બદામ


બદામ (Prunus dulcis, syn. Prunus amygdalus Batsch., Amygdalus communis L., Amygdalus dulcis Mill.), એ મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાનું વતની છે. "બદામ"ના બી ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને તે માટે જ તેનું વાવેતર કરવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રમાં તે પ્રુનસ (Prunus) પ્રજાતિનું વૃક્ષ ગણાય છે. તેની નીચે તેને પીચ, એમીગૅડલસ વિભાગમાં વર્ગીકૃત કરાય છે. આ વૃક્ષના બીજની આજુબાજુ એક કઠણ આવરણ હોય છે. તેના બીજ પરનું આવરણ કાઢીને તેની બીજને વેચવામાં આવે છે. આવરણ વાળી બદામને શેલ્ડ આલ્મન્ડ કે આખી બદામ અને આવરણ રહિત બદામને અનશેલ્ડ આલ્મન્ડ કહે છે. બદામને બ્લાન્ચ કરીને તેની છાલ ઉતારીને સફેદ બદામ પણ વેચાય છે તેને બ્લાન્ચ્ડ આલ્મન્ડ કહેવાય છે. [૧]

બદામ
Almond tree with ripening fruit. Majorca, Spain.
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Plantae
(unranked):Angiosperms
(unranked):Eudicots
(unranked):Rosids
Order:Rosales
Family:Rosaceae
Genus:'Prunus'
Subgenus:'Amygdalus'
Species:''P. dulcis''
દ્વિનામી નામ
Prunus dulcis
(Mill.) D.A.Webb


વર્ણન

વૃક્ષ

બદામનું વૃક્ષ પાનખર વૃક્ષ છે. તે ૪ થી ૧૦ મી જેટલું ઊંચુ વધે છે. તેના થડનો વ્યાસ ૩૦ સેમી જેટલો હોય છે. આ વ્રક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડી પડતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આના પાંદડા ૩ થી ૫ સેમી લાંબા હોય છે,[૨] પ્ર્ણની કિનારી આરાવાળી હોય છે અને તેનો પર્ણદંડ ૨.૫ સે.મી. જેટલો લાંબો હોય છે. આના ફુલો સફેદ થી આછા ગુલાબી રંગના હોય છે. તે ૩થી ૫ સેમી લાંબા હોય છે તેને પાંચ પાંખડીઓ હોય છે. આ વૃક્ષો એકલ કે જોડીમાં ઊગે છે. વસંતની શરૂઆતમાં તે પાંદડાની અગ્રમાં ઊગે છે.[૩][૪]

બદામના વૃક્ષ પર ત્રીજા વર્ષે વ્યાવસાયિક રીતે ફળો આવવાની શરૂઆત થાય છે. વાવેતરના પાંચમાં અને છઠ્ઠા વર્ષે પૂર્ણ ક્ષમતામાં ફળો આવે છે. આના ફળો ફૂલો આવ્યા પછી ૭-૮ મહીને પાનખરમાં પાકે છે, [૪][૫]

બદામ - બીજ

બદામનું ફળ ૩.૫ થી ૬ સેમી જેટલું લાંબુ હોય છે. વનસ્પતિશાસ્ત્રના સંદર્ભે તેને શિંગ કે ફળી ન કહી શકાય. તે એક ઠળિયાવાળું ફળ છે. પ્રૂનસ પ્રજાતિના અન્ય ફળોનું બાહ્ય આવરણ અને ગર નરમ હોય છે જ્યારે બદામમાં તે ચામડા સમાન અને કઠણ હોય છે તેને વજ્ર કહે છે. તેની અંદર લાકડા જેવો કઠણ ગર હોય છે તેની નીચે ઠળિયો હોય છે જેમાં એક બદામ હોય છે. ક્વચિત બે બદામ પણ હોય છે.

ઉદ્ગમ અને ઇતિહાસ

હંદ-એ બદામ ભારત (૧૬મી સદી) ભારતમાં દર્શાવેલી બદામની ખેતી.

બદામ એ ભૂ-મધ્ય આબોહવા અને મધ્ય પૂર્વ એશિયાના અને પૂર્વમાં સિંધુ સુધીના ક્ષેત્રનું વતની છે. [૬] પ્રાચીન કાળમાં માનવ દ્વારા આને ભૂમધ્યના કોનારા પ્રદેશો અને ઉત્ત્ર આફ્રિકા સુધી લઈ જવાઈ અને હાલના સમયમાં તેને વિશ્વના અન્ય ભાગોમાં ખાસ કરીને કૅલિફોર્નિયામાં (યુ એસ. એ.) વાવવામાં આવી.[૬]

મધ્ય કેલિફોર્નિયામાં બદામની એક વાડી

બદામની એક જંગલી પ્રજાતિ લેવેન્ટમાં ઉગે છે. સૌ પ્રથમ બદામ આ ક્ષેત્રમાં ઉગાડાઈ હોવી જોઈએ. આ પ્રકારની બદામ ગ્લાયકોસાઈડ એમીગેડેલીન ધરાવે છે. તેનો ભૂકો કરતા કે ચાવતા તે પ્રાણ ઘાતક પ્રૂસિક એસિડ (હાયડ્રોજન સાયનાઈડ) માં ફેરવાઈ જાય છે.[૭]

