લખાણ પર જાઓ

અનસૂયા

વિકિપીડિયામાંથી
અનસૂયા
અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે આવેલા રામ. અત્રિ રામ અને લક્ષ્મણ સાથે વાત કરે છે અને તેમની પત્ની અનસૂયા સીતા સાથે વાત કરે છે.
માહિતી
જીવનસાથીઅત્રિ
બાળકોદુર્વાસા
ચંદ્ર
દાત્તાત્રેય
શુભાત્રેયી

અનસૂયા (સંસ્કૃત: अनसूया અર્થ: ઈર્ષ્યા અને જલનથી મુક્ત"), અથવા અનુસુયાહિંદુ દંતકથામાં અત્રિ નામના પ્રાચીન ઋષિની પત્ની હતા. રામાયણમાં, તેઓ ચિત્રકુટના જંગલના દક્ષિણ છેવાડે એક નાના આશ્રમમાં તેના પતિ અત્રિ સાથે રહેતા એવો ઉલ્લેખ છે. તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા અને હંમેશાં તપ અને ભક્તિનો અભ્યાસ કરતા હતા. આનાથી તેમને ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ હતી.

સીતા અને રામ જ્યારે તેમના વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનસૂયા તેમની ખૂબ સંભાળ રાખતા હતા અને તેમણે સીતાને એક લેપ આપ્યો હતો જેથી તેમની સુંદરતા કાયમ જળવાઈ રહે.[૧] તેઓ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવનો અવતાર - દત્તાત્રેય ; શિવનો અવતાર - ક્રોધી ઋષિ દુર્વાસા અને બ્રહ્માનો અવતાર એવા ચંદ્રાત્રિ (ચંદ્ર)ની માતા હતા. તેઓ ઋષિ કર્દામા અને તેની પત્ની દેવહુતિની પુત્રી હતા. ઋષિ કપિલ તેમના ભાઈ અને શિક્ષક હતા. તેઓ સતી અનુસુયા - પવિત્ર પત્ની અનુસુયા તરીકે પણ ઓળખાય છે .

વ્યુત્પત્તિશાસ્ત્ર

અનસૂયા એ નામ બે ભાગોનો બનેલી છે. અન એ નકારાત્મક ઉપસર્ગ છે અને અસૂયા એટલે ઈર્ષ્યા. આથી તેનો અર્થ અનસુયા ઇર્ષ્યા અથવા જલનથી મુક્ત એવો થાય છે

અનુસુયા અને અત્રિની વાર્તા

ભાગવત પુરાણ સ્કંદ - ૩ માં અનસૂયાના પરિવારની વાર્તા છે. ઋષિ કર્દમાએ સ્વયંભુ મનુની પુત્રી દેવહુતિ સાથે લગ્ન કર્યા. તેમના દસ સંતાનો હતા, એક પુત્ર કપિલ મહર્ષિ (ભગવાન વિષ્ણુનો અવતાર) અને નવ પુત્રીઓ. તે નવ પુત્રીમાં અનુસુયા એક હતી. દરેક પુત્રીનાં લગ્ન ઋષિ સાથે થયાં હતાં અને અનસૂયાનાં લગ્ન અત્રિ મહર્ષિ સાથે થયાં હતાં. [૨]

ત્રિદેવની પરીક્ષા

અનસુયા ત્રિદેવને ખવડાવતા

નારદ મુનિએ તેમના સ્તોત્રો અને છંદોમાં દેવી અનસૂયાની પ્રશસ્તિ કરી હતી, જેને સાંભળી દેવી લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની માતા અનસૂયા પાસેથી પતિવ્રત જાણવાની ઇચ્છા થઈ. તેઓએ તેમના પતિઓને વિનંતી કરી કે તેઓ જઇને માતા અનસૂયાની પરવાનગી લઈ આવે જેથી દેવીઓ માનવ સ્વરૂપે તેમની મુલાકાત લઈ શકે. આથી ત્રિદેવ (વિષ્ણુ, શિવ અને બ્રહ્મા) ઋષિના વેશમાં અનુસુયા પાસે ગયા અને ભિક્ષાના રૂપમાં તેમની પત્નીઓને મુલાકાત આપવા માટે પરવાનગી માંગી. અનસૂયાની આંખોમાં રહેલા માતૃત્વના પ્રેમને કારણે ત્રિદેવ નાના બાળકોમાં ફેરવાઈ ગયા. ત્રણેય દેવીઓ તેમના પતિઓની પાછા ફરવાની રાહ જોતી હતી અને જ્યારે તેઓ પાછા ન ફર્યા ત્યારે દેવીઓ અનુસુયાની ઝૂંપડીમાં ગયા અને ત્રિદેવને બાલસ્વરૂપમાં જોયા. દેવીઓએ અનુસુયાને વિનંતી કરી કે ત્રિદેવને તેમની પુનઃસ્થાપિત કરવા લાવવામાં દેવીઓ એ વિનંતિ કરી. એક સંસ્કરણ મુજબ, ત્યાર બાદ ત્રિદેવ અનૂસુયાના ત્રણ મોં ધરવતા પુત્રમાં ફેરવાઈ ગયા.

