મોરીટેનીયાનો રાષ્ટ્રધ્વજ

મોરીટેનીયાનો રાષ્ટ્રધ્વજ એ મોરીટેનીયાના ધ્વજ માટે વપરાતું સર્વસામાન્ય નામ છે. ધ્વજને એપ્રિલ ૧, ૧૯૫૯ના રોજ અપનાવાયો હતો.[૧] તે મોકતાર ઉલ્દ ડાદાહના માર્ગદર્શન હેઠળ સ્વીકૃતિ પામ્યો હતો.[૨] તે રાષ્ટ્રધ્વજોમાં સૌથી અનોખો છે કારણ કે તે ધ્વજમાં વપરાતા સૌથી સામાન્ય રંગો લાલ, સફેદ અથવા ભૂરો એકપણ રંગ ધરાવતો નથી. આ પ્રકારનો અન્ય ધ્વજ ફક્ત જમૈકાનો રાષ્ટ્રધ્વજ છે.

મોરીટેનીયા
અપનાવ્યોએપ્રિલ ૧, ૧૯૬૯
રચનાલીલા પશ્ચાદભૂમાં ઉપરની તરફનો બીજનો ચંદ્ર અને સિતારો

આકૃતિ

મોરીટેનીયાનો લહેરાતો ધ્વજ

લીલો અને સોનેરી રંગ સમગ્ર આફ્રિકાના રંગો ગણવામાં આવે છે.[૩] લીલો રંગ ઇસ્લામનું પણ પ્રતિક ગણાય છે અને સોનેરી રંગ સહારાના રણનો પણ સૂચક છે. બીજનો ચંદ્ર અને સિતારો ઈસ્લામના સૂચક છે. ઈસ્લામ દેશની બહુમતી પ્રજાનો ધર્મ છે. કેટલાકના મતે લીલો રંગ ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસનો પણ સૂચક છે. ધ્વજના કદ અને તેના પર રહેલા ચિહ્નોના સ્થાન કે કદ વિશે કોઈ સત્તાવાર કાયદો નથી. પરંતુ ધ્વજ ૨:૩ આકારનો હોય છે.

કાયદાકીય આધાર

હાલના બંધારણમાં ૧૨ જુલાઈ ૧૯૯૧ના રોજ સ્પષ્ટતા કરાઈ છે કે:[૪]

રાજચિહ્નની જેમ નહિ પરંતુ ધ્વજની પરિભાષા આપવાનો કાયદાનો હક્ક છે અને તે આગળની કોઈ તારીખે જરૂર પ્રમાણે સ્પષ્ટતા કરાશે.[૫]

સામ્યતા ધરાવતા ધ્વજ

  • પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ
  • તુર્કીનો રાષ્ટ્રધ્વજ

સંદર્ભ

બાહ્ય કડીઓ