બદામ એ સૌથી પ્રાચીનત્તમ વાવેતર કરાયેલ મેવો છે. જંગલી બદામો કડવી

હોય છે અને તેના બીજ તૂટતા ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે, વધુ પ્રમાણમાં તે ખાતાં તે જીવલેણ સાબિત થઈ શકે છે. જંગલના ઘણા કડવી બદામ માંથી મીઠી બદામ શોધવાની મહેનતને પરિણામે બદામનું વાવેતર શરૂ થયું. માણસે મીઠી બદામ કેમ પસંદ કરી હશે તે પ્રશ્ન યથાવત છે. [૮] એ વસ્તુ અજ્ઞાત છે કે કઈ જંગલી પ્રજાતિએ આજની મીઠી બદામોને જન્મ આપ્યો.  આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામ નું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. 

જંગલી બદામો ઝેરી હોય છે જ્યારે ખાદ્ય બદામ ઝેરી હોતી નથી. જેરેડ ડાયમન્ડ નામના વૈજ્ઞાનિક માને છે કે અમુક અનુવાંશિક કારનોને લીધે ગ્લાયકોસાઈડ વગરની બદામની એક પ્રજાતિ બની. ત્યાર બાદ ખેડૂતો શરૂઆતમાં તેને બિન ઈરાદા પૂર્વક કચરાના ઢગ પર ઉગવા દેતા અને ત્યાર બાદ તેની વાડીઓ બનાવી ખેતી કરવા લાગ્યા. [૯] બદામનો ઉલ્લેખ તામ્ર યુગની શરૂઆતના કાળ (3000–2000 BC)માં કે તેથી પણ પહેલાં ના કાળમાં જોર્ડનના ન્યુમેરિયામાં થયેલો જોવા મળે છે[૮]. એક અન્ય પુરાવામાં ઈજીપ્તના ટુટનખામુનના મકબરામાં(c. 1325 BC) બદામ મળી છે કે જેને કદાચ લેવાન્ટમાંથી આયાત કરાઈ હોવી જોઈએ.[૭] રોયલ બોટેનીક ગાર્ડન એડીનબર્ગ અનુસાર યુરોપ ક્ષેત્રમાં સૌથી ઉત્તરી છેડી બદામ જર્મની માં ઊગે છે, જોકે તેની ખેતી છેક આઈસલેંડ સુધી થાય છે. [૧૦] [૧૧]

વ્યૂત્પતિ અને નામો

અંગેજીનો આલ્મંડ શબ્દ પ્રાચીન ફ્રેમ્ચ નો શબ્દ આમ્લેંડી કે ઍલ્મેન્ડી, લેટીન શબ્દ એમન્ડ્યુલા અને ગ્રીક શબ્દ એમીગડેલ પરથી ઉઅરી આવ્યો હોવાનું મનાય છે. [૧૨] T

બદામી વિષેશણ ગુજરાતી ભાષામાં આછા કથ્થૈ રંગ દર્શાવવા માટે થાય છે.

ઉત્પાદન

આલ્મંડ શેકર - બદામ ના વૃક્ષને ધ્રુજાવીને બડામ પાડનાર યંત્ર. પહેલાં અને વૃક્ષને ધ્રુજાવતા

ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન અનુસાર ૨૦૧૦માં વિશ્વમાં ૨૫ લાખ ટન બદામનું ઉત્પાદન થયું. જેમાં અમેરિકા બદામના ઉત્પાદનમાં મોખરે હતું.[૧૩] નીચેનો કોઠો બદામના પ્રમુખ ઉત્પાદકો અને તેમનું ઉત્પાદ્ન બતાવે છે.

બદામ (આવરણ સહિત)ના ૧૦ પ્રમુખ ઉત્પાદક દેશ
ઈ.સ. ૨૦૧૦[૧૪]
દેશઉત્પાદન
(million tonnes)
Yields
(ટન/હેક્ટર)
 અમેરિકા1.414.85
 સ્પેન0.224.08
 ઈરાન0.160.93
 મોરોક્કો0.100.98
 ઈટલી0.0861.11
 સિરિયા0.0731.64
 ટ્યુનિશિયા0.0630.32
 તુર્કી0.0553.23
 અલ્જેરિયા0.0441.47
 ચીન0.0383.1
કુલ વિશ્વ2.511.5

સ્પેન વિશ્વનુંસૌથી વધુ વિવિધતા ધરાવતું બદામનું વાવેતર ધરાવે છે. [૧૫] સ્પેનમાં કૅટાલોનિયા, વેલેન્શીયા, મ્યુરિકા, બૅલીરિક ટાપુઓ, ઍન્ડાલ્યુશિયા, અને ઍરાગોન ક્ષેત્રોમાં બદામની ખેતી કરાય છે. [૧૬] ગ્રીસમાં મોટાભાગનું બદામ ઉત્પાદન તેના મૅગ્નેસીયા ક્ષેત્રમાં થાય છે ગ્રીસમાં મોટે ભાગે ફેરેગ્નીસ અને ટેક્સાસ (મિશન) જાતિઓ ઉગાડવામાં આવે છે જે તેના મીઠા સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતી છે તેની ગુણવત્તા માટે તેને અમીર મેવા તરીકે વપરાય છે ટર્કીમાં મોટાભાગનું ઉત્પાદન એઈગન, મરામા અને મધ્ય પૂર્વી ક્ષેતમાં થાય છે.[૧૭]