ભાગવત પુરાણની એક હસ્તપ્રત જેમાં અત્રિ અને અનસૂયાની ત્રિદેવ સાથીની મુલાકાત દર્શાવાયેલ છે (PHP 4.1.21-25) (કાગળ, ૧૮ મી સદીના અંતમાં, જયપુર )

પ્રતિષ્ઠાનનો કૌશિક નામનો બ્રાહ્મણ, બ્રાહ્મણ હોવા છતાં અને શ્રદ્ધાળુ પત્ની હોવા છતાં વેશ્યાની મુલાકાત લેતો હતો. પછીથી જ્યારે તેને રક્તપિતનો ચેપ લાગ્યો, ત્યારે વેશ્યાએ તેને મળવાનું બંધ કરી દીધું, અને તેની પત્નીની પાસે પાછા ફરવા જણાવ્યું, જે હજી પણ તેની ચિંતા કરતી હતી. કપિલ હજી પણ વેશ્યાના સ્નેહ માટે ઝંખતો હતો અને એક દિવસ તેણે પોતાની પત્નીને વેશ્યા પાસે લઈ જવા કહ્યું. તે શહેરમાં, ઋષિ માંડવ્યને ગુનેગારની જગ્યાએ સજા આપી જંગલમાં ખીલાની શૈયા પર સુવડાવી બાંધી દેવાયો હતો. રાત્રે કપિલની પત્ની તેના પતિને વેશ્યા પાસે લઈ તે જ અંધારા જંગલમાં દોરી જતી હતી ત્યારે શૈયા પર સુતેલા કૌશિક ઋષિની કપિલની અડફેટ લાગી. આથે ક્રોધે ભરાઈ કપિલ ઋષિએ કૌશિકને આવનાર સૂર્યોદય પહેલા મૃત્યુ પામવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપને રોકવા માટે, કૌશિકની પત્નીએ તેના પ્રેમની શક્તિથી સૂર્યોદય અટકાવ્યો જેથી સ્વર્ગમાં બુમારણ મચી ગઈ. દેવતાઓ મદદ માટે બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા અનાસૂયા પાસે ગયા, અને તેમને કૌશિકની પત્નીને સમજાવી સૂર્યોદયની મંજૂરી આપવા માટે કહ્યું. અનસૂયાએ કૌશિકની પત્નીને સૂર્ય ઉગવા દેવાની સમજાવી અને શ્રાપની અસર પછી કૌશિકને પણ જીવંત કર્યા. બ્રહ્મા અનુસૂયાથી ખૂબ ખુશ થયા અને તેમણે અનૂયાની કૂખે ચંદ્રત્રી સ્વરૂપે જન્મ લીધો.

અમુક સમય બાદ, રાહુએ સૂર્યને ગ્રસિત કર્યો અને આખા વિશ્વને અંધકાર મય બનાવી દીધો. અત્રિ, ઘણાં વર્ષોની કઠોરતા દ્વારા મેળવેલી શક્તિઓ દ્વારા રાહુના પાશમાંથી સૂર્યને છોડાવ્યો અને વિશ્વને પ્રકાશ આપાવ્યો. દેવતાઓ પ્રસન્ન થયા અને શિવ અને વિષ્ણુ અત્રિ અને અનુસૂયાને ઘેર દુર્વાસા અને દત્તાત્રેય તરીકે જન્મ્યા.

એક અન્ય દંતકથા અનુસાર, અત્રિએ કુલા પર્વત પર એક કઠોર તપસ્યા કરી જેથી સમગ્ર વિશ્વને આગ લાગી ગઈ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તેમનાથી પ્રભાવિત થયા અને તેમને વરદાન આપ્યું. અત્રિએ તેમને તેમના બાળકો તરીકે જન્મ લેવાનું કહ્યું. બ્રહ્મા પુરાણ અનુસર, અત્રિએ ત્રણ પુત્રો અને એક પુત્રી શુભત્રેયીની માંગ કરી.

સતી અનુસૂયા આશ્રમ

અનુસૂયા આશ્રમ ખાતે મંદાકિની નદીનો દેખાવ

સતી અનુસુયા આશ્રમ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આવેલો છે, જે મંદાકિની નદીની ઉપર તરફના ભાગમાં સ્થિત છે. તે શહેરથી ૧૬ કિ.મી. ગાઢ જંગલ અને પક્ષીઓની મધુર સંગીત વચ્ચેસુયોજિત છે. અહીં ઋષિ અત્રિ, તેમની પત્ની અનુસુયા અને તેમના ત્રણ પુત્રો (જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના ત્રણ અવતારો હતા) રહેતા અને તપ કરતા હોવાનું કહેવાય છે.

વાલ્મિકીએ રામાયણમાં વર્ણન કર્યું છે કે એક સમયે ચિત્રકૂટમાં દસ વર્ષથી વરસાદ પડ્યો ન હતો. સખત દુકાળ પડ્યો અને પ્રાણીઓ અને પક્ષીઓને ખાવા-પીવા માટે કંઈ જ બચ્યું નહીં. સતી અનસૂયાએ સખત અને સઘન તપ સાધના કરી અને મંદાકિની નદીને પૃથ્વી પર ઉતારી હતી. આને પરિણામે અહીં લીલોતરી અને જંગલો વધ્યા અને સર્વ ઋષિઓ અને પ્રાણીઓના પીડા દૂર થઈ. [૩]

સતી અનુસુઆ આશ્રમ, હાલમાં એક ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે જ્યાં પર્વતોમાંથી વિવિધ પ્રવાહો ભેગા થાય છે અને મંદાકિની નદી બનાવે છે. એવું કહેવામાં આવે છે કે સીતા અને રામ પણ મહર્ષિ અત્રિ અને સતી અનુસુયાને મળવા આ સ્થળે ગયા હતા. અહીં સતી અનુસુયાએ સીતાને સતીત્વની ભવ્યતા અને મહત્વ મજાવ્યું. દંડકના ગાઢ જંગલો આ સ્થાનથી શરૂ થાય છે. આ જંગલો પર તે સમયે રાવણનું શાસન હતું. રાવણે તેના શાસકો તરીકે ખર અને વિરાધ જેવા શક્તિશાળી રાક્ષસોની નિમણૂંક કરી હતી. આ સ્થાનને રાક્ષસોના આતંકથી ગ્રસ્ત હતું. [૪]

પ્રસાર માધ્યમોમાં

અનસૂયાની વાર્તા પર ભારતની વિવિધ ભાષાઓમાં ફિલ્મો બની છે. સતી અનાસુયા નામની બે તેલુગુ ફિલ્મો ૧૯૫૭ અને ૧૯૭૧ માં બની હતી. ૧૯૫૭ ની ફિલ્મનું નિર્દેશન કડારુ નાગભૂષણમે કર્યું હતું [૫] અને તેમાં અંજલિ દેવી અને ગુમમદી વેંકટેશ્વર રાવ અભિનેતા હતા . ૧૯૭૧ની ફિલ્મનું નિર્દેશન બી. એ. સુબ્બા રાવે કર્યું હતું . [૬] જમુના રામારાવે અનસૂયા, શારદા રમાએ સુમતિ અને તાડેપલ્લી લક્ષ્મી કાન્તા રાવે અત્રિની ભૂમિકા ભજવી હતી. પી. અદીનારાયણ રાવે સંગીત આપ્યું હતું. ૧૯૬૬માં કન્નડ ભાષામાં પણ આ ફિલ્મ બની હતી જેમાં પંડારી બાઇએ અનસૂયાની ભૂમિકા ભજવી હતી અને કે.એસ. અસ્વથે અત્રિ અને એસ રાજકુમારે નારદ મુનિની ભૂમિકા નિભાવી હતી. જે ત્રિદેવના પત્નીઓના ખોટા અભિમાનને દૂર કરવામાં મદદ કરતા હતા. અનસૂઆની ચકાસણી કરવા માટે, ત્રિદેવે ભિક્ષા લેવા પહેલા શરત મૂકી કે તેઓ શરીર પર વસ્ત્ર વિના જ ખોરાક લેશે. અનસુયાએ ઋષિના રૂપમાં આવેલા ત્રિદેવોને બાળકો માં પરિવર્તીત કરી દીધા તેમને ગોળિયામાં મૂકી અને 'આદિ દેવા આદિ મૂલા આદી બ્રહ્મા જો જો' ગાતા ગાતા ખવડાવે છે. ત્યારે અત્રિ પણ ત્યાં આવે છે. અને પોતાની સર્વ શક્તિઓ બાજુએ મૂકી અમસોયાના હાથે ભોજન લેતા ત્રિદેવને નિહાળે છે.

સંદર્ભ

  • જ્હોન ડોવસન દ્વારા હિન્દુ માન્યતા અને ધર્મ વિષયની શબ્દકોશ
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી