મુસલમાન

મુસ્લિમ કે મુસલમાન (અરબી: مسلم) લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ[૧] તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ને અલ્લાહના પયગંબર માને છે. અરબીમાં "મુસ્લિમ"નો અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે" એવો થાય છે. સર્વવ્યાપી રીતે ઇસ્લામ ધર્મ પાળતા લોકો મુસ્લિમ કહેવાય છે.

ચીનના દોનઝિયાંગમાં મુસ્લિમ વિધાર્થી

મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ

મુસ્લિમ શબ્દ એ કૃદંતનું કામ કરનારું ઇસ્લામ ક્રિયાપદનું મૂળ રૂપ છે.[૨] મહિલા અનુયાયીને મુસ્લિમા કહેવામાં આવે છે. અરબી માં બહુવચનમાં મુસ્લિમુન (مسلمون) કહેવાય છે જ્યારે સ્ત્રીલિંગમાં મુસ્લિમાત(مسلمات) કહે છે. એનો એક અર્થ "સમગ્ર, યોગ્ય" એવો પણ થાય છે.

મુસ્લિમ માટે અન્ય શબ્દો

અંગ્રેજીમાં મુળ શબ્દ "મુસ્લિમ" છે, ક્યારેક તે અપભ્રંશ થઇને "મોસ્લેમ" તરીકે બોલાય છે, જે ખરેખરમાં જુનો શબ્દ છે. અરબી શબ્દ "મુસ્લિમ" નો સમાનાર્થી શબ્દ અંગ્રેજીમાં "Submitter" થાય છે જે ગુજરાતીમાં "સમર્પિત" એવો થાય છે.

મધ્ય-૧૯૬૦ ના અરસા સુધી, ઘણાં અંગ્રેજીભાષી લેખકો "મહોમેડંસ" અથવા "મહોમ્મતન્સ્" શબ્દનો ઉપયોગ કરતાં હતા.[૩]

અર્થ

ઇબ્ન અરબીએ મુસ્લિમ ની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે:

"મુસ્લિમ એ એવી વ્યક્તિ છે જે માત્ર અને માત્ર અલ્લાહની ઇબાદત કરે છે. "ઇસ્લામ' નો અર્થ થાય છે માત્ર અલ્લાહ ને માનતો એક ધર્મ"[૪]

પહેલાના પેગંબરોનું કુરાનમાં વર્ણન કરવા માટે વપરાય છે

કુરાનમાં ઇસ્લામ ઘણા પયગંબરો, સંદેશવાહકોને અને તેમના અનુયાયીઓને મુસ્લિમ તરીકે વર્ણવે છે. જેમાં આદમ, નુહ, ઇબ્રાહીમ, યાકૂબ, મુસા, (ઈસા) ઇસુ વિગેરેને કુરાન દ્વારા મુસ્લિમ તરીકે સમર્થન મળ્યું છે. કુરાન જણાવે છે કે આ પુરુષો મુસ્લિમો હતા કારણ કે તેઓ અલ્લાહને સમર્પિત, તેમનો સંદેશો પહોંચાડનાર અને મહત્વ સમજાવનાર હતા. આમાં ઇબાદત, દાન, ઉપવાસ કે રોજા અને પવિત્ર ધર્મયાત્રા કે હજનો સમાવેશ પણ થાય છે. કુરાનની સુરત ૩:૫૨ મુજબ ઇસુના અનુયાયીઓએ ઇસુને કહ્યું "અમે અલ્લાહમાં માનીએ છીએ અને આપ એ વાતના સાક્ષી થાઓ કે અમે મુસ્લિમ છીએ (wa-shahad be anna muslimūn)." મુસ્લિમ માન્યતા અનુસાર, કુરાન પહેલાં અલ્લાહે મુસાને તોરાત (ધર્મ પુસ્તક) આપી, દાઉદને ઝબુર(ધર્મ પુસ્તક) આપ્યું અને ઇસાને ઇન્જિલ(ધર્મ પુસ્તક બાઇબલ) આપ્યું, આ મહાભૂતિઓ અગત્યના મુસ્લિમો કે પયગંબર કહેવાય છે.

વસ્તીની માહિતી

વિશ્વની મુસ્લિમ વસ્તી ટકાવારી પ્રમાણે

૨૦૦૯નાં આંકડાઓ પ્રમાણે વિશ્વમાં મુસલમાનોની કુલ વસ્તી એક અબજ સત્તાવન કરોડ છે (૧.૫૭ બિલિયન). જેમાં ૭૫-૯૦% સુન્ની અને ૧૦-૨૦% શિયા છે.[૫][૬] તેમાંથી 13 લગભગ% ઇન્ડોનેશિયામાં રહે છે, જે સૌથી મોટો મુસ્લિમ દેશ છે, આ ઉપરાંત દક્ષિણ એશિયામાં 25%, મધ્ય પૂર્વમાં 20%, મધ્ય એશિયા માં 2%, 4% બાકી રહેતા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં, અને ઉપ-સહારાના આફ્રિકામાં 15% મુસ્લિમો રહે છે. મુસ્લિમ વિસ્તૃત સમુદાયો ચાઇના અને રશિયામાં પણ તેમજ કેરેબિયન ના ભાગોમાં પણ જોવા મળે છે. રૂપાંતરીત અને સ્થળાંતરિત સમૂદાયો લગભગ વિશ્વના દરેક ભાગમાં જોવા મળે છે.[૭][૮][૭]

સંદર્ભ

🔥 Top keywords: