સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ (કે જેસ્ટેશન્લ ડાયાબિટીસ મેલીટસ , જીડીએમ (GDM)) એક એવી અવસ્થા છે જેમાં એવી સ્ત્રીઓ કે જેમને પહેલાં ક્યારેય ડાયાબિટીસ ન જણાયો હોય તેમ છતાં સગર્ભાવસ્થા દરમિયાન એકદમ જ તેમના લોહીમાં શર્કરાની માત્રાનો વધારો જોવા મળે છે.

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ
ખાસિયતObstetrics Edit this on Wikidata

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસના સામાન્યપણે કેટલાક લક્ષણો હોય છે અને તેનું સર્વસામાન્યપણે સગર્ભાવસ્થા દરમિયાન સ્ક્રિનીંગ દ્વારા નિદાન કરાય છે. નિદાનાત્મક પરિક્ષણમાં લોહીનાં નમૂનાઓમાં શર્કરાની અપ્રમાણસર ઉચ્ચ માત્રા જોવા મળે છે. જે વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો, તેના આધારે 3-10% સગર્ભાવસ્થાઓમાં ડાયાબિટીસ અસર કરે છે. [૨] તેના કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યાં નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં ભળીને શરીરની વૃદ્ધિને અસર કરતો પદાર્થ ઉત્પન્ન થાય છે અને તેનાથી મહિલાઓમાં ઇન્સ્યુલિનની સામેની પ્રતિકાર શક્તિમાં વધારો જોવા મળે છે, જે અસામાન્ય શર્કરાને સહન કરવાની વૃત્તિને જન્મ આપે છે.

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ ધરાવતી માતાની કૂખથી જન્મનાર બાળકોમાં નવજાત શિશુ માટે જોખમી કહી શકાય તેવાં (જે પ્રસૂતિ સમયે ગૂંચવણભરી સ્થિતિ ઊભી કરી શકે છે), લોહીમાં શર્કરાની ઓછી માત્રા, અને કમળાનાં લક્ષણો જોવા મળે છે. સગર્ભાવસ્થા દરમિયાન થતાં ડાયાબિટીસની પરિસ્થિતિનો ઉપચાર શક્ય છે અને જે સ્ત્રીઓમાં શર્કરાનું સ્તર પર્યાપ્ત કાબૂ હેઠળ હોય તેઓ અસરકારક રીતે આ જોખમને ઘટાડી શકે છે.

જે સ્ત્રીઓ સગર્ભાવસ્થા સમયે ડાયાબિટીસ ધરાવે છે તેમનામાં પ્રસૂતિ બાદ પ્રકાર 2 ડાયાબિટીસ મેલીટસનું (અથવા, જવલ્લે જ, લેટેંટ ઑટોઈમ્યુન ડાયાબિટીસ કે પ્રકાર 1) જોખમ વિકસિત થવાની સંભાવના વધી જાય છે, જ્યારે કે તેમનાં નવજાત શિશુમાં બાલ્યાવસ્થામાં જ સ્થૂળપણાનું જોખમ વધી જાય છે અને સાથે જ તેઓ પોતાનાં જીવનકાળ દરમિયાન પ્રકાર 2 ડાયાબિટીસના શિકાર થઈ શકે છે. મોટાભાગના દર્દીઓને માત્ર આહારમાં સુધારા-વધારાં કે માફસરની કસરતની સારવાર આપવામાં આવે છે પરંતુ કેટલાંક ઇન્સ્યુલિનની સાથે-સાથે એન્ટિ-ડાયાબિટીક દવાઓનો પણ ઉપયોગ કરે છે.

વર્ગીકરણ

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસની આ પહેલાં જે પ્રમાણે વ્યાખ્યા કરવામાં આવતી હતી તે પ્રમાણે “સગર્ભાવસ્થા દરમિયાન પહેલીવાર ઓળખી કાઢવામાં આવેલ કે કોઇપણ માત્રાના હુમલાની સામે શર્કરાની અસહિષ્ણુતાભરી સ્થિતિ” એટલે સગર્ભાવસ્થા સમયનો ડાયાબિટીસ.[૩] આ વ્યાખ્યા એવી શક્યતાનો સ્વીકાર કરે છે કે દર્દીને આ પહેલાં પણ નિદાન ન થયું હોય તેવો ડાયાબિટીસ મેલીટસ હોઈ શકે છે, અથવા તો કદાચ ગર્ભાધાનની સાથે સાંયોગિક રીતે જ ડાયાબિટીસ વિકસિત થયો હોઈ શકે છે. પ્રસૂતિ પછી લક્ષણો ઓછાં થઈ જવાથી નિદાનમાં કોઇ ફરક પડતો નથી. [૪]

જન્મ સંબંધિત પરિણામક પર ડાયાબિટીસના વિવિધ પ્રકારોની અસરો પર સંશોધનમાં અગ્રેસર સ્થાન ધરાવતા પ્રિશિલીયા વ્હાઈટ્ના[૫] નામ પરથી અવતરિત વ્હાઈટ વર્ગીકરણનો વિસ્તૃત ઉપયોગ માતૃત્વ અને જીવલેણ જોખમોના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે. તે સગર્ભાવસ્થા દરમિયાન થતાં ડાયાબિટીસ (પ્રકાર એ) અને સગર્ભાવસ્થા પહેલાં હાજર ડાયાબિટીસ (સગર્ભાવસ્થા પૂર્વના ડાયાબિટીસ) વચ્ચેના ભેદને સ્પષ્ટ કરે છે. આ બન્ને જૂથોને આગળ તેમની સાથે જોડાયેલાં જોખમી પરિબળો અને તેનાં વ્યવસ્થાપન મુજબ પેટા વિભાજિત કરવામાં આવ્યાં છે.[૬]

સગર્ભાવસ્થા દરમિયાન થતાં ડાયાબિટીસના (સગર્ભાવસ્થા દરમિયાન શરુ થયેલો ડાયાબિટીસ) બે પેટા પ્રકાર છે:

  • પ્રકાર એ1: અસાધારણ મૌખિક શર્કરા સહિષ્ણુતા પરિક્ષણ (ઓજીટીટી (OGTT)) પરંતુ ખાલી પેટે અને જમ્યાના 2 કલાક પછી લોહીમાં શર્કરાની સામાન્ય માત્રાની ચકાસણી; શર્કરાના સ્તરને કાબૂમાં લેવા માટે આહારમાં થોડાં સુધારા-વધારાં પૂરતા છે.
  • પ્રકાર એ2: અસાધારણ ઓજીટીટી (OGTT) – ખાલી પેટે અને/અથવા જમ્યા પછીની અસામાન્ય શર્કરાની માત્રાને ભેગી કરીને કરવામાં આવતી તપાસ; ઇન્સ્યુલિન કે અન્ય ઔષધિઓ વડે ઉપચારની જરૂર રહે છે.

સગર્ભાવસ્થા પહેલાં હાજર ડાયાબિટીસના બીજા જૂથને પણ કેટલાંક પેટા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.

જોખમી પરિબળો

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ વિકસિત થવાના ગંભીર જોખમી પરિબળો આ પ્રમાણે છે: [૭]

  • સગર્ભાવસ્થા દરમિયાન થતાં ડાયાબિટીસ કે પૂર્વ ડાયાબિટીસનું આ પહેલાં કરવામાં આવેલું નિદાન, શર્કરા સહન કરવાની ક્ષમતામાં ઘટાડો, કે ભૂખ્યા પેટે ગ્લાયકેમીયા સહન કરવાની શક્તિમાં ઘટાડો.
  • પરિવારના ઇતિહાસમાં નજીકના સગામાં પ્રકાર 2 ડાયાબિટીસના લક્ષણો જાણમાં હોય.
  • માતૃત્વની વય – જેમ સ્ત્રીની ઉમર વધતી જાય છે તેમ તેમનામાં જોખમનું પરિબળ પણ વધતું જાય છે (ખાસ કરીને 35 વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં)
  • વંશીય પશ્ચાદભૂ (જેમનામાં ઉચ્ચ જોખમ પરિબળો રહેલાં છે તેમાં આફ્રિકન-અમેરિકન, આફ્રો-કેરેબિયન્સ, અમેરિકાના મૂળ વતનીઓ, હિસ્પેનિક્સ, પેસિફિક આઇલેંડર્સ, અને દક્ષિણ એશિયામાંથી ઉદ્ભવેલા લોકોનો સમાવેશ થાય છે.)
  • વધુ વજન ધરાવવું, મેદસ્વી કે અતિશય સ્થૂળતા હોવાના કારણે જોખમનાં પરિબળ અનુક્રમે 2.1, 3.6, અને 8.6 ના દરે વધી જાય છે.[૮]
  • પહેલાની પ્રસૂતિ કે જેમાં બાળકનું જન્મ સમયે વજનનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું હોય (> 90 શતાંશક, કે >4000 ગ્રા.( 8 પાઉંડ 12.8 ઔંસ))
  • પહેલાંની મેદસ્વીતાનો ખરાબ ઇતિહાસ.

