકા પાંદડા કે ભીંગડા ધરાવે છે.

  • સેલેનીસિરિયસ ઉન્ડાટસ ( પિટાયા બ્લાંકા અથવા સફેદ ગર ધરાવતા પિટાયા જેને હાયાલોસિરિયસ ઉન્ડાટસ તરીકે પણ ઓળખવામાં આવે છે) સફેદ ગર અને ગુલાબી-છાલ ધરાવે છે. આ સૌથી વધુ જોવા મળતું "ડ્રેગન ફ્રુટ" છે.
  • સેલેનિસેરિયસ કોસ્ટારીસેન્સિસ ( પિટાયા રોજા અથવા લાલ ગરવાળા પિટાયા, જેને હાયલોસેરિયસ કોસ્ટારીસેન્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને કદાચ ખોટી રીતે હાયલોસેરિયસ પોલિરાઈઝસ તરીકે ઓળખાય છે) લાલ ગર અને લાલ કે ગુલાબી છાલ ધરાવે છે.
  • સિલેનીસિરિયસ મેગાલાંથુસ ( પિટાયા અથવા પીળા પિટાયા, જેને હયલોસિરિયસ મેગાલાંથુસ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ સફેદ ગર અને પીળી છાલ ધરાવે છે.

ખોરાક તરીકે

ફળમાં રહેલા કાળા કરચલા બીયાના કારણે કેટલીકવાર આને કિવિફ્રૂટ સાથે સરખાવી દેવામાં આવે છે. તેના બીજના તેલમાં ફેટી એસિડ, લિનોલીક એસિડ અને લિનોલેનિક એસિડ હોય છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ સ્વાદ અને રંગીન રસ મેળવવા અને "ડ્રેગન બ્લડ પંચ" અને "ડ્રેગોટીની" જેવા મદ્યાર્ક યુક્ત પીણાઓ બનાવવા માટે થાય છે. ફૂલોને ચા તરીકે અથવા સીધા ખાઈ શકાય છે.

કેટલાક સેલેનિસેરિયસ ફળોના લાલ અને જાંબુડિયો રંગ બીટાસાયનિન્સને આભારી છે, જે રંગદ્રવ્યોનો એક એવો પરિવાર જેમાં બેટાનિનનો સમાવેશ થાય છે. આજ પદાર્થ બીટ, સ્વિસ ચાર્ડ અને અમરાંથને તેમનો લાલ રંગ આપે છે.

Dried Dragon fruit (manufacturer entry)
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ1,100 kJ (260 kcal)
કાર્બોદિત પદાર્થો
82.14 g
નત્રલ (પ્રોટીન)
3.57 g

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.

સંદર્ભ

🔥 Top keywords: