અશેળિયો

અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ લેપિડિયમ સટાઇવમ (Lepidiumus sativum) છે. ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખાનદેશમાં તેમજ મુંબઈ-મહારાષ્ટ્રમાં તેની ખેતી કરવામાં આવે છે[૧]. આ ઉપરાંત વિશ્વમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્કેન્ડીનાવિયા ખાતે પણ તેની ખેતી કરવામાં આવે છે.[૨]

Garden cress
કૂમળા છોડ્
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Plantae
(unranked):સપુષ્પી
(unranked):દ્વિદળી
(unranked):રોઝીડ્સ
Order:બ્રાસિકેલ્સ
Family:બ્રાસિકેસી
Genus:લેપિડિયમ (Lepidium)
Species:સટાઇવમ (L. sativum)
દ્વિનામી નામ
લેપિડિયમ સટાઇવમ (Lepidium sativum)
લિનિયસ (L.)

અશેળિયાના છોડ એક વર્ષમાં એકથી બે ફૂટ જેટલા ઊંચા થાય છે, જેને નદી-નાળાના કિનારા પરની જમીન વધુ માફક આવે છે. તેનો પાક ફાગણ-ચૈત્ર મહિનામાં તૈયાર થાય છે. તેનાં મૂળ પાસેનાં પર્ણો લાંબી ડીંટડીવાળાં અને વિભાજીત હોય છે. ડાંડી પરનાં પર્ણો ડીંટડી વગરનાં અને સાંકડાં હોય છે, જેની ઉપર સફેદ રૂંછા જોવા મળે છે. તેનાં ફળ દોઢ ઈંચ લાંબી રેખા જેવાં હોય છે. ફળનાં દરેક ખાનામાં એક એક બીજ હોય છે.[૩][૪] આ બીજ નાનાં સળી જેવાં લાલ રંગનાં હોય છે. બીજને પાણીમાં પલાળવાથી ચીકણી લુગદી તૈયાર થાય છે.

રાસાયણિક ઘટકો

અશેળિયાનાં બીજમાં ઉડનશીલ સુગંધી તેલ, ક્રિયાશીલ તત્ત્વ તથા સ્થિર તેલ હોય છે. પંચાંગમાં આયોડીન, લોહ, ફોસ્ફેટ, પોટાશ, તિક્ત સત્વ, જળ અને ગંધક હોય છે.

ઔષધિય ઉપયોગ

આ વનસ્પતિનાં બીજનો ઉપયોગ ધાવણ-વૃધ્ધિ, કમર-પીડા, રાંઝણ, ધાતુપુષ્ટિ, આમવાત, મૂઢમારની પીડા, સોજો, ઊંચાઈ વધારવા જેવી તકલીફ વેળાએ કરવામાં આવે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