અમેરિકામાં બદામનું ઉત્પાદન કેલિફોર્નિયામાં કેન્દ્રીત છે. ૨૦૦૮માં બદામ કેલિફોર્નિયામાં ત્રીજો સૌથી ઉગાડાતો પાક હતો અને સૌથી મોટો નિકાસ ઉત્પાદ છે. [૧૮] તે અમેરિકાની ૧૦૦% જરૂરિયાત પૂરી પાડે છે. વિશ્વમાં અમિરિકા બદામનો પ્રમુખ નિકાસકાર છે. તેમાં ૭૦% આવર કાઢેલી અને બાકીની આવરણ વાળી કે પ્રક્રિયા કરાયેલી બદામ હતી. [૧૯]

પરાગનયન

કાચું બદામનું ફળ
પાકેલું બદમનું ફળ

કેલીફોર્નિયામાં કરાતું બદામના વૃક્ષોનું પરાગનયનએ વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ કીટક પરાગનયન છે. આ માટે ફેબ્રુઆરી માસમાં સમગ્ર અમેરિકામાંથી લગભગ ૧૦ લાખ મધપૂડાને કેલિફોર્નિયાના બદામની વાડીઓમાં લાવવામાં આવે છે. આ સંખ્યા અમેરિકાના કુલ મધપૂડાઓની અડધી છે. આ પરાગનયનું વ્યવસ્થાપન પરાગનયના દલાલો મારફતે કરાવાઅ છે જેઓ અમેરિકાના ૪૯ રાજ્યોમાંથી મધપૂડા ઉછેરનારને અહીં સ્થળાંતરીત કરે છે. આને કારણે વસાહત વિનાશ સ્થિતિ નિર્માણ થાય છે જેથી મધમાખીઓની સંખ્યા ઘટી જાય છે અને કીટક પરાગ નયનનો ભાવ પન વધી જાય છે. બદમ ઉત્પાદકની કીટક પરાગનયના વધતા ભાવની તકલીફને દૂરકરવા અમેરિકાની એગ્રીકલ્ચર રીસર્ચ સર્વિસ નામની સંસ્થાએ સ્વયં પરાગનયન કરતાં બદામ વૃક્ષોની પ્રજાતિ વિકસાવી છે. [૨૦] ટ્યુઓનો પ્રજાતિ આવી પ્રજાતિ છે. જે ઘણાં સમયથી વાવવામાં આવે છે, જોકે તેની ઉત્પાદકતા કીટક પરાગનય વાળા કેલિફોર્નિયા નોનોપેરલી બદામના વૃક્ષોની અપેક્ષાએ ઓછી હોય છે. નોન પેરોલી પ્રજાતિના વૃક્ષો મોટી, લીસી અને દળદાર બદામ ઉત્પન્ન કરે છે. તેના ફળોમાં ૬૦-૬૫% ખાધ્ય દ્રવ્ય હોય છે. જ્યારે ટ્યુઓનો પ્રજાતિ જાડી, રેશાદાર ફળો ધરાવે છે તેમાં માત્ર ૩૨% ખાધ્ય દ્રવ્ય હોય છે. જો કે જાડી છાલ ધરાવતા ફળોનો ફાયદો પણ હોય છે. ટ્યુઓનો પ્રજાતિની જાડી છાલ તેના બીને નેવલ ઑરેંજવોર્મ જેવા કીટકથી બચાવે છે. એ આર એસ ના સંશોધકોએ નોન પેરોલી અને ટ્યુઓનો પ્રજાતિમાંથી નવી સંકરીત પજતિ વિકસાવી છે જે સ્વયં પરાગનયન કરે છે અને સારી ગુણવત્તા પણ ધરાવે છે. [૨૧] સ્વ-પરાગનયન કરતા બદામના ફળોની સંકરીત જાતિઓ ઉચ્ચ ગુણવત્તા, છાલનો સુંદર રંગ , સ્વાદ અને સોડમ ધરાવે છે .[૨૦]

મીઠી અને કડવી બદામ

મીઠી બદામનું ફૂલ ખીલેલું વૃક્ષ
કડવી બદામનું ફૂલ ખીલેલું વૃક્ષ

"પ્રૂનસ ડલ્સીસ" વાર્ "ડલ્સીસ" મોટે ભાગે મીઠી હોય છે,[૨૨][૨૩] જો કે અમુક વૃક્ષો થોડી કડવી બદમો પન પેદા કરે છે. "પ્રૂનસ ડલ્સીસ" વાર્ "આમારા" મોટૅ ભાગે કડવા હોય છે. તેઓ જરદાલુ, પીચ અને ચેરીની ના ફળોનું ઠળીયાનું બીજ હોય છે.

કડવી બદામ મીઠી બદામ કરતા ટૂંકી અમે પહોળી હોય છે, અને મીઠી બદામ કરતાં ૫૦% જેટલું તેલ ધરાવે છે. આ સાથે બદામ ઇમલ્સીન નામનું એક ઉર્વરક કે એન્ઝાઈમ ધરાવે છે જે પાણીની હાજરીમાં દ્રાવ્ય ગ્લુકોસાઇડ એમીગેડલીન પર ક્રિયા કરે છે. અને ગુકોઝ અને સાયનાઈડ બનાવે છે અને તે બદામના તેલનું શુદ્ધ બેન્ઝાલ્ડીહાઈડ હોય છે. કડાવી બદામમાંથી ૪-૯ મિ.ગ્રા. હયડ્રોજન સાયનાઈડ મળે છે.[૨૪][૨૫] એક સમયે કડવી બદામનો અર્ક દવા તરીકે વપરાતો હતો, જોકે તેની અત્યંત અલ્પ માત્રામાં કેમકે મોટી માત્રામાં આપતાં તે જાનલેવા સાબિત થઈ શકે છે. અને તેને વાપરતા પહેલાં તેમાંથી સાયનાઈડ કાઢવું પડે છે. [૨૬]

આર્થિક રીતે ઉગાડવામાં આવતી "મીઠી બદામ" હોય છે.

ખાદ્ય વપરાશ

સ્મોક્ડ અને ખારી બદામ

બદામના સીધી, શેકીને કે મીઠામાં શેકીને ખારી બદામ તરીકે ખવાય છે તે ઉપરાંત વિવ્ધ વાનગીઓની બનાવટમાં પન તેને વાપરવામાં આવે છે. બદામ વિવિધ રૂપોમાં મળે છે જેમ કે આખી, કાતરેલી, બદામ નું બટર (માખણ), બદામનું દૂધ અને બદામનું તેલ વગેરે. આ વિવિધ રૂપોને મીઠાઈ અને ફરસાણમાં વાપરવામાં આવે છે.

અન્ય નટ (શિંગ કે બી)ની જેમ બદામને પણ નાસ્તા, મીઠાઈ (ખાસ કરીને મ્યુસ્લી) કે આઈસક્રીમ આધારિત વાનગીઓ પર છાંટવામાં આવે છે. બદામને મુક્ય રીતે મર્ઝીપન, નોગૅટ, પેસ્ટ્રીઓ, કૂકી મેકેરૂન અને કેક જેવી પશ્ચિમી વાનગીઓ બનાવવા થાય છે. બદામમાંથી પીનટ બટર (શિંગનું માખણ) જેવું જ બદામ માખણ બનાવવા માટે પણ થાય છે. પીનટ બટર પ્રત્યે એલર્જી ધરાવતા લોકો આ બટર ખાય છે. આ બટરનો સ્વાદ મીઠાશ ભર્યો હોય છે આથી પણ ઘણાં લોકો આને પસંદ કરે છે. જ્યારે બદામનું ગળ કાચું હોય છે ત્યારે પાન્ તેના ફળને ફોડી અંદરની કાચી બદામને ખાઈ શકાય છે. ત્યરે બદામ થોડી ખાટી કે તૂરી હોય છે. પણ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તે પ્રખ્યાત ખાદ્ય પદાર્થ છે. તેના ખાટા તૂરા સ્વાદને સમતોલ કરવા તેને મીઠા સાથે ખવાય છે. ઉત્તર ગોળાર્ધમાં મધ્ય એપ્રિલથી મધ્ય જૂન સુધી ઉપલબ્ધ હોય છે. ચૂંટી કાઢીને ખારાશમાં આથીને ફળ લાંબા સમય સુધી સાચવી શકાય છે.[૨૭]