આ સિવાય, આંકડાઓ ધૂમ્રપાન કરનારાઓમાં જીડીએમ (GDM)નું બમણું જોખમ દર્શાવે છે.[૯] પૉલીસિસ્ટીક ઑવેરિયન સિંડ્રોમ(અંડાશયમાં રસી થઈ જવાનાં લક્ષણો) પણ જોખમકારક પરિબળ છે, જો કે સંલગ્ન પ્રમાણ હંમેશા વિવાદાસ્પદ રહ્યાં છે.[૧૦] કેટલાંક અભ્યાસોમાં વધારે વિવાદાસ્પદ સંભવનીય જોખમી પરિબળો જેમ કે માણસની ઓછી ઊંચાઈ તરફ ધ્યાન આપવામાં આવે છે.[૧૧]

જીડીએમ (GDM) ધરાવતી લગભગ 40-60% સ્ત્રીઓમાં કોઇ દેખીતાં જોખમી પરિબળો જોવા મળતાં નથી; આ કારણસર ઘણાં લોકો એવી દલીલ કરે છે કે બધી જ સ્ત્રીઓમાં આ રોગની તપાસ થવી જોઇએ.[૧૨] લાક્ષણિક રીતે જે સ્ત્રીઓ સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ ધરાવે છે તેમનામાં કોઇ લક્ષણો દેખાતાં નથી (સાર્વજનિક તપાસ કરવા માટેનું બીજું કારણ), પરંતુ કેટલીક સ્ત્રીઓમાં વધુ પડતી તરસ, વધુ પડતું મૂત્ર વિસર્જન, થાક, ઊબકા અને ઊલટી, મૂત્રાશયમાં ચેપ, યીસ્ટનો ચેપ અને દૃષ્ટિ ધુંધળી થવાં જેવાં લક્ષણો જોવા મળે છે.

પેથોફિઝિયોલોજી

શર્કરા ગ્રહણશક્તિ પર ઈંસ્યુલિનની અસર અને ચયાપચય ક્રિયા. ઈંસ્યુલિન તેને ગ્રહણ કરનારને (1) તેનાં કોશિકાની અંતરછાલને બાંધી રાખે છે જે તેના બદલામાં ઘણા પ્રોટીનને સક્રિય બનાવે છે (2). આમાં સામેલ છે: તેમાં ગ્લટ-4 ટ્રાંસ્પોર્ટર પ્લાઝમા મેમ્બ્રેન સુધી જાય છે અને શર્કરાનો અંત:પ્રવાહ શરૂ થાય છે (3), ગ્લાયકોજેન સિંથેસિસ (4), ગ્લાયકોલિસિસ (5) અને ચરબીયુક્ત એસિડનું સિંથેસિસ (6).

સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસમાં રહેલી કોઇ ચોક્કસ પ્રક્રિયાઓ વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી. જીડીએમ (GDM)ને ઓળખવા માટેનો હૉલમાર્ક વધતી ઇન્સ્યુલિન પ્રતિરોધક શક્તિ છે. સગર્ભાવસ્થામાં હૉર્મોન્સ અને અન્ય પરિબળો ઇન્સ્યુલિનની ક્રિયામાં દખલ કરતાં હોવાનું માનવામાં આવે છે કેમ કે તે ઇન્સ્યુલિનને ગ્રહણ કરનારને બાંધીને રાખે છે. વચ્ચે પડવાની પ્રક્રિયા શક્યત: ઇન્સ્યુલિન ગ્રહણ કરવામાં આવે છે તેની પાછળ કોશિકાના સંક્રાંત આવેગ મળે છે તે સ્તરે થાય છે.[૧૩]. કેમ કે ઇન્સ્યુલિન દ્વારા મોટાભાગના કોશિકામાં શર્કરાના પ્રવેશને પ્રોત્સાહન મળે છે, એટલે ઇન્સ્યુલિન પ્રતિરોધક શર્કરાને સંપૂર્ણત: કોશિકામાં જતું રોકે છે. તેનાં પરિણામે, લોહીના પ્રવાહમાં શર્કરા રહી જાય છે, જ્યાં શર્કરાનું પ્રમાણ વધે છે. આ પ્રતિરોધને પહોંચી વળવા માટે વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે છે; સામાન્ય પ્રસૂતિમાં પેદા થતાં ઇન્સ્યુલિન કરતા 1.5 - 2.5 ગણું વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. [૧૩]

