પીઠનો દુખાવો

પીઠનો દુખાવો એ પીઠમાં અનુભવાતી પીડા છે જે સામાન્ય રીતે સ્નાયુઓ, ચેતા, અસ્થિ, સાંધા અથવા મેરૂદંડના માળખામાંથી પેદા થતી હોય છે. આ દુખાવાને ગરદનનો દુખાવો, પીઠના ઉપરના ભાગમાં દુખાવો, કમરનો દુખાવો અથવા પૃચ્છઅસ્થિમાં દુખાવો એમ વિભાજિત કરવામાં આવે છે. તે અચાનક હુમલો અથવા હઠીલો દુખાવો હોઇ શકે છે. તે સતત હોઇ શકે છે અથવા છૂટોછવાયો હોઇ શકે છે, તે એક સ્થળે રહે છે અથવા શરીરના અન્ય ભાગોમાં પણ ફરતો રહે છે. દુખાવો હળવો, અથવા તીવ્ર અથવા વીંધી નાખે અથવા બળતરાનો અનુભવ થાય તેવો હોય છે. પીઠના ઉપરના ભાગમાં દુખાવો કાંડા અને હાથ સુધી પહોંચી શકે છે અથવા પીઠના નીચેના ભાગમાં પગ અથવા પંજા સુધી પહોંચી શકે છે. તેમાં દુખાવા ઉપરાંત નબળાઇ, સુન્નતા અથવા બળતરા જેવી અન્ય પીડાના લક્ષણોનો પણ સમાવેશ થાય છે.

પીઠમાં દુખાવો માનવ જાતની હંમેશની ફરિયાદ રહી છે. અમેરિકામાં તીવ્ર હળવો પીઠનો દુખાવો (જેને લમ્બાગો પણ કહેવાય છે) ફિઝીશિયનની મુલાકાત લેવાનું પાંચમું સૌથી સામાન્ય કારણ છે. પ્રત્યેક દસમાંથી નવ પુખ્ત વ્યક્તિ જીવનમાં કોઇને કોઇ એક તબક્કે પીઠમાં દુખાવાનો અનુભવ કરે છે અને કામ કરતા પ્રત્યેક દસમાંથી પાચ પુખ્ત વ્યક્તિ દર વર્ષે પીઠનો દુખાવો અનુભવે છે.[૧]

મેરૂદંડ એ ચેતાઓ, સ્નાયુઓ, કંડરા અને અસ્થિબંધનોને જોડતું જટીલ માળખું છે અને તે તમામ પીડા પેદા કરવાને સક્ષમ છે. મેરૂદંડમાંથી પેદા થતી અને પગ અને કાંડામાં જતી મોટી ચેતાઓ પીડાને અન્ય અંગો સુધી પહોંચાડી શકે છે.

વર્ગીકરણ

  • પીઠમાં દુખાવાને આપોઆપ વિભાજીત કરી શકાય છેઃ ગરદનનો દુખાવો, પીઠના ઉપરના ભાગમાં દુખાવો, કમરનો દુખાવો અથવા પૃચ્છઅસ્થિમાં દુખાવો.
  • તેની અવધિ મુજબ તેને તીવ્ર (4 સપ્તાહથી ઓછું), અર્ધતીવ્ર (4-12 સપ્તાહ), હઠીલો દુખાવો (12 સપ્તાહથી વધુ) એમ વર્ગીકૃત કરી શકાય છે.
  • પીડાના કારણને આધારે તેને મસ્ક્યુલોસ્કેલિટલ (એમએસકે), ચેપી, કેન્સર વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે.

પીઠના દુખાવાને રોગનિદાન મુજબ યાંત્રિક અથવા અનિર્દિષ્ટ પીઠનો દુખાવો અને ગૌણ પીઠનો દુખાવો એમ વર્ગીકૃત કરવામાં આવે છે. પીઠનો દુખાવો ધરાવતા લગભગ 98% દર્દીનું અનિર્દિષ્ટ તીવ્ર પીઠના દુખાવા સાથે નિદાન થાય છે જે ગંભીર મૂળભૂત રોગશાસ્ત્ર ધરાવતું નથી. જોકે, ગૌણ પીઠનો દુખાવો જે મૂળભૂત સ્થિતિને કારણે પેદા થાય છે, તેના લગભગ 2% કિસ્સા હોય છે. આ કેસના મૂળભૂત રોગશાસ્ત્રમાં મેટાસ્ટેટિક કેન્સર, સ્પાઇનલ ઓસ્ટિઓમાયિલિટીસ અને એપિડ્યુરલ એબસેસનો સમાવેશ થાય છે જેના 1% દર્દી હોય છે. આ સ્થિતિ સાથે સંકળાયેલી સૌથી સામાન્ય ચેતાકીય હાનિ ગાદી હર્નિયેશનની સમસ્યા છે જેમાંથી ગાદી હર્નિયેશનના 95 ટકા કિસ્સા સૌથી નીચેની બે કટિ મેખલામાં થાય છે.[૨]

સહસ્થિતિઓ

પીઠનો દુખાવો એ ગંભીર તબીબી સમસ્યાની નિશાની હોઇ શકે છે. જોકે, તે મોટે ભાગે મૂળભૂત કારણ હોતું નથી.