મેક્સિકોની ક્રીમ ઑફ આલ્મંડ નામની મદિરા (૨૦મી સદીની શરૂઆત)
મર્ઝીપૅન એ બદામના લોટમાંથી બનતી પ્રખ્યાત મીઠાઈ. તેને વિવિધ આકાર આપવામાં આવે છે. પૅરિસની એક દુકાનમાં ગોઠવેલા મરીપૅન.
  • ચીનમાં બદામ વાપરી એક ખાસ મીઠાઈ બનવાય છે, જેમાં તેને દૂધ સાથે મિશ્ર કરી ગરમ પીરસાય છે.
  • ગ્રીસમાં પલાળી કે બ્લાન્ચ કરેલી બદામની છાલ કાઢીને તેના ગરમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યાં આને એમીગ્ડાલોટા કહે છે. તેના સફેદ રંગને કારણે બદામની મોટાભાગની મીઠાઈઓને લગ્નની મીઠાઈ ગણાય છે. અને લગ્નમાં પીરસાય છે. આ સિવાય બદામમાંથી સૌમાદા નામનું એક પીણું પણ બનાવવામાં આવે છે
  • ઈરાનમાં બદમને મીઠામાં બોળીને રસ્તે ચાલતા શેરીના નાસ્તા તરીકે ખવાય છે ત્યાં આને ચાકેલ બાદામ કહે છે. આ સિવાય નાના બાળકો માટેનો હરીરે બાદામા નામનો ખાદ્ય પદાર્થ પણ બાદામ માંથી બને છે. આ ઉઅપરાંત અમુક મીઠાઈ માં અને શણગારવા માટે પણ બદામ વપરાય છે. ઈરાનમાં નવા વર્ષના દિવસે કે અન્ય વિશેષ દિવસે બદામને શેકીને ખવાય છે.
  • ઈટલીમાં જરદાલુના ઠળીયામાંથી નીકળતું બીજ અમારેતી નામની વાનગીનો આધાર હોય છે. [૨૮][૨૯] બદામ મેકેરુન્સ એ એક જાણીતી મીઠાઈ છે. પારંપારિક રીતે કુકીઝની બનવટમાં અલ્પ માત્રામાં (૧૦-૨૦%) જેટલી કડવી બદામ ઉમેરવામાં આવે છે. આર્થિક ઉત્પાદનમાં આજકાલ કડવી બદામને બદલે જરદાલુના ઠળીયાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. ટોરોન નામની મીઠાઈમાં બદામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્યુગ્લીઆ અને સિસિલીમાં પાસ્ટા દી મેન્ડોર્લે એટલેકે કે બદામની પેસ્ટનો ઉપયોગ અમુક નરમ કેક બનાવવામાં થાય છે. આ કેકેને પ્રાય: જૅમ, પિસ્તા ને ચોકલેટથી સજાવવામાં આવે છે. સિસિલીમાં બદમ દૂધ ઉનાળનું એક લોકપ્રિય પેય છે.
  • મોરોક્કોમાં બદામમાંથી બનતી પેસ્ટને વિવિધ મિઠાઈઓમાં વાપરવામાં આવે છે તેમજ પેસ્ટ્રીની વચ્ચે ભરવામાં આવે છે. અમુક નિરામીષ વાનગીનોને બ્લાન્ચ કરેલી બદમને તળીને સજાવવામાં આવે છે. બદામનું દૂધમાં બનાવાઉં શરબત લગ્ન જેવા અવસ્રોએ પીરસાય છે અમુક હોટલમાં પણ તે મળે છે. મોરોક્કોનાવાયવ્ય પ્રાંત બેર્બર અને એસુએરાનામના ક્ષેત્રમાં બદામ, આરગન તેલ અને મધમાંથી બનાવેલ સ્પ્રેડ પ્રચલિત છે. મોરોક્કોમાં લાબો સ્મય ટકનારું અને સ્વાસ્થ્ય વર્ધક સેલોઉ નામનું એક મીઠું ફરસાણ બનાવાય છે જેમાં બદામની પેસ્ટને શેકેલા લોટ, મધ, ઓલીવનું (જૈતુન) તેલ કે માખણ વરિયાલી અને અન્ય પદાર્થ મેળવીને બનાવાય છે.
  • ભારતીય ઉપમહાદ્વીપમાં ખાનપાનમાં પસંદા પ્રકારના શાક બનાવવા માટૅ બદામની ગ્રેવીનો ઉપયોગ થાય છે. આ સિવાહ બદમનો હલવો (કે શિરો) બનાવાય છે. ઘણી મીઠાઈઓને સજાવવા બદામની કતરીઓ વપરાય છે. ઠ્ંડક અપાવતા પીણા જેમકે ઠંડાઈ આદિમાં બદામ વપરાય છે. ભાંગ બનાવવા પણ બાદામ વપરાય છે. પાકિતાનામાં શરબત-એ-બદામ નામે એક લોકપ્રિય ઉનાળી શરબત બનાવાય છે. ત્યાં ખારી બદામ નાસ્તા તરીકે ખવાય છે.

બદામ પર પ્રક્રિયા કરીને બદામ દૂધ પણ બનાવવામાં આવે છે. બદામનો લીસો ગર, હલકો સ્વાદ અને હલકા રંગને કારને તે દૂધ જેવા ડેરી પદાર્થના વિકલ્પ તરીકે ઉપયોગિ છે. લેક્ટોસ પ્રત્યે એલર્જી ધરાવતા સંવેદન શીલ લોકો અને વેગન લોકો માટે માટે તે સોય (સોયાબીન) મુક્ત ખાદ્ય પદાર્થ પૂરો પાડે છે. બદામમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા માટે કાચી, બ્લાન્ચ કરેલી અને હળવી શેકેલી બદામો ઉપયોગમાં લેવામાં આવે છે. આમંની અમુક પદ્ધતિઓ સોય મિલ્ક ઉત્પાદન જેવી હોય છે જ્યારે અમુક પદ્ધતિ ઉષ્ણતા રહિત હોય છે આવી પદ્ધતિઇથી મેળવાયેલ દૂધ કાચા દૂધ જેવું હોય છે.

