અમરાવતી (આંધ્ર પ્રદેશ)

આંધ્રપ્રદેશની આયોજિત રાજધાની

અમરાવતી એ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યની રાજધાની છે. આ સુનિયોજીત શહેર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે વસેલું છે.[૫] આ શહેર આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્રની અંદર આવેલું છે, જે ૨૧૭ ચો.કિ.મી.ના વિસ્તારમાં રિવરફ્રન્ટ પર બાંધવામાં આવ્યું છે, જેમાં ૫૧% ગ્રીન સ્પેસ અને ૧૦% જળાશયો છે.[૬][૭] શહેરના નામનો "અમરાવતી" શબ્દ ઐતિહાસિક અમરાવતી મંદિર નગર, જે સાતવાહન વંશના તેલુગુ શાસકોની પ્રાચીન રાજધાની હતું તેના પરથી રાખવામાં આવ્યું છે.[૮] ઓક્ટોબર ૨૨, ૨૦૧૫ના રોજ શહેરના નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દંડરાયુનિપાલિમ વિસ્તારમાં કરાયો હતો.[૯]

અમરાવતી
ધન્ય બુદ્ધ મુર્તિ, અમરાવતી મંદિર નગર
ધન્ય બુદ્ધ મુર્તિ, અમરાવતી મંદિર નગર
અમરાવતી is located in Andhra Pradesh
અમરાવતી
અમરાવતી
અમરાવતી is located in India
અમરાવતી
અમરાવતી
અક્ષાંશ-રેખાંશ: 16°32′28″N 80°30′54″E / 16.541°N 80.515°E / 16.541; 80.515
દેશભારત
રાજ્યઆંધ્ર પ્રદેશ
જિલ્લોગુંટુર
સરકાર
 • પ્રકારનિયોજક એજેન્સીઓ
 • માળખુંઅમરાવતી વિકાસ નિગમ લિમિટેડ
વિસ્તાર
 • શહેર૨૧૭.૨૩ km2 (૮૩.૮૭ sq mi)
 • મેટ્રો૮,૩૫૨.૬૯ km2 (૩૨૨૪.૯૯ sq mi)
વસ્તી
 (2011)[૩]
 • શહેર૧,૦૩,૦૦૦
 • મેટ્રો વિસ્તાર૫૮,૦૦,૦૦૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય પ્રમાણ સમય)
પિનકોડ
૫૨૦ ×××, ૫૨૧ ×××, ૫૨૨ ×××
વાહન નોંધણીએપી ૦૭
ભાષાઓતેલુગુ
વેબસાઇટઅમરાવતી અધિકૃત વેબસાઇટ

ઑક્ટોબર ૨૦૧૬ સુધીમાં, આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના મોટાભાગના વિભાગો અને અધિકારીઓ હવે અમરાવતીના વેલાગપુડી વિસ્તારમાં સ્થિત કાર્યાલયમાં કાર્યરત છે, હૈદરાબાદમાં ફક્ત માળખાગત સ્ટાફ જ બાકી છે.[૧૦] એપ્રિલ ૨૦૧૬ થી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે વેલાગપુડીથી તેનું કાર્ય શરૂ કર્યું. આંધ્ર પ્રદેશ વિધાનસભા માર્ચ ૨૦૧૭ સુધી હૈદરાબાદમાં રહી હતી, ત્યારબાદ તે વેલાગપુડીમાં નવી બાંધેલી વિધાનસભાની ઇમારતોમાં સ્થાનાંતરિત થઈ.[૧૧]

સંદર્ભો