  • જીવન માટે જોખમી સંભવિત સમસ્યાના ચેતવણીજનક લાક્ષણિક ચિહ્નોમાં આંત્ર અને/અથવા મૂત્રાશય પેશાબને રોકી રાખવાની અક્ષમતા અથવા પગલામાં વિકાસશીલ નબળાઇનો સમાવેશ થાય છે.
  • ગંભીર પીઠનો દુખાવો (એવી પીડા કે જે નિંદ્રાને વિક્ષેપિત કરવા પુરતી છે) ગંભીર બિમારીઓના અન્ય ગંભીર ચિહ્નો (દા.ત. તાવ, સમજી ના શકાય તેવો વજનમાં ઘટાડો) સાથે થાય છે. તે ગંભીર મૂળભૂત તબીબી સ્થિતિનો પણ સંકેત આપે છે.
  • પીઠનો દુખાવો કાર અકસ્માત અથવા પડી જવા જેવા આઘાત બાદ થાય છે અને તે અસ્થિ ભંગ અથવા અન્ય ઇજાનો સંકેત આપતો હોઇ શકે છે.
  • મેરૂ ભંગનું ઊંચું જોખમ ઉભું કરે તેવી તબીબી સ્થિતિ સાથેના વ્યક્તિઓમાં પીઠનો દુખાવો, જેમ કે, અસ્થિસુષિરતા અથવા મલ્ટિપલ માયએલોમા, પણ તાત્કાલિક તબીબી સારવાર માંગે છે.
  • મેરૂદંડની શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં બિમારી ફેલાવાની સ્થિતિ નકારવા માટે કેન્સરનો ઇતિહાસ ધરાવતા વ્યક્તિમાં (ખાસ કરીને કેન્સર સ્તન, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સર જેવા મેરૂદંડ સુધી પીડા ફેલાવા માટે જાણીતા છે) પીઠના દુખાવાનું મૂલ્યાંકન થવું જોઇએ.

પીઠનો દુખાવામાં સામાન્ય રીતે તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોતી નથી. પીઠમાં દુખાવો ઉપડવાની સમસ્યા મોટે ભાગે આત્મ-મર્યાદિત અને બિનપ્રગતીશીલ હોય છે. મોટા ભાગનો પીઠનો દુખાવો સોજાને કારણે હોય છે તેમાં પણ ખાસ કરીને તીવ્ર તબક્કામાં, જે લાક્ષણિક રીતે બે સપ્તાહથી ત્રણ મહિના સુધી ચાલે છે.

કેટલાક નિરીક્ષણાત્મક અભ્યાસો સૂચવે છે કે જે બે સ્થિતિ, કટિ ગાદી હર્મિનેશન અને ડીજનરેટિવ ડિસ્ક ડિસીઝને કારણે ઘણીવાર પીઠનો દુખવો થાય છે તે સામાન્ય વસતી કરતા પીડાવાળા લોકોમાં વધુ પ્રચલિત ન હોઇ શકે અને જે તંત્રને કારણે આ સ્થિતિઓ પીડા પેદા કરી શકે છે તે હજુ સુધી જાણી શકાઇ નથી.[૩][૪][૫][૬] અન્ય અભ્યાસો સૂચવે છે કે 85 ટકા કેસોમાં કોઇ દેહધાર્મિક કારણ બતાડી શકાયું ન હતું.[૭][૮]

કેટલાક અભ્યાસો સૂચેવે છે કે કામના સમયે તણાવ અને નિષ્ક્રિય પારિવારિક સંબંધો જેવા મનોસામાજિક પરિબળો એક્સ-રે અને અન્ય તબીબી ઇમેજિંગ સ્કેનમાં જોવા મળેલી માળખાકીય અસામાન્યતાઓ કરતા પીઠના દુખાવા સાથે વધુ નિકટથી જોડાયેલા હોઇ શકે છે.[૯][૧૦][૧૧][૧૨]

વિભેદક નિદાન

પીઠના દુખાવા માટે કેટલાક સંભવિત સ્ત્રોત અને કારણો છે.[૧૩] જોકે, મેરૂદંડની ચોક્કસ પેશીનું નિદાન પીડા માટેનું કારણ રજૂ કરે છે. આમ એટલે થાય છે કે વિવિધ મેરૂ પેશીઓમાંથી આવતા ચિહ્નો ઘણા સમાન લાગે છે અને સ્થાનિક એનેસ્થેટિક બ્લોક જેવી અતિક્રમણકારી નિદાન સારવાર પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર તેને અલગ પાડવા મુશ્કેલ છે.

પીઠના દુખાવાનો એક સંભવિત સ્ત્રોત પીઠનો કંકાલ સ્નાયુ છે. સ્નાયુ પેશીમાં પીડા માટે સંભવિત કારણોમાં સ્નાયુ ખેંચાણ (ખેંચાયેલા સ્નાયુઓ), સ્નાયુ સંકોચન અને સ્નાયુ અસંતુલનનો સમાવેશ થાય છે. જોકે, ચિત્ર અભ્યાસો પીઠના દુખાવાના ઘણા કિસ્સામાં સ્નાયુ પેશીને નુકસાનના વિચારને ટેકો આપતા નથી અને સ્નાયુ સંકોચનનું ન્યૂરોફિઝિયોલોજી અને સ્નાયુ અસંતુલન સારી રીતે સમજી શકાયું નથી.

હળવા પીઠના દુખાવા માટેનો અન્ય સંભવિત સ્ત્રોત મેરૂદંડના મુક્ત ચલ સાંધા (દા.ત. ઝાયગેપોફિઝિયલ સાંધા/પાસા સાંધા) છે. હઠીલો પીઠનો હળવો દુખાવો ધરાવતા લગભગ ત્રીજા ભાગના લોકોમાં અને વ્હિપલેશને પગલે ગરદનનો દુખાવો ધરાવતા મોટા ભાગના લોકોમાં પીડા માટે આ મુખ્ય સ્ત્રોત જણાયા છે.[૧૩] જોકે, ઝાયગેપોફિઝિયલ સાંધાના દુખાવા માટેનું કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી. વ્હિપલેશને પગલે ગરદનનો દુખાવો ધરાવતા લોકોમાં સંપૂટ પેશીમાં નુકસાન સૂચવવામાં આવ્યું છે. ઝાયગેપોફિઝિયલ સાંધામાંથી પેદા થતી મેરૂ પીડા ધરાવતા લોકોમાં, એક સિદ્ધાંત એવો છે કે અંતઃસંધિગત પેશીઓ, જેમકે તેમના સાયનોવિયલ પટલના ઇનવેજિનેશન્સ અને ફાઇબરો-એડિપોઝ મેનિસ્કોઇડ્સ (તેઓ અસ્થિઓને એક બીજા પર સરળતાથી ફરવા માટે ગાદી તરીકે કામ કરે છે), વિસ્થાપિત, પીલાયેલી અથવા ફસાયેલી બની શકે છે અને બાદમાં નોસિસેપ્શન (દુખાવો) પેદા કરી શકે છે.

પીઠના દુખાવા માટે અન્ય કેટલાક સામાન્ય સંભવિત સ્ત્રોત અને કારણો છે જેમાં મેરૂ ગાદી ભંગાણ અને ડીજનરેટિવ ગાદી બિમારી અથવા ઇસ્થમિક સ્પોન્ડિલોલિસ્થેસિસ, અસ્થિવા (ડીજનરેટિવ સાંધા બિમારી) અને કટિ મેરૂ સંકીર્ણતા, આઘાત, કેન્સર, ચેપ, ભંગ, અને દાહક બિમારીનો સમાવેશ થાય છે.[૧૪]

કરોડરજ્જુની ચેતામાં પીડા (ગૃધ્રસી)ને 'બિન-ચોક્કસ' પીઠના દુખાવાથી અલગ પાડી શકાય છે અને અતિક્રમણકારી નિદાન પરીક્ષણ વગર પણ નિદાન કરી શકાય છે.

હવે બિન-ગાદીજન્ય પીઠના દુખાવા પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે જેમાં દર્દી સામાન્ય અથવા લગભગ સામાન્ય એમઆરઆઇ અને સીટી સ્કેન ધરાવે છે. રેડીયોગ્રાફિક અસાધારણતા ન ધરાવતા દર્દીઓમાં પૃષ્ઠ પ્રશાખાની ભૂમિકામાં નવી તપાસ થઇ રહી છે. જુઓ પોસ્ટિરીયર રામી સિન્ડ્રોમ

વ્યવસ્થાપન

પીઠના દુખાવાની સારવાર વખતે વ્યવસ્થાપનનો ઉદેશ પીડાની તીવ્રતામાં શક્ય તેટલો ઝડપથી મહત્તમ ઘટાડો કરવો, રોજબરોજની પ્રવૃત્તિમાં વ્યક્તિની કામ કરવાની ક્ષમતા પુનઃસ્થાપિત કરવી, અવક્ષેપી પીડાનો સામનો કરવામાં દર્દીને મદદ કરવી, ચિકિત્સા પદ્ધતિની આડઅસરોની આકરણી કરવી અને કાનૂની તેમજ સામાજિક આર્થિક અંતરાયોની વચ્ચે દર્દીને સાજો થવામાં સહાય કરવાનો છે. ઘણા લોકો માટે ઉદેશ પીડાને વ્યવસ્થાપનપાત્ર સ્તરે રાખીને પુનઃવસનમાં પ્રગતી કરવાનો હોય છે જે બાદમાં લાંબા ગાળાની પીડા રાહતમાં પરીણમી શકે છે. ઘણા લોકો માટે વ્યવસ્થાપનનો ઉદેશ પીડાના વ્યવસ્થાપન માટે બિન-શસ્ત્રક્રિયા ચિકિત્સાનો ઉપયોગ કરવો અને મોટી શસ્ત્રક્રિયા ટાળવાનો હોય છે જ્યારે અન્ય કેટલાક લોકો માટે શસ્ત્રક્રિયા સારા થવા માટેનો સૌથી ઝડપી રસ્તો હોઇ શકે છે.

તમામ સ્થિતિઓ માટે અથવા સમાન સ્થિતિ સાથે તમામ વ્યક્તિઓ માટે તમામ સારવાર કામમાં આવતી નથી અને કેટલાક લોકોએ તેમને સાનુકૂળ શ્રેષ્ઠ સારવાર નક્કીકરવા માટે કેટલીક સારવારના વિકલ્પ ચકાસવાની જરૂર પડે છે. સ્થિતિનો વર્તમાન તબક્કો (તીવ્ર અથવા હઠીલી) પણ સારવારની પસંદગી કરવા માટેનું નિર્ણાયક પરિબળ છે. પીઠનો દુખાવો ધરાવતા બહુ જ ઓછા દર્દીઓને (અંદાજે 1 ટકાથી 10 ટકા દર્દીઓને) શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

દુખાવો

  • ઊષ્મા ચિકિત્સા પીઠમાં કળતર અથવા અન્ય સ્થિતિઓમાં ઉપયોગી છે. કોક્રેન કોલાબોરેશન દ્વારા અભ્યાસોનું અધિવિશ્લેષણ સૂચવે છે કે ઊષ્મા ચિકિત્સા તીવ્ર અને અર્ધ-તીવ્ર પીઠના હળવા દુખાવાના ચિહ્નો ઘટાડી શકે છે.[૧૫] કેટલાક દર્દીઓને લાગે છે ભેજવાળી ઊષ્મા (દા.ત. ગરમ પાણીમાં સ્નાન અથવા વમળ) અથા નીચલા સ્તરની સતત ઉષ્મા (દા.ત. ગરમ પટ્ટો જે 4થી 6 કલાક સુધી ગરમ રહે છે) શ્રેષ્ઠ કામ કરે છે. શીત સંકોચન ચિકિત્સા (દા.ત. બરફ અથવા શીતળ પેકનો ઉપયોગ) કેટલાક કિસ્સામાં પીઠના દુખાવામાંથી રાહત મેળવવામાં અસરકારક હોઇ શકે છે.
  • સ્નાયુઓને હળવા કરતી દવાઓ,[૧૬] ઓપિઓઇડ્સ, સ્ટિરોઇડહીન બળતરા વિરોધી દવાઓ ( એનએસએઆઇડી/એનએસએઆઇએ (NSAIDs/NSAIAs))[૧૭] અથવા પેરાસિટામોલ (એસિટામિનોફેન) જેવી દવાઓનો ઉપયોગ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ્સના કોક્રેન કોલાબોરેશન દ્વારા અધિવિશ્લેષણમાં જણાયું છે કે પીઠના હળવા દુખાવાના કિસ્સામાં ઇન્જેક્શન ચિકિત્સા, સામાન્ય રીતે કોર્ટિકોસ્ટેરોઇડ્સ સાથે, મદદ કરે છે કે કેમ તે નક્કી કરવા માટે અપુરતા તબીબી પરીક્ષણ થયા છે.[૧૮] આંતરસ્નાયુ કોર્ટિકોસ્ટેરોઇડ્સના અભ્યાસમાં કોઇ લાભ જણાયો નથી.[૧૯]
  • અનુભવી થેરાપિસ્ટ પાસેથી માલિશ ચિકિત્સા ટૂંકા સમય માટે રાહત આપી શકે છે.[૨૦] એક્યુપ્રેસર અથવા દબાણ બિંદુ માલિશ (સ્વીડીશ) માલિશ કરતા વધુ લાભકર્તા હોઇ શકે છે.[૨૧]

સ્થિતિના ચોક્કસ કારણ, અંગસ્થિતિ તાલીમ વર્ગો અને શારીરિક વ્યાયામ પીડામાં રાહત આપવામાં મદદ રૂપ બની શકે છે.[૨૨]