સગર્ભાવસ્થાના ત્રીજા સત્રમાં ઇન્સ્યુલિનનો પ્રતિરોધ થવો એ સામાન્ય બાબત છે, ત્યારબાદ તે સગર્ભા ન હોય તેવા દર્દીઓમાં જોવા મળતાં પ્રકાર 2 ડાયાબિટીસના સ્તર સુધી પ્રગતિ કરે છે. પેટમાં ઉછરી રહેલાં ગર્ભના વિકાસ થાય તે માટે શર્કરાના પુરવઠાને સુનિશ્ચિત કરે છે. જીડીએમ (GDM) ધરાવતી સ્ત્રીઓમાં જે ઇન્સ્યુલિન પ્રતિરોધક હોય છે તેને તે સ્વાદુપિંડના β – કોશિકામાં વધતાં જતા ઉત્પાદનથી સમતોલ કરી શકતા નથી. ગર્ભમાં રહેલાં શીશુની રક્ષા માટેના આચ્છાદનને લગતા હૉર્મોન, અને થોડાક અંશે ગર્ભાવસ્થા દરમિયાન વધેલી ચરબીનાં થર, સગર્ભાવસ્થા દરમિયાન ઇન્સ્યુલિન પ્રતિરોધ માટે મધ્યસ્થી કરતાં હોય તેમ જણાઈ આવે છે. કોર્ટીસોલ અને પ્રોજેસ્ટેરોન બે મુખ્ય અપરાધી છે પણ માનવ ગર્ભમાં રહેલાં શીશુની રક્ષા માટેના આચ્છાદન લેક્ટોજન , પ્રોલેક્ટીન અને એસ્ટ્રાડીઓલ પણ ફાળો આપે છે.[૧૩]

જો કે, પ્રકાર 2 ડાયાબિટીસની જેમ અહીં પણ ઑટોઈમ્યુનિટી, સિંગલ જીન મ્યુટેશંસ, ઑબેસિટી અને અન્ય કાર્યપદ્ધતિની ઘણી બધી સ્પષ્ટતાઓ કરવામાં આવી તેમ છતાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કેટલાંક દર્દીઓ કેમ તેમની ઇન્સ્યુલિનની જરૂરિયાતને સમતોલ નથી કરી શકતાં અને જીડીએમ (GDM) વિકસિત કરી જાય છે.[૧૪]

શર્કરા પ્લેસેંટા (ગર્ભમાં રહેલા બચ્ચાની રક્ષા માટેનું આચ્છાદન) ની આરપાર ફરતું હોવાના કારણે (જીએલયુટી3 (GLUT3) વાહકોની મદદથી ફેલાવાની સુવિધા), ગર્ભ ઉચ્ચ શર્કરાના સ્તર સામે ખુલ્લું પડી જાય છે. આ બાબત ઇન્સ્યુલિનના જોખમનાં સ્તરને જીવલેણ બનાવે છે ( ઇન્સ્યુલિન ખુદ પ્લેસેંટા ઓળંગી શકતું નથી). ઇન્સ્યુલિન વૃદ્ધિને ઉત્તેજિત કરનાર અસરો વધુ પડતી વૃદ્ધિ અને મોટાં અંગો (મેક્રોસોમિયા) ને પ્રભાવિત કરી શકે છે. જન્મ બાદ, શર્કરાનું ઉચ્ચ વાતાવરણ લુપ્ત થઈ જાય છે અને આ નવજાતોને ઇન્સ્યુલિનના સતત ઉચ્ચ ઉત્પાદન તેમજ લોહીમાં શર્કરાના નિમ્ન સ્તર પર લાવી મૂકે છે (હાઈપોગ્લાયકેમિઆ).[૧૫]

સ્ક્રિનિંગ

ઢાંચો:OGTTચોક્કસ પરિસ્થિતિઓમાં પ્લાઝ્માં (રક્તકણધારી રસ) કે સેરમ (લોહી ગંઠાય ત્યારે છૂટું પડતું પ્રવાહી)માં શર્કરાના ઉચ્ચ સ્તરોને શોધવા માટે અસંખ્ય સ્ક્રિનિંગ તેમજ નિદાનાત્મક પરિક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. એક પદ્ધતિ એવી છે જેમાં તબક્કાવાર રીતે આગળ વધીને સ્ક્રિનિંગ પરિક્ષણ વખતે પ્રાપ્ત શંકાસ્પદ પરિણામને નિદાનાત્મક પરિક્ષણથી ચકાસવામાં આવે છે. વૈકલ્પિક રીતે, ઉચ્ચ જોખમ ધરાવતાં દર્દીઓ (ઉદાહરણ તરીકે એવાં દર્દીઓ કે જેમને પૉલીસિસ્ટીક ઑવેરિયન સિંડ્રમ – અંડાશયમાં રસી થઈ જવાનાં લક્ષણો કે એકેંથોસિસ નિગ્રીકેંસની અસર હોય) ને પ્રથમ પ્રસૂતિ પહેલાની મુલાકાત સમયે સીધા જ સઘન નિદાનાત્મક પરિક્ષણનો ઉપયોગ થઈ શકે છે. [૧૫]