માર્કોના બદામની પ્રજાતિ અન્ય પ્રજાતિથી ભિન્ન પડે છે.અને આમને તે નામે જ વેચાય અપાય છે .[૩૦] આના બી ટૂંકા, ગોળ, વધુ મીઠી અને નમણી હોય છે લાંબા સમયથી આમને સ્પેનમાં ઉગાડવામાં આવે છે. આનો ઠળિયો ઘણો સખત હોય છે.[૩૦] માર્કોના બદામને પ્રાય: હલકી તલીને ખવાય છે. આ સિવાય સ્પેનીશ રસોઈયાઓ તેમાંથી એક ટ્યુરૉન નામની એક મીઠાઈ બનાવે છે.

બદામનો લોટ

રસોઈ અને બેકિંગમાં ઘઉંના ગ્લુટેન મુક્ત વિકલ્પ તરીકે બદામનો લોટ વાપરવામાં આવે છે.[૩૧]

બદામ સિરપ

પ્રાચીનકાલથી બદમ સિરપ એ જવના પાણીમાં કે સાકરમાં કે ઓરેઞ ફ્લાવર વૉટરમાં સાચવી રખાતી કડવી કે મીઠી બદામ હોય છે.૧૯૧૧ના ગ્રોસરસ્ એનસાયક્લોપીડિયા નામના પુસ્તકમાં જણાવ્યું છે કે બદામ સિરપમાં ૧૦ ભાગ મીઠી બદામ અને ત્રણ ભાગ કડવી બદામ લેવાય છે. જોકે કડવી બદામમાં સાયનાઈડની હાજરીને કારણે હાલમાં માત્ર મીઠી બદામ નખાય છે.

પોષક તત્વો

Almonds, unroasted
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ2,408 kJ (576 kcal)
કાર્બોદિત પદાર્થો
21.7
કાંજી0.74
શર્કરા
લેક્ટોઝ
3.89
0.0
રેષા12.2
49.42
સંતૃપ્ત ચરબી3.73
નત્રલ (પ્રોટીન)
21.22
વિટામિનો
વિટામિન એ
બિટા કેરોટીન
lutein zeaxanthin
(0%)
1 μg
1 μg
વિટામિન એ1 IU
થાયામીન (બી)
(18%)
0.211 mg
રીબોફ્લેવીન (બી)
(85%)
1.014 mg
નાયેસીન (બી)
(23%)
3.385 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(9%)
0.469 mg
વિટામિન બી
(11%)
0.143 mg
ફૉલેટ (બી)
(13%)
50 μg
Choline
(11%)
52.1 mg
વિટામિન ઇ
(175%)
26.2 mg
વિટામિન કે
(0%)
0.0 μg
મિનરલ
કેલ્શિયમ
(26%)
264 mg
તાંબુ
(50%)
0.99 mg
લોહતત્વ
(29%)
3.72 mg
મેગ્નેશિયમ
(75%)
268 mg
મેંગેનીઝ
(109%)
2.285 mg
ફોસ્ફરસ
(69%)
484 mg
પોટેશિયમ
(15%)
705 mg
સેલેનિયમ
(4%)
2.5 μg
સોડિયમ
(0%)
1 mg
જસત
(32%)
3.08 mg
અન્ય ઘટકો
પાણી4.7
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA[૩૨]

બદામ ૨૬% કાર્બોદિત પદાર્થ ધરાવે છે. (તેમાં ૧૨% પાચક રેષા, ૬.૩% સાકર, ૦.૭% કાંજી હોય છે અને બાકીના વિવિધ પ્રકરના કાર્બોદિત પદાર્થ હોય છે.) આને કારણે તેમાંથી બનતી કેક અને કુકીઝ અલ્પ કાર્બોદિત પદાર્થ ધરાવે છે. બદામ ના ૧ કપ લોટમાં ૨૦ ગ્રામ કાર્બોદિત પદાર્થ હોય છે તેમામ્ ૧૦ ગ્રામ પાચક રેષા અને ૧૦ ગ્રામ કાર્બોદિત પદાર્થ હોય છે. આને કારણે ઓછા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થ લેનારા લોકો માટે બદામનો લોટ ઉઅપ્યોગિ હોય છે.

બદામ એ વિટામિન ઈનો સમૃદ્ધ સ્રોત છે. ૧૦૦ ગ્રામ બદામમાંથી ૨૬ ગ્રામ વિટામિન ઈ મળે છે. કાચી બદામનો ૨૦% ભાગ ઉચ્ચ કક્ષાનું પ્રોટીન હોય છે, તેમાંનો ત્રીજો ભાગ આવશ્યક ઍમિનો એસિડ હોય છે. બદામનો એક ઔંસ દૈનિક પૃટીન જરૂરિયાતનો ૧૨% ભાગ ધરાવે છે. આ સિવાય બદામ પાચક રેષા, વિટામિન બી, આવશ્યક ક્ષારો, મોનોસેચ્યુરેટેડ ચરબીનો ઉત્તમ સ્રોત છે, મોનોસેચ્યુરેટેડ ચરબી એ હાનિકારક એવા એલડી એલ કોલેસ્ટ્રોલના નિયંત્રનમાં મદદ કરે છે. અન્ય શિંગો અને બીજની માફક બદામ પણ ફાયટોસ્ટેરોલ ધરાવે છે જેઓ કોલેષ્ટ્રોલ ઘટાડાવાનો ગુણધર્મ ધરાવે છે.