  • વ્યાયામ પીડા ઘટાડવા માટે અસરકારક અભિગમ હોઇ શકે છે પરંતુ તે પરવાનાધારક આરોગ્ય વ્યવસાયિકની દેખરેખ હેઠળ થવો જોઇએ. સામાન્ય રીતે, સુસંગત ખેચાણના કેટલાક સ્વરૂપો અને વ્યાયામ મોટા ભાગના સારવાર કાર્યક્રમના આવશ્યક ભાગ હોવાનું માનવામાં આવે છે. જોકે, એક અભ્યાસમાં જણાયું છે કે વ્યાયામ પીઠના હઠીલા દુખાવા માટે પણ અસરકારક છે પરંતુ તીવ્ર દુખાવા માટે તે અસરકારક નથી.[૨૩] અન્ય અહેવાલમાં જાણવા મળ્યું હતું કે તીવ્ર સ્થિતિમાં સહન થઇ શકે તેવી સામાન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખવા કરતા પીઠને અસર કરતા વ્યાયામ ઓછા અસરકારક છે.[૨૪]
  • શારીરિક ચિકિત્સા મેનિપ્યુલેશન અને વ્યાયામની બનેલી છે જેમાં (મેરૂદંડને ટેકો આપતા સ્નાયુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રત કરીને) ખેચાણ અને દૃઢીકરણનો પણ સમાવેશ થાય છે. 'બેક સ્કૂલ્સ'[૨૫]એ વ્યવસાયિક સ્થિતિઓમાં લાભ દર્શાવ્યો છે. સ્કોલિયોસિસ, કાયફોસિસ, સ્પોન્ડિલોલિસ્થેસિસ, અને સંબંધિત મેરૂ વિકાર માટે વિશેષ શારીરિક વ્યાયામ ચિકિત્સા, સ્ક્રોથ પદ્ધતિએ સ્કોલિયોસિસવાળા પુખ્ત વ્યક્તિમાં પીઠના દુખાવાની ગંભીરતા અને આવૃત્તિ ઘટાડી હોવાનું જોવા મળ્યું છે.[૨૬]
  • મેનિપ્યુલેશનના અભ્યાસો સૂચવે છે કે આ અભિગમ અન્ય ચિકિત્સા જેવા જ લાભ ધરાવે છે અને પ્લાસિબો કરતા ચઢિયાતી છે.[૨૭][૨૮]
  • એક્યુપંચર પીઠના દુખાવામાં કેટલાક સિદ્ધ થયેલા લાભ દર્શાવે છે.[૨૯] જોકે, તાજેતરનો રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ વાસ્તવિક અને ભ્રામક એક્યુપંચર વચ્ચે નહિવત તફાવત સૂચવે છે.[૩૦]
  • શિક્ષણ અને ફિઝીયોલોજિકલ અને ભાવુક કારણો પર ભાર મૂકીને વ્યવહારમાં ફેરફાર[૩૧] - રિસ્પોન્ડન્ટ કોગ્નિટિવ ચિકિત્સા અને વિકાસશીલ રિલેક્સેશન ચિકિત્સા હઠીલા દર્દને ઘટાડી શકે છે.[૩૨]

શસ્ત્રક્રિયા

નીચે મુજબની સ્થિતિવાળા દર્દીઓમાં શસ્ત્રક્રિયા ઘણીવાર યોગ્ય પુરવાર થાય છેઃ

  • કટિ ગાદી હર્નિયેશન અથવા ડીજનરેટિવ ડિસ્ક ડિસીઝ
  • કટિ ગાદી હર્નિયેશનમાંથી કટિ મેરૂ સંકીર્ણતા , ડીજનરેટિવ સાંધા બિમારી, અથવા સ્પોન્ડિલોલિસ્થેસિસ
  • સ્કોલિયોસિસ
  • સંકોચન ભંગ

લઘુત્તમ અતિક્રમણકારી શસ્ત્રવૈદક કાર્યવાહી પીઠના દુખાવાના ચિહ્નો અને કારણો માટે ઘણી વાર ઉકેલ છે. આ પ્રકારની કાર્યવાહી મેરૂદંડ શસ્ત્રક્રિયા કરતા વધુ લાભ આપે છે, જેમકે વધુ ચોક્કસ નિદાન અને સાજા થવામાં ટૂંકો સમય.[૩૩]

પીઠના દુખાવાની સારવારમાં શસ્ત્રક્રિયા છેલ્લો વિકલ્પ હોય છે. તેની ત્યારે જ ભલામણ કરવામાં આવે છે જ્યારે અન્ય તમામ વિકલ્પો ચકાસી લેવાયા હોય અથવા સ્થિતિ ઇમરજન્સીની હોય. પીઠની શસ્ત્રક્રિયાના અભ્યાસોની 2009 પ્રણાલીગત સમીક્ષામાં જણાયું હતું કે, ચોક્કસ નિદાન માટે શસ્ત્રક્રિયા અન્ય સામાન્ય સારવાર કરતા પ્રમાણમાં સારી છે પરંતુ લાંબા ગાળે શસ્ત્રક્રિયાના લાભ ઘટી શકે છે.[૩૪]