સગર્ભાવસ્થા દરમિયાનના ડાયાબિટીસના પરિક્ષણો
પડકારી ન શકાય તેવાં લોહીની શર્કરા પરિક્ષણો
  • ભૂખ્યા પેટે શર્કરા પરિક્ષણ
  • પોસ્ટપ્રાન્ડિયલ (જમ્યા બાદ)નું 2 કલાક પછીનું શર્કરા પરિક્ષણ
  • યાદ્દચ્છિક શર્કરાનું પરિક્ષણ
શર્કરાને પડકારી શકે તેવું સ્ક્રિનિંગ પરિક્ષણ
મૌખિક શર્કરા સહિષ્ણુતા પરિક્ષણ (ઓજીટીટી (OGTT))

પડકારી ન શકાય તેવાં લોહીની શર્કરા તપાસવા માટેનાં પરિક્ષણોમાં શર્કરાના દ્રાવણની સાથે દર્દીને પડકાર્યા વિના લોહીના નમૂનાઓમાં શર્કરાના સ્તરને માપવાનો સમાવેશ થાય છે. ભૂખ્યા પેટે, જમ્યા પછીના 2 કલાક બાદ અને કોઇ ચોક્કસ હેતુ વિના કોઇપણ સમયે લીધેલાં નમૂનાઓમાંથી લોહીમાં શર્કરાનું સ્તર જાણવામાં આવે છે. આથી ઉલટું પડકાર પરિક્ષણમાં શર્કરાના દ્રાવણને પીવડાવ્યાં બાદ શર્કરાના પ્રમાણને લોહીમાં માપવામાં આવે છે; ડાયાબિટીસ હોય તો આ પ્રમાણ ચોક્કસપણે વધુ જ હોવાનું. શર્કરાનું દ્રાવણ ખુબજ ગળ્યું હોય છે જે કેટલીક સ્ત્રીઓને ઓછું પસંદ આવે છે; એટલે કેટલીક વાર તેમાં કુત્રિમ સ્વાદ ભેળવવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને પરિક્ષણ વખતે ઊબકા આવી શકે છે, અને ઉચ્ચ શર્કરા સ્તર ધરાવતી સ્ત્રીઓમાં આમ વધુ થાય છે. [૧૬][૧૭]

નિદાન માટેનાં રસ્તાઓ

શ્રેષ્ઠ સ્ક્રિનિંગ અને નિદાનાત્મક પગલાં વિશે જે જુદાં-જુદાં મત પ્રવર્તે છે, તેનાં કારણોમાં વસ્તીનાં જોખમોનું અલગ-અલગ હોવું, કિંમતને ધ્યાનમાં રાખીને ચાલવું, અને વિસ્તૃત રાષ્ટ્રીય સ્ક્રિનિંગ કાર્યક્રમને આધારભૂત પુરાવાનો અભાવ મુખ્ય છે.[૧૮] સૌથી જટિલ જે વિચાર પ્રવર્તે છે તેમાં કોઇ લક્ષ્ય કે હેતુ વિના મુલાકાત ગોઠવાય ત્યારે જ કરવામાં આવતી લોહીમાં શર્કરાની તપાસ, સગર્ભાવસ્થાના 24-28 અઠવાડિયાની આસપાસ શર્કરા પડકાર પરિક્ષણ, અને તેના પછી જો પરિક્ષણ સામાન્ય સ્તરની બહારના થયાં હોય તો ઓજીટીટી (OGTT) પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ જો ઉચ્ચ શંકા જણાય તો સ્ત્રીની તપાસ વહેલાં પણ કરવામાં આવી શકે છે. [૪]

યુનાઇટેડ સ્ટેટ્સમાં, મોટાભાગના સુતિકાશાસ્ત્રના નિષ્ણાત શર્કરા સહિષ્ણુતા પરિક્ષણ સ્ક્રિનિંગ સાથેનું સર્વ સામાન્ય સ્ક્રિનિંગ વધુ પસંