ભવ્ય ગાંધી

ભવ્ય ગાંધી એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તે સબ ટીવી પર દર્શાવવામાં આવતી લોકપ્રિય ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ભજવેલા પાત્ર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ) માટે જાણીતા છે.[૧] તેમણે વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિના પછી ટપુની ભૂમિકા છોડી હતી. ધારાવાહિકમાં ફેબ્રુઆરી ૨૦૧૭ પછી ટપુની ભૂમિકામાં રાજ અનડકટે આવ્યા હતા.[૨]

ભવ્ય ગાંધી
જન્મ૨૦ જૂન ૧૯૯૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
વેબસાઇટhttps://www.bhavyagandhi.com/ Edit this on Wikidata

કારકિર્દી

ભવ્ય ગાંધી ટીપેન્દ્ર જેઠાલાલ ચંપકલાલ ગડા (સામાન્ય રીતે ટપુ તરીકે ઓળખાય છે), જે જેઠાલાલ ગડા અને દયા જેઠાલાલ ગડાના પુત્ર છે, જે ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં મુખ્ય પાત્રો છે. તેણે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૭ પર્યંત ટપુની ભૂમિકા ભજવી હતી.

ભવ્ય ગાંધીએ વર્ષ ૨૦૧૦માં હિંદી ચલચિત્ર સ્ટ્રાઈકરમાં બાળ કલાકાર તરીકે સુર્યકાંતની ભૂમિકા પણ ભજવી હતી. તેણે વર્ષ ૨૦૧૭માં ગુજરાતી સિનેમા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.

તેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ટપુની ભુમિકા છોડી, ફિલ્મ અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરવા તરફ પ્રયાણ કર્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં જણાવ્યા અનુસાર ભવ્ય જણાવે છે કે નિર્દેશકો-નિર્માતાઓ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકની તેની ભુમિકાને અવગણીને તેને ધ્યાનમાં લેશે.

તેણે ગુજરાતી ફિલ્મોમાં નવોદિત મુખ્ય અભિનેતા તરીકે પપ્પા તમને નહીં સમજાય દ્વારા પદાર્પણ કયું હતું, જે ૨૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ગુજરાતી ચલચિત્રમાં મનોજ જોષી, કેતકી દવે અને જ્હોની લિવરે પણ અભિનય કર્યો છે.

તેની આગામી ભુમિકા નમનરાજ પ્રોડક્શનના નિર્માણ ધર્મેશ મહેતા દ્વારા પ્રસ્તુત ગુજરાતી નાટ્ય ફિલ્મ બાપ કમાલ દિકરો ધમાલ માટે ધર્મેશ વ્યાસ, રાગી જાની અને અન્ય કલાકારો સાથે છે. હાલમાં તેઓ યુએસએ અને કેનેડા ખાતે કાર્યક્રમો રજુ કરી રહ્યા છે.

વ્યક્તિગત જીવન

ભવ્ય ગાંધી પોતાના માતા-પિતા સાથે મુંબઈ ખાતે રહે છે. સમય શાહ તેના પિતરાઇ ભાઇ છે, જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં તેના પડદા પરના મિત્ર ગુરુચરણ સિંહ સોઢી (ગોગી) તરીકે અભિનય કરી રહ્યા છે.

ટેલિવિઝન

વર્ષધારાવાહિકભૂમિકા
૨૦૦૮-૨૦૧૭તારક મેહતા કા ઉલ્ટા ચશ્માટીપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ)
૨૦૧૦કોમેડી કા ડેઇલી સોપપોતે

ફિલ્મોગ્રાફી

વર્ષશીર્ષકપાત્રભાષાસંદર્ભ
૨૦૧૦સ્ટ્રાઈકરસુર્યકાંત (બાળ)હિન્દી
૨૦૧૭પપ્પા તમને નહીં સમજાયમુંજાલ મહેતાગુજરાતી[૩]
૨૦૧૮બાપ કમાલ દિકરો ધમાલવિવિધ પાત્રોગુજરાતી[૪]
૨૦૧૯બા ના વિચારવરૂણગુજરાતી
૨૦૨૧તારી સાથેગુજરાતી

સન્માન

વર્ષપુરસ્કારશ્રેણીકાર્યક્રમપરિણામ
૨૦૧૦ભારતીય ટેલી એવોર્ડ્સસૌથી વધુ લોકપ્રિય બાળ કલાકાર (પુરુષ)તારક મેહતા કા ઉલ્ટા ચશ્માWon
૨૦૧૧ઝી ગોલ્ડ એવોર્ડશ્રેષ્ઠ બાળ કલાકાર
૨૦૧૨સબ કે અનોખે એવોર્ડસબ સે અનોખા બચ્ચા
૨૦૧૩ઝી ગોલ્ડ એવોર્ડશ્રેષ્ઠ બાળ કલાકાર
૨૦૧૬સબ કે અનોખે એવોર્ડશ્રેષ્ઠ પુખ્ત બાળક અભિનેતાતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
૨૦૧૬નિકલડિયોન કીડ્સ ચોઇસ એવોર્ડશ્રેષ્ઠ બાળ મનોરંજક

સંદર્ભો

બાહ્ય કડીઓ