પીઠનો દુખાવો પેદા કરતી વિવિધ સ્થિતિઓની સારવારમાં વિવિધ પ્રકારની શસ્ત્રવૈદક કાર્યવાહીનો ઉપયોગ થાય છે. તે તમામને ચેતા પ્રતિસંકોચન, શરીરના ભાગોનું સંયોજન અને વિકૃતિ સુધારા શસ્ત્રક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે.[૩૫] પ્રથમ પ્રકારની શસ્ત્રક્રિયા પ્રાથમિક રીતે એવા જૂના દર્દીઓ પર કરવામાં આવે છે જેઓ ચેતા બળતરા અથવા ચેતા ઇજાથી પીડાય છે. અસ્થિમય ભાગોના સંયોજનને મેરૂ સંયોજન પણ કહેવાય છે અને બે કે તેથી વધુ અસ્થિમય ભાગોનું મેટલવર્કની મદદથી સંયોજન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. શસ્ત્રક્રિયાનો પાછળનો પ્રકાર સામાન્ય રીતે કોજેનિટલ વિકૃતિ સુધારવા અથવા આંચકાકીય ભંગને કારણે સર્જાયેલા દુખાવાની સારવારમાં ઉપયોગ થાય છે. કેટલાક કિસ્સામાં વિકૃતિ સુધારામાં અસ્થિમય ટુકડાઓ દૂર કરવા અથા મેરૂદંડ માટે સ્થિરતા જોગવાઇ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

પીઠના દુખાવાની શસ્ત્રક્રિયામાં મુખ્ય ઉપયોગમાં લેવાતી કાર્યવાહીમાં ડિસેટોમીઝ, મેરૂ સંયોજનs, લેમિનેક્ટોમીઝ, ગાંઠ દૂર કરવી અને વર્ટિબ્રોપ્લાસ્ટીઝનો સમાવેશ થાય છે.

આંતરકશેરૂકા ગાદી જ્યારે હર્નિયેટ થઇ હોય અથવા ફાટી ગઇ હોય ત્યારે ડિસેટોમી હાથ ધરવામાં આવે છે. તેમાં ચેતા મૂળ પર દબાણ કરતી અને બહાર નિકળી રહેલી ગાદીને દૂર કરવામાં આવે છે તેમાં ગાદીનો કોઇ ભાગ અથવા તેના સંપૂર્ણ ભાગને દૂર કરવામાં આવે છે.[૩૬] ચેતા પર દબાણ મુકતા ગાદીના પદાર્થને ચોક્કસ ગાદી પર કરાયેલા નાના કાપા મારફતે દૂર કરવામાં આવે છે. પીઠની શસ્ત્રક્રિયાનો તે સૌથી લોકપ્રિય પ્રકાર છે જેમાં સફળતાનો દર ઊંચો છે. આ કાર્યવાહી બાદ સાજા થવાનો સમયગાળો છ સપ્તાહથી વધુ સમય ચાલતો નથી. એન્ડોસ્કોપ દ્વારા અસ્થિમય ટુકડાઓને દૂર કરવાની પ્રક્રિયાના પ્રકારને પરક્યુટેનિયસ ડિસ્ક રિમૂવલ કહેવામાં આવે છે.

પ્રમાણભૂત ડિસેટોમીઝ તરીકે માઇક્રો ડિસેટોમીઝ હાથ ધરાઇ શકે છે જેમાં નાના કાપાનો લાભ આપવા માટે વિપુલદર્શકનો ઉપયોગ થાય છે અને આમ સાજા થવાની પ્રક્રિયા ટૂંકી બને છે.

સમગ્ર ગાદી દૂર કરાયેલી હોય તેવા કિસ્સામાં અથવા કશેરૂકાઓ અસ્થિર બનાવતી અન્ય સ્થિતિમાં મેરૂ સંયોજન હાથ ધરવામાં આવે છે. અસ્થિને સાજા થવા માટે વધુ શક્તિ પ્રદાન કરવા આ કાર્યવાહીમાં અસ્થિ કલમનો ઉપયોગ કરીને બે કે તેથી વધુ કશેરૂકાઓને જોડવામાં આવે છે. મેરૂ સંયોજન બાદ સાજા થવામાં દર્દીની ઊંમર, શસ્ત્રક્રિયા કરવા માટેના કારણ અને કેટલા અસ્થિ વિભાગોનું સંયોજન કરાયું છે તેના આધારે એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

મેરૂ સંકીર્ણતા અથવા ગાદી હર્નિયેશનના કિસ્સામાં ચેતા પરનું દબાણ હળવું કરવા માટે લેમિનેક્ટોમીઝ હાથ ધરાઇ શકે છે. આવી કાર્યવાહી દરમિયાન સર્જન વધારાની લેમિના દૂર કરીને અથવા કાપીને ચેતા માટે વધુ જગ્યા પુરી પાડીને મેરૂ માગર્ને પહોળો કરે છે. સાજા થવાનો સમય સ્થાપિત કરવા માટે સ્થિતિની ગંભીરતા અને દર્દીનો સામાન્ય આરોગ્ય દરજ્જો મુખ્ય પરિબળ છે. સાજા થવાનો સમય 8 સપ્તાહથી લઇને 6 મહિના સુધીનો હોઇ શકે છે.

