કાશીનો દીકરો

ગુજરાતી ચલચિત્ર

કાશીનો દીકરો એ ૧૯૭૯નું એક ગુજરાતી ચલચિત્ર છે જેનું નિર્દેશન કાન્તિ મડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજીવ, રાગિણી, રીટા ભાદુરી, અને પ્રાણલાલ ખરસાણીએ અભિનય આપ્યો હતો. ફિલ્મનું નિર્માણ સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા દરિયાવ દિલ પરથી તૈયાર થયેલી આ ફિલ્મની પટકથા અને સંવાદો પ્રબોધ જોશીએ લખ્યા હતા. બરુન મુખરજી સિનેમેટોગ્રાફર હતા.[૧]

કાશીનો દીકરો
દિગ્દર્શકકાન્તિ મડિયા
લેખકપ્રબોધ જોશી
નિર્માતાસિને ઈન્ડીયા ઇન્ટરનેશનલ
કલાકારો
છબીકલાબરુન મુખરજી
સંગીતક્ષેમુ દિવેટિયા
રજૂઆત તારીખ
૧૯૭૯
અવધિ
૧૪૫ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

આ ફિલ્મમાં ક્ષેમુ દિવેટિયાએ સંગીત આપ્યું છે, જેમણે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન શ્રેણીમાં રાજ્ય ચલચિત્રનો પુરસ્કાર મેળવ્યો હતો.[૨][૩]

વાર્તા

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં કાશી છે. કાશીના લગ્ન એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થાય છે. તેના સાસુ મૃત્યુ વેળાએ તેના નાના દિકરા કેશવની જવાબદારી કાશીને સોંપે છે. કાશી પોતાના દિકરા શંભુ અને કેશવને સમાન રીતે ઉછેરે છે. કેશવ યુવાન થતાં તેના લગ્ન રમા સાથે થાય છે, પરંતુ લગ્નની રાતે જ સર્પદંશથી કેશવનું મૃત્યુ થઈ જાય છે. વિધવા દેરાણીને પોતાની પુત્રીની માફક ઉછેરતી કાશી તેના દુઃખમાં ભાગીદાર થવા સંસારસુખનો ત્યાગ કરે છે. સાંસારિક સુખના અસંતોષથી પીડાતો કાશીનો પતિ એક નબળી ક્ષણે રમાની એકલતાનો લાભ ઉઠાવી રમા પર બળાત્કાર કરે છે. સમાજમાં પરિવારની આબરુ સાચવવા કાશી પોતે ગર્ભવતી હોવાની વાત વહેતી મૂકી તેની દેરાણીને લઈને તીર્થયાત્રા પર ચાલી જાય છે. સુવાવડ બાદ કાશી, બાળક અને રમાને લઈને ઘરે પાછી ફરે છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં મરણ પથારીએ પડેલી કાશી તેના આ કહેવાતા બાળકને રમાને સોંપી મૃત્યુ પામે છે.[૪]

કલાકારો

ફિલ્મના મુખ્ય કલાકારોની યાદી :[૧]

  • રાજીવ
  • રાગિણી
  • રીટા ભાદુરી
  • ગિરીશ દેસાઈ
  • પ્રાણલાલ ખરસાણી
  • તરલા જોશી
  • લીલા જરીવાલા
  • વત્સલા દેશમુખ
  • મહાવીર શાહ
  • અરવિંદ વૈદ્ય
  • સરોજ નાયક
  • જગદીશ શાહ
  • પુષ્પા શાહ
  • જાવેદખાન
  • શ્રીકાંત સોની
  • દિલીપ પટેલ
  • કાંતિ મડિયા

સંગીત

કાશીનો દીકરોમાં બાલમુકુંદ દવે, રાવજી પટેલ, માધવ રામાનુજ, અનિલ જોશી અને રમેશ પારેખ દ્વારા લખાયેલા ગીતો છે.[૧]

કાશીનો દીકરો
સાઉન્ડટ્રેક
ક્ષેમુ દિવેટીયા
દ્વારા
રજૂઆત૧૯૭૯ (૧૯૭૯)
શૈલીફિચર ફિલ્મ સાઉન્ડટ્રેક
Labelસા રે ગા મા[૫]
ગીત સૂચિ
ક્રમશીર્ષકગીતગાયકઅવધિ
1."ગોરમાને પાંચે આંગળિયે"રમેશ પારેખહર્ષિદા રાવલ૩:૨૬
2."રુદિયાના રાજા"બાલમુકુન્દ દવેહર્ષિદા રાવલ, જનાર્દન રાવલ૧:૫૧
3."ઝીણા ઝીણા રે આંખેથી અમને"અનિલ જોશીકૌમુદી મુંશી, વિભા દેસાઈ૪:૦૧
4."રોઈ રોઈ આંસુ"માધવ રામાનુજવિભા દેસાઈ૨:૧૯
5."મારીઆંખે કંકુના સૂરજ"રાવજી પટેલરાસબિહારી દેસાઈ૫:૩૬
કુલ અવધિ:૧૭:૧૩

બાહ્ય કડીઓ

સંદર્ભ