દાંડી સત્યાગ્રહ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ધરાસણા સત્યાગ્રહનો એક ભાગ
(દાંડી કુચ થી અહીં વાળેલું)

દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચમહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૮ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.[૧] ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.[૨]

દાંડીમાં ગાંધીજી ૬ એપ્રિલ ૧૯૩૦

દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે ૨૫ માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો.[૩] મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા.[૪] જોકે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો.[૫]

પૂર્વતૈયારી

દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી અને સહયોગી પદયાત્રીઓ

૫ ફેબ્રુઆરીએ સમાચારપત્રોએ ખબર છાપી કે ગાંધીજી મીઠાના કાયદાને ભંગ કરી સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરશે. આ સત્યાગ્રહ ૧૨ માર્ચે શરૂ થશે અને ૬ એપ્રિલે મીઠાના કાયદાના ભંગ સાથે દાંડી ખાતે સમાપ્ત થશે.[૬] ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પ્રાર્થનાસભાઓમાં તથા પ્રેસના સીધા સંપર્કમાં નિયમિત નિવેદન બહાર પાડી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમના નિવેદનોથી તેમની ધરપકડ થવાની સંભાવના વધતી રહી. ભારતીય, યુરોપીયન તથા અમેરીકન સમાચારપત્રોના સંવાદદાતાઓ અને ફિલ્મ કંપનીઓ આ સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજી અહેવાલ માટે તૈયાર રહ્યાં.[૭]

કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોના બદલે પોતાના આશ્રમમાં પ્રશિક્ષિત સ્વયંસેવકો પર પસંદગી ઉતારી હતી.[૮] ૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી ૨૪ દિવસની કૂચ દરમિયાન રાત્રિરોકાણ, સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. કૂચ પહેલાં ગાંધીજીએ પ્રત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકો મોકલ્યા જેથી તે સ્થાનિકો સાથે મળીને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી શકે.[૯] પ્રત્યેક કાર્યક્રમને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચારપત્રોમાં પ્રકાશિત કરાયા.[૧૦]

૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો.[૧૧] વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દેતાં કૂચની તૈયારીઓએ ગતિ પકડી.[૧૨] ગાંધીજીએ ટીપ્પણી કરી કે, " મેં ઘૂંટણ ટેકવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા."[૧૩] કૂચની પૂર્વ સંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થનાસભાના ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે ઉમટી પડ્યા. ધ નેશનએ અહેવાલ છાપ્યો કે ગાંધીના યુદ્ધ હુંકારને સાંભળવા ૬૦૦૦૦ લોકો નદીકિનારે ઉમટી પડ્યાં. [૧૪][૧૫]

પ્રથમ ૮૦ કૂચયાત્રી

આ કૂચમાં ગાંધીજી સહિત કુલ ૮૦ સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. નિમ્નલિખિત સૂચિ કૂચ દરમિયાન શરૂઆતથી અંત સુધી ગાંધીજીનો સાથ આપનારા સ્વયંસેવકોની છે.[૧૬][૧૭]

