રીવા જિલ્લો

રીવા જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ૫૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રીવા જિલ્લાનું મુખ્ય મથક રીવા શહેરમાં આવેલું છે.

રીવા જિલ્લો
તામસા નદી પરનો પુરવા ધોધ
તામસા નદી પરનો પુરવા ધોધ
રીવા જિલ્લાનું મધ્ય પ્રદેશમાં સ્થાન
રીવા જિલ્લાનું મધ્ય પ્રદેશમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ (રીવા): 24°33′N 81°17′E / 24.55°N 81.29°E / 24.55; 81.29
દેશ ભારત
રાજ્યમધ્ય પ્રદેશ
પ્રાંતરીવા પ્રાંત
મુખ્યમથકરીવા
સરકાર
 • લોક સભા મતવિસ્તારરીવા (લોક સભા મતવિસ્તાર)
વિસ્તાર
 • કુલ૬,૨૪૦ km2 (૨૪૧૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૬૫,૧૦૬
 • ગીચતા૩૮૦/km2 (૯૮૦/sq mi)
વસ્તી વિષયક
 • સાક્ષરતા73.42%
 • લિંગ પ્રમાણ930
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગોNH 7, NH 27, NH 75
વેબસાઇટrewa.nic.in/en/

ભૂગોળ

રીવા જિલ્લો ૨૪ ૧૮’ અને ૨૫ ૧૨’ ઉત્તર અક્ષાંસ અને ૮૧ ૨’ અને ૮૨ ૧૮’ વચ્ચે આવેલો છે.[૧] જિલ્લાની ઉત્તરે ઉત્તર પ્રદેશ, પૂર્વ અને અગ્નિ ખૂણામાં સીધી જિલ્લો, દક્ષિણમાં શાહડોલ જિલ્લો, અને પૂર્વમાં સતના જિલ્લો આવેલા છે. રીવા જિલ્લો રીવા પ્રાંતનો ભાગ છે અને ૬,૨૪૦ ચો.કિમી. વિસ્તાર ધરાવે છે.[૨] તેનો આકાર સમદ્રિબાજુ ત્રિકોણ જેવો બને છે અને પાયો સતના જિલ્લા સાથે સરહદ બનાવે છે.[૩]

હઝૂર, સિરમોર અને મઉગંજ તાલુકાઓ કૈમૂર પર્વતમાળાની વચ્ચે દક્ષિણમાં આવેલા છે. ઉત્તરમાં રીવા ઉચ્ચપ્રદેશમાં બિંજ પહાર આવેલું છે. ઉત્તરમાં તિઓન્થર તાલુકો આવેલો છે, જે ઉચ્ચપ્રદેશના અન્ય તાલુકાઓથી અલગ ભુપૃષ્ઠ ધરાવે છે. રીવાના ઉચ્ચપ્રદેશમાં દક્ષિણથી ઉત્તર જતા ઊંચાઇમાં ઘટાડો થાય છે. કૈમૂર પર્વતમાળા સમુદ્ર સપાટીથી ૪૫૦ મીટરની ઊંચાઇએ છે, જ્યારે તિઓન્થર ૧૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે.

જિલ્લાની નદીઓનું પાણી ગંગા, તામસા અને સોણ નદીઓની ઉપનદીઓમાં વહી જાય છે.[૧] બિછિયા નદી રીવા શહેરની મધ્યમાંથી વહે છે.

ક્યોતિ ધોધ

તામસા નદી અને તેની ઉપનદીઓ રીવા ઉચ્ચપ્રદેશમાંથી વહે છે ત્યારે વિવિધ જળધોધોનું સર્જન કરે છે. બિહર નદી પર ચચાઈ ધોધ (૧૨૭ મીટર), મહાના નદી પર ક્યોતિ ધોધ (૯૮ મીટર), ઓડી નદી પર ઓડી ધોધ (૧૪૫ મીટર) તેમજ તામસા નદી પર પુરવા ધોધ (૭૦ મીટર) જાણીતા ધોધ છે.[૪]

તાલુકાઓ

રીવા જિલ્લાને ૧૧ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યો છે.

  1. ગુર્હ
  2. હનુમાના
  3. હઝૂર
  4. જાવા
  5. મંગવાન
  6. મઉગંજ
  7. નઇ ગરહી
  8. રાયપુર-કર્ચુલિયાન
  9. સેમારીઆ
  10. સિરમોર
  11. તિયોન્થર

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રીવા જિલ્લો ૨૩,૬૩,૭૪૪ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[૫] જે લાટવિયા દેશ[૬] અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની વસ્તી બરાબર છે.[૭] વસ્તીની દ્રષ્ટિએ ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી તેનો ૧૯૧મો ક્રમ આવે છે.[૫] જિલ્લાની વસ્તી ગીચતા ૩૭૪ વ્યક્તિ/ચોરસ કિમી છે.[૫] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વૃદ્ધિ દર ૧૯.૭૯% રહ્યો છે.[૫] રીવામાં જાતિ પ્રમાણ ૯૩૦ છે,[૫] અને સાક્ષરતા દર ૭૩.૪૨% છે.[૫]

ભાષાઓ

હિંદી અહીંની અધિકૃત અને મુખ્ય ભાષા છે. અગારિયા અહીંની અન્ય ભાષા છે, જે આશરે ૭૨,૦૦૦ લોકો દ્વારા બોલાય છે;[૮] બાઘેલી ભાષા, જે હિંદી સાથે ૭૨-૯૧% સમાનતા ધરાવે છે,[૯] (જર્મન ભાષા અંગ્રેજી સાથે ૬૦% સમાનતા ધરાવે છે)[૧૦] તે બાઘેલખંડમાં આશરે ૭૮,૦૦,૦૦૦ લોકો દ્વારા બોલાય છે;[૯] અને ભારીયા ભાષા, જે દ્વવિડિયન મૂળની ભાષા છે અને ૨,૦૦,૦૦૦ ભારીયા આદિવાસી લોકો દ્વારા બોલાય છે અને દેવનાગરી લિપીમાં લખાય છે.[૧૧]

જોવાલાયક સ્થળો

દેવકોઠાર ઇ.સ. પૂર્વે ૩જી સદીમાં મૌર્ય સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત બૌદ્ધ સ્તુપ માટે જાણીતું છે. રીવા જિલ્લાનો વિસ્તાર પ્રાચીન દક્ષિણપંથ વ્યાપાર માર્ગ વચ્ચે આવતો હતો, જે પાટલીપુત્ર થી પ્રતિષ્ઠાના (મહારાષ્ટ્ર) સુધી જતો હતો. ગોવિંદગઢ તેના સફેદ વાઘ માટે જાણીતું છે. ભારતભરમાં માત્ર અહીં જ સફેદ વાઘ જોવા મળે છે.[૩]

અન્ય સ્થળો

  • લક્ષ્મણબાગ કિલ્લો
  • બઘેલા સંગ્રહાલય કિલ્લો
  • પચમથા મંદિર
  • ચિરહુલા મંદિર
  • મહા મૃત્યુંજય મંદિર
  • દેવતાલાબ જળ ધોધ
  • ચચાઈ ધોધ
  • બહુતી ધોધ
  • ક્યોતિ ધોધ
  • પુરવા ધોધ

સંદર્ભ

બાહ્ય કડીઓ