બિનાઇન અને મેલાઇનન્ટ ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે પીઠ શસ્ત્રક્રિયા કરી શકાય છે. પ્રથમ કિસ્સામાં, શસ્ત્રક્રિયાનો ઉદેશ બિનાઇન વૃદ્ધિને કારણે ચેતા પર ઉભા થયેલ દબાણને મુક્ત કરવાનો છે જ્યારે બીજા ક્રમની કાર્યવાહીનો ઉદેશ કેન્સરને શરીરના અન્ય ભાગમાં ફેલાતું અટકાવવાનો છે. સાજા થવાનો સમય દૂર કરાયેલી ગાંઠના પ્રકાર, દર્દીની આરોગ્ય સ્થિતિ અને ગાંઠના કદ પર આધાર રાખે છે.[૩૫]

શંકાસ્પદ લાભ અંગેનું

  • ખેંચાયેલી પીઠ કે પીઠના હઠીલા દુખાવા માટે શીત સંકોચન ચિકિત્સાની ભલામણ કરવામાં આવે છે અને તેનાથી પીડા અને બળતરામાં ઘટાડો થાય છે, તેમાં પણ ગોલ્ફ જેવી રમત, બગીચાકામ અથવા વજન ઉચકવા જેવા સખત વ્યાયામ બાદ ખાસ. જોકે કોક્રેન કોલાબોરેશન દ્વારા રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ્સનું અધિવિશ્લેષણ તારણ આપે છે કે "પીઠના હળવા દુખાવામાં શીત સારવારના ઉપયોગ માટેના પુરાવા વધુ મર્યાદિત છે. નબળી ગુણવત્તાવાળા માત્ર ત્રણ અભ્યાસ શોધી શકાયા હતા. પીઠના હળવા દુખાવા માટે ઠંડકના ઉપયોગ અંગે કોઇ તારણ કાઢી શકાયું નથી."[૧૫]
  • પથારીવશ આરામની ભાગ્યેજ ભલામણ કરવામાં આવે છે કારણકે તે પીડા વધારી શકે છે.[૩૭] અને જ્યારે જરૂરી હોય છે ત્યારે સામાન્ય રીતે એક કે બે દિવસ સુધી મર્યાદિત હોય છે. લાંબો પથારીવશ આરામ કે નિષ્ક્રિયતા હકીકતમાં બિનઉત્પાદકતા છે કારણકે પરીણામી જડતા વધુ પીડા તરફ દોરી જાય છે.
  • ટ્રાન્સ્ક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન (ટેન્સ (TENS)) જેવી ઇલેક્ટ્રોચિકિત્સા પ્રસ્તાવિત કરાઇ છે. બે રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ્સમાં વિરોધાભાસી પરિણામો જણાયા છે.[૩૮][૩૯] તે કોક્રેન કોલાબોરેશનને તે તારણ પર દોરી ગયું કે ટેન્સ (TENS)ના ઉપયોગના સમર્થનમાં સુસંગત પુરાવા નથી.[૪૦] વધુમાં, કરોડરજ્જૂ ઉત્તેજન, જેમાં મગજને મોકલવામાં આવતા પીડા સંકેતોને વિક્ષેપિત કરવા માટે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. પીઠના દુખાવાના વિવિધ મૂળભૂત કારણો માટે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.ઢાંચો:What?
  • ટ્રેક્શન પદ્ધતિ અથવા ગુરૂત્વાકર્ષણ દ્વારા કશેરૂકાના ફેલાવાને કારણે પીઠમાં હંગામી રાહત માટે ઉલટ ચિકિત્સા ઉપયોગી છે. દર્દીને જ્યાં સુધી વિભાજન થાય નહીં ત્યાં સુધી થોડા સમય માટે ઘૂંટી અથવા ઘૂંટણથી ઊંધો લટકાવવામાં આવે છે. સંપૂર્ણપણે ઉભા લટકાવ્યા (90 ડીગ્રી) વગર પણ અસર મેળવી શકાય છે અને 10થી 45 ડીગ્રી જેટલા નીચા ખૂણે પણ નોંધપાત્ર લાભ જોઇ શકાય છે.[સંદર્ભ આપો]
  • અલ્ટ્રાસાઉન્ડ લાભકારક હોવાનું જણાયું નથી અને તેની લોકપ્રિયતા ઘટી છે.[૪૧]

ગર્ભાવસ્થા

લગભગ 50 ટકા મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પીઠનો હળવો દુખાવો અનુભવે છે.[૪૨]ગર્ભાવસ્થા દરમિયાન પીઠમાં દુખાવો નોંધપાત્ર પીડા અને અક્ષમતા પેદા કરી શકે તેટલો ગંભીર હોય છે અને બીજી ગર્ભાવસ્થામાં દર્દીમાં પીઠનો દુખાવો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન વજન વધારો, વ્યાયામ, કામ કર્યાનો સંતોષ અથવા જન્મ લંબાઇ, જન્મ વજન અને અપગર સ્કોર જેવા ગર્ભાવસ્થાના પરીણામોના સંદર્ભમાં ગર્ભાવસ્થા સાથે પીઠના દુખાવાનું વધેલું જોખમ જણાયું નથી.

ગર્ભાવસ્થાના પીઠના હળવા દુખાવા સાથે સંકળાયેલા હોવાનું જણાતા ગર્ભાવસ્થાના જૈવયાંત્રિક પરિબળોમાં ઉદરીય સેગિટ્ટલ અને ટ્રાન્સવર્સ ડાયામીટર અને કટિ લોર્ડોસિસની ઊંડાઇનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થાના પીઠના દુખાવાને વિકટ બનાવતા લાક્ષણિક પરિબળોમાં ઉભા રહેવું, બેસવું, આગળ નમવું, વજન ઊંચકવું અને ચાલવાનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થામાં પીઠનો દુખાવો જાંઘ અને નિતંબમાં પીડાના ફેલાવા, દર્દીને ઊંઘમાંથી ઉઠાડવાની ક્ષમતા ધરાવતો રાત્રી સમયનો ગંભીર દુખાવો, રાત્રીના સમયે વધતો દુખાવો અથવા દિવસના સમય દરમિયાન વધતા દુખાવા દ્વારા રજૂ કરી શકાય છે. ઊચી અસર, વજન ઉચકવાની પ્રવૃત્તિઓ ખાસ કરીને અસમમીતિય વજન જેમકે, વજન ઉચકવાની સાથે વધુ પડતું વળવું, એક પગની અંગસ્થિતિ, દાદરા ચડવા અને પીઠના અંતિમ ભાગ પર પુનરાવર્તિત વેગ અથવા કુલાના હલનચલનને ટાળવાથી પીડમાં રાહત થઇ શકે છે. ઘૂંટણથી વળ્યા વગર જમીન તરીફ સીધા વળવું ગર્ભાવસ્થા અને સામાન્ય વ્યક્તિઓમાં પીઠના નીચેના ભાગમાં ગંભીર અસર પેદા કરી શકે છે જે તણાવ તરફ દોરી જાય છે તેમાં પણ ખાસ કરીને લમ્બો-સેકરલ ક્ષેત્રમાં તે મલ્ટિફિડસમાં તણાવ પેદા કરે છે.

અર્થશાસ્ત્ર

રાષ્ટ્રીય સરકારો દ્વારા પીઠના દુખાવાને માંદગી રજા પર રહેલા કામદારોના નુકસાન મારફતે ઉત્પાદકતાને મોટી અસર કરતા કારણ તરીકે નિયમિત રજૂ કરાયું છે. કેટલીક રાષ્ટ્રીય સરકારો, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ, એ સમસ્યા સામે લડવામાં મદદ કરવા જાહેર આરોગ્ય જાગૃતિ અભિયાનો શરૂ કર્યા છે. દા.ત. હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવનું બેટર બેક અભિયાન.યુનાઇટેડ સ્ટેટ્સમાં કમરના દુખાવાની આર્થિક અસર દર્શાવે છે કે તે 45 વર્ષથી નીચેની ઉંમરના લોકોને તેમની પ્રવૃત્તિ મર્યાદિત કરવા માટેનું પ્રથમ ક્રમનું કારણ છે. ફિઝીશિયનની ઓફિસમાં નોંધાતી ફરિયાદમાં તેનો બીજો ક્રમ આવે છે. તે હોસ્પિટલમાં દાખલ થવા માટેની પાંચમાં ક્રમની સૌથી સામાન્ય જરૂરિયાત છે અને શસ્ત્રક્રિયા માટેનું ત્રીજું અગ્રણી કારણ છે.

સંદર્ભો

બાહ્ય લિંક્સ

  • હેન્ડઆઉટ ઓન હેલ્થ: બેક પેઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્થ્રાઇટિસ એન્ડ મસ્ક્યુલોસ્કેલિટલ એન્ડ સ્કિન ડિસીઝ ખાતે
  • બેક પેઇન મેડિલાઇનપ્લસ, યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન પર
  • બેક પેઇન, અમેરિકન એકેડેમી ઓફ ઓર્થોપેડિક સર્જન્સ સમરી