ક્રમનામઉંમરપ્રાંત (બ્રિટીશ ભારત)રાજ્ય (પ્રજાસત્તાક ભારત)
મોહનદાસ કરમચંદ ગાંધી૬૧પોરબંદર રિયાસતગુજરાત
પ્યારેલાલ નાયર૩૦પંજાબપંજાબ
છગનલાલ નાથુભાઈ જોશી૩૫અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
પંડિત નારાયણ મોરેશ્વર ખેરે૪૨બોમ્બેમહારાષ્ટ્ર
ગણપતરાવ ગોડસે૨૫બોમ્બેમહારાષ્ટ્ર
પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર૧૯કચ્છગુજરાત
મહાવીર ગીરી૨૦નેપાળ
બાલ દત્તાત્રેય કાલેલકર૧૮બોમ્બેમહારાષ્ટ્ર
જયંતી નાથુભાઇ પારેખ૧૯અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૦રસિક દેસાઈ૧૯અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૧વિઠ્ઠલ લીલાધર ઠક્કર૧૬અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૨હરખજી રામજીભાઇ૧૮અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૩તનુષ્ક પ્રાણશંકર ભટ્ટ૨૦અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૪કાન્તિલાલ હરીલાલ ગાંધી૨૦અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૫છોટુભાઈ ખુશાલભાઈ પટેલ૨૨અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૬વાલજીભાઈ ગોવિંદજી દેસાઈ૩૫અજ્ઞાત દેશી રાજ્યગુજરાત
૧૭પન્નાલાલ બાલાભાઈ ઝવેરી૨૦ગુજરાત
૧૮અબ્બાસ વરતેજી૨૦ગુજરાત
૧૯પૂંજાભાઈ શાહ૨૫ગુજરાત
૨૦માધવજીભાઈ ઠક્કર૪૦કચ્છગુજરાત
૨૧નારણજીભાઈ૨૨કચ્છગુજરાત
૨૨મગનભાઈ વ્હોરા૨૫કચ્છગુજરાત
૨૩ડુંગરશીભાઈ૨૭કચ્છગુજરાત
૨૪સોમાભાઇ પ્રાગજીભાઈ પટેલ૨૫ગુજરાત
૨૫હસમુખભાઈ જકાબર૨૫ગુજરાત
૨૬દાદુભાઈ૨૫ગુજરાત
૨૭રામજીભાઈ વણકર૪૫ગુજરાત
૨૮દિનકરરાય પંડ્યા૩૦ગુજરાત
૨૯દ્વારકાનાથ30મહારાષ્ટ્ર
૩૦ગજાનન ખરે૨૫મહારાષ્ટ્ર
૩૧જેઠાલાલ રુપરેલ૨૫કચ્છગુજરાત
૩૨ગોવિંદ હરકરે૨૫મહારાષ્ટ્ર
૩૩પાંડુરંગ૨૨મહારાષ્ટ્ર
૩૪વિનાયકરાવ આપ્ટે૩૩મહારાષ્ટ્ર
૩૫રામધીરરાય૩૦સંયુક્ત પ્રાંત
૩૬ભાનુશંકર દવે૨૨ગુજરાત
૩૭મુન્શીલાલ૨૫સંયુક્ત પ્રાંત
૩૮રાઘવન૨૫મદ્રાસ પ્રાંતકેરલ
૩૯રવજીભાઈ નાથાલાલ પટેલ૩૦ગુજરાત
૪૦શીવાભાઈ ગોકળભાઈ પટેલ૨૭ગુજરાત
૪૧શંકરભાઈ ભીખાભાઈ પટેલ૨૦ગુજરાત
૪૨જશાભાઈ ઈશ્વરભાઈ પટેલ૨૦ગુજરાત
૪૩સુમંગલમ પ્રકાશ૨૫સંયુક્ત પ્રાંત
૪૪ટી. ટીટુસ૨૫મદ્રાસ પ્રાંતકેરલ
૪૫ક્રિષ્ણા નાયર૨૫મદ્રાસ પ્રાંતકેરલ
૪૬તપન નાયર૨૫મદ્રાસ પ્રાંતકેરલ
૪૭હરિદાસ વરજીવનદાસ ગાંધી૨૫ગુજરાત
૪૮ચિમનલાલ નરસિંહલાલા શાહ૨૫ગુજરાત
૪૯શંકરન૨૫મદ્રાસ પ્રાંતકેરલ
૫૦સુબ્રમણ્યમ૨૫આંધ્ર પ્રદેશ
૫૧રમણલાલ મગનલાલ મોદી૩૮ગુજરાત
૫૨મદનમોહન ચતુર્વેદી૨૭રાજપૂતાનારાજસ્થાન
૫૩હરિલાલ મહિમૂત્રા૨૭મહારાષ્ટ્ર
૫૪મોતીબાસ દાસ૨૦ઓરિસ્સા
૫૫હરિદાસ મઝુમદાર૨૫ગુજરાત
૫૬આનંદ હિંગોરીણી૨૪સિંધસિંધ (પાકિસ્તાન)
૫૭મહાદેવ માર્તંડ૧૮કર્ણાટક
૫૮જયંતીપ્રસાદ૩૦સંયુક્ત પ્રાંત
૫૯હરીપ્રસાદ૨૦સંયુક્ત પ્રાંત
૬૦અનુરાગ નારાયણ સિંહા૨૦બિહાર
૬૧કેશવ ચિત્રે૨૫મહારાષ્ટ્ર
૬૨અંબાલાલ શંકરભાઈ પટેલ૩૦ગુજરાત
૬૩વિષ્ણુ પંત૨૫મહારાષ્ટ્ર
૬૪પ્રેમરાજ૩૫પંજાબ
૬૫દુર્ગેશચંદ્ર દાસ૪૪બંગાળબંગાળ
૬૬માધવલાલ શાહ૨૭ગુજરાત
૬૭જ્યોતિરામ૩૦સંયુક્ત પ્રાંત
૬૮સૂરજભાણ૩૪પંજાબ
૬૯ભૈરવ દત્ત૨૫સંયુક્ત પ્રાંત
૭૦લાલજી પરમાર૨૫ગુજરાત
૭૧રતનજી બોરીઆ૧૮ગુજરાત
૭૨વિષ્ણુ શર્મા૩૦મહારાષ્ટ્ર
૭૩ચિંતામણી શાસ્ત્રી૪૦મહારાષ્ટ્ર
૭૪નારાયણ દત્ત૨૪રાજપૂતાનારાજસ્થાન
૭૫મણિલાલ મોહનદાસ ગાંધી૩૮ગુજરાત
૭૬સુરેન્દ્ર૩૦સંયુક્ત પ્રાંત
૭૭હરિક્રિષ્ણા મોહોની૪૨મહારાષ્ટ્ર
૭૮પૂરાતન બૂચ૨૫ગુજરાત
૭૯ખડગ બહાદુરસિંઘ ગીરી૨૫નેપાળ દેશી રિયાસત
૮૦શ્રી જગત નારાયણ૫૦ઉત્તર પ્રદેશ

કાર્યક્રમ

૨૦૦૫માં દાંડી કૂચના ૭૫ વર્ષની ઉજવણીરૂપે ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ટપાલ ટિકિટ (મીનીએચર શીટ)
તારીખવારમધ્યાહન રોકાણરાત્રિ રોકાણઅંતર (માઇલ)
૧૨-૦૩-૧૯૩૦બુધવારચંડોલા તળાવઅસલાલી૧૩
૧૩-૦૩-૧૯૩૦ગુરુવારબારેજાનવાગામ
૧૪-૦૩-૧૯૩૦શુક્રવારવાસણામાતર૧૦
૧૫-૦૩-૧૯૩૦શનિવારડભાણનડીઆદ૧૫
૧૬-૦૩-૧૯૩૦રવિવારબોરિયાવીઆણંદ૧૧
૧૭-૦૩-૧૯૩૦સોમવારઆણંદ ખાતે આરામ
૧૮-૦૩-૧૯૩૦મંગળવારનાપાબોરસદ૧૧
૧૯-૦૩-૧૯૩૦બુધવારરાસકંકરપુરા૧૨
૨૦-૦૩-૧૯૩૦ગુરુવારમહિસાગર કિનારેકારેલી૧૧
૨૧-૦૩-૧૯૩૦શુક્રવારગજેરાઆંખી11
૨૨-૦૩-૧૯૩૦શનિવારજંબુસરઆમોદ૧૨
૨૩-૦૩-૧૯૩૦રવિવારબુવાસામણી૧૨
૨૪-૦૩-૧૯૩૦સોમવારસામણી ખાતે આરામ
૨૫-૦૩-૧૯૩૦મંગળવારત્રાલસાદેરોલ૧૦
૨૬-૦૩-૧૯૩૦બુધવારભરૂચઅંકલેશ્વર૧૩
૨૭-૦૩-૧૯૩૦ગુરુવારસાંજોદમાંગરોલ૧૨
૨૮-૦૩-૧૯૩૦શુક્રવારરાયમાઉમરાચી૧૦
૨૯-૦૩-૧૯૩૦શનિવારઅર્થનભાટગામ૧૦
૩૦-૦૩-૧૯૩૦રવિવારસાંધિયેરદેલાદ૧૨
૩૧-૦૩-૧૯૩૦સોમવારદેલાદ ખાતે આરામ
૦૧-૦૪-૧૯૩૦મંગળવારછાપરાભાટાસુરત૧૧
૦૨-૦૪-૧૯૩૦બુધવારડિંડોલીવાંઝ૧૨
૦૩-૦૪-૧૯૩૦ગુરુવારધમણનવસારી૧૩
૦૪-૦૪-૧૯૩૦શુક્રવારવિજલપુરકરાડી
૦૫-૦૪-૧૯૩૦શનિવારકરાડી-માટવાડદાંડી

[૧૮]

સ્મારક

દાંડી કૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ દાંડી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

આ પણ જુઓ

નોંધ

સંદર્ભ

  • ગાંધી, મહાત્મા; Dalton, Dennis (1996). Selected Political Writings. Hackett Publishing Company. ISBN 0-87220-330-1.

બાહ્ય કડીઓ