ઍમિનો એસિડપ્રતિ ૧૦ ગ્રામ બદામમાં પ્રમાણ
ટ્રીપ્ટોફેન(Tryptophan)0.21
થ્રેઓનાઈન(Threonine)0.6
લિસાઈન(Lysine)0.58
લ્યુસાઈન(Leucine)1.49
આઈસોલ્યુસાઈન (Isoleucine)0.70
મેથીઓનાઈન (Methionine)0.15
સિસ્ટાઈન (Cystine)0.19
ફેનીલેલેનાઈન (Phenylalanine)1.12
ટાયરોસાઈન (Tyrosin)0.45
વેલાઈન (Valine)0.82
અર્જીનાઈન (Arginine)2.45
ગ્લુટેમિક એસિડ (Glutamic acid)6.81
ગ્લિસાઈન(Glycine)1.47
ઍસ્પાર્ટીક ઍસિડ (Aspartic acid)2.91

બદામ ખાવાથે સ્વાસ્થ્ય લાભ જાણીતા છે પણ તેને વૈજ્ઞાનિક રીતે સાબિત નથી કરી શકાયા જેમ કે ત્વચા સુંદર (ગોરી) બનવી, અને કેન્સરના જોખમમાં ઘટાડો થવો. [૩૩] પ્રાથમિક સંશોધનથી જણાયું છે બદામ ખાવાથી રક્તમાં વધુ ઘન્ત્વ ધરાવતા લિપોપ્રોટીન માં વધારો થાય છે અને ઓછું ઘનત્વ ધરાવતા લીપોપ્રોટીનમાં ઘટાડો થાય છે.[૩૪][૩૫] પ્રાથમિક સંશિધનમાં એ પણ જણાયું છે બદામનો રોજ ખાવાથી હ્રાદય રોગ, કોલેષ્ટ્રોલ ને રક્તના લીપીડા સંબધી રોગનું જોખમ ઓછું થાય છે. [૩૬]

બદામ તેની છાલ નીચે પોલીફિનોલ ધરાવે છે આ દ્રવ્ય તેમાં ફ્લેવોનોલ, ફ્લેવન - ૩ હાયડ્રોક્સિબેન્ઝોઇક એસિડ અને ફ્લેવેનોન સ્વરૂપે હોય છે.[૩૭] જે અમુક ફળો અને શાકભાજી સમાન હોય છે.

બદામને કારણે એલર્જી થઈ શકે છે. બદામની અંદરના એલર્જીકારકો અને પીચની અંદરના એલર્જે કારકો વચ્ચે પ્રતિક્રિયાઓ સામાન્ય છે. બાદમને કારણે થતી એલર્જીમાં મોડામામ્ ચાંદા, કે દુખાવો, કે પૅતમાં દુખાવો કે શ્વશનમાં તકલીફ જેવા લક્ષણો હોઈ શકે છે.[૩૮]

બદામનું તેલ

બદામ એ તેલનો સમૃદ્ધ સ્રોત છે. સૂકી બદમમાં તેના દ્રવ્યનો ૩૬% થી ૬૦% જેટાલો ભાગ તૈલી હોય છે.[૩૯][૪૦] વેમ્કટચલા અને સાઠે દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ પ્રમાણે બદામમાં ૪૪ % તેલ હોય છે જેનો ૬૨% ભાગ મોનોસેચ્યુરેટૅડ ઓલેઈક એસિડ (ઑમેગા ૯ ફ્ટિ ઍસિડ) હોય છે,૨૯%ભાફ લીનઓલેઈક ઍસિડ (પોલીસેચ્યુરેટૅડ ઓમેગા ૬ એસિડ (આવશ્યક ફૅટિ એસિડ)) હોય છે, અને ૯% સેચ્યુરેટૅડ ફેટી એસિડ હોય છે. .[૪૧]

ઓલિયમ એમીગ્ડેલ નામે બદામમામ્થી એક તેલ કઢાય છે તે એકે સ્થાયી તેલ છે, તે સ્વાદે શિગ જેવું અને હલકી ગંધ ધરાવે છે. તે મદ્યાર્કમાં અદ્રાવ્ય હોય છે પણ ક્લોરોફોર્મ અને ઈથરમાં દ્રાવ્ય હોય છે. સૂકી બદામના બીજમાંતી બદામનું તેલ મેળવવામાં આવે છે. [૪૨]

બદામનું તેલ ત્વચા માટે ફાયદા કારક ગણવામાં આવે છે અને સદીઓથી મસાજ કરનારા શરીરના મસાજ માટે તે વાપરે છે. [૪૩]

ઑબેડ અને ક્લેરિએન્ટ જેવા વાદ્યો ના લાકડાના ભાગોને પાલિસ કરવા માટે પણ બદામનું તેલ વારાય છે..[૪૪]

એફ્લાટોક્સીન- વિષારી કરણ

અમુક અન્ય વૃક્ષોની માફક બદામના વૃક્ષને અમુક પ્રકારની ફૂગનું સંક્રમણ થતાં તેમાં ઝેરી દ્રવ્ય -એફ્લાટોકિસ્ન નિર્માણ થાય છે. .[૪૫] એફ્લાટોક્સીન એ કેન્સર કરનારા રસાયણો હોય છે. એસ્પેરજીલીયસ ફ્લેવસ અને એસ્પેરજીલીયસ પેરેસીટીકસ નામની ફૂગ આવા એફ્લાટોક્સીન નિર્માણ કરે છે. આ ફૂગનું સંક્રમણ મૃદા, જુની સંક્રમિત બદામો કે બદામન વ્રક્ષ પરના કીડા જેમકે નેવલ ઓરેઞ વોર્મ દ્વારા લાગુ પડે છે. આવી ફુગનું વધુ પ્રમાણ રાખોડી કે કાળા રંગની કવક સ્વરૂપે જોઈ શકાય છે. આવા સંક્રમીત વ્રક્ષની બદામ ખાવું જોખમી છે.

અમુક દેશોમાં શિંગોમાં એફ્લાટોક્સીનના પ્રમાણ પર કડક નિયંત્રન રખાય છે. બજારમાં તે શિંગ વેચાવા મુકતાં પહેલાં તેમં રહેલા એફ્લાટોક્સીનના પ્રમાણનું પરીક્ષણ કરાવવું ફરજિયાત હોય છે. દા.ત. યુરોપિયન યુનિયને ઠેરવેઆ ધારા પ્રમાણે ૨૦૦૭ પછી યુરોપિયન યુનિયનમાં લવાતી દરેક બદામી એફ્લાટોક્સિન ચકાસની ફરજિયાત છે. જો તેમાં ઠેરવેલા માનાંકથી વધુ એફ્લાટોક્સીન હોય તો તેના પર ફરી પ્રક્રિયા કરવા પાછી મોકલાય છે અથવા સંપૂર્ણ જથ્થો ફેંકીદેવાય છે.[૪૬][૪૭]

બદામના ઉધ્યોજકો તેમાં એફ્લાટોક્સીન ની ચકાસની કરીને તેવી બદમને બજાર સુધી પહોંચવા દેતા નથી. તેઓ તેના મૂળ સ્રોત, પસાર કારકો અને તેના નિર્મૂલનની દિશામાં પણ કાર્ય કરે છે. આમાં વાડીએ વ્યવસ્થાપન, શિયાળુ સ્વચ્છતા, વહેલી કાપણી, યોગ્ય સંગ્રહ જેવા પગથિયા લેવામાં આવે છે.

કેલિફોર્નિયાનું ફરજીયાત નિર્જંતુનીકરણ

બદામમાં સેમોનીલોસીસના અંશ મળ્યા પછી યુ. એસ. ડી. એ. એ બજારમાં વેચાતી બદામને નિર્જંતુનીકરણ કર્યા પછી વેચવાના પ્રસ્તાવને માન્યતા આપી છે. ૨૦૦૭માં આ પ્રક્રિયા કેલિફોર્નિયાની બદામ ઉત્પાદક કંપનીઓ માટે ફરજીયાત બની.[૪૮] ત્યાર બાદ યુ.એસ.માં પ્રક્રિયાવગરની બદામ મળતી નથી . "રો" (કાચી) એવું લેબલ ધરાવતી બદામને ખાધ પહેલાં વરાળમાં નિર્જંતુનીકરણ કરવી કે રાસાયણિક રીતે પ્રોપીલીન ઓક્સાઈડ સાથે પ્રક્રીયા કરીને વપરાશમાં લેવી જોઈએ. આ નિયમ આયાતી બદામને લાગુ પડતો નથી. [૪૯] or almonds sold from the grower directly to the consumer in small quantities.[૫૦] ઉત્તર અમેરિકાની બહર વેચવા જતી કાચી (વગર પ્રક્રીયા કરેલ) બદામ માટે આ નિર્જંતુનીકરણ પ્રક્રીયા જરૂરી નથી.

સાંસ્કૃતિક પાસું

અમુક સંસ્કૃતિઓમાં બદામને ખૂબ માન ભર્યું સ્થાન છે. આ વૃક્ષનું ઉદ્ગમ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં થયું છે,[૫૧] બાઈબલમાં તેનો ઘણી વખત ઉલ્લેખ થયેલો છે.

બાઈબલના ઓલ્ડ ટેસ્ટાઆમેંટમાં બદામ તેની વહેલાં ફૂલો આવવાને લીધે તને સતર્કતા ને વિશ્વાસનું પ્રતીક મનાતું હતું. બાઈબલમાં ૧૦ સ્થળોએ બદામના વૃક્ષનું વર્ણન છે.

ભારતમાં બદામને બુદ્ધિવર્ધક ગનાય છે, ચીનમાં તેને સહનશીલતા ને સ્ત્રી સૌંદર્યનું પ્રતીક મનાયછે.

References

Footnotes

બાહ્ય ક્ડીઓ

🔥 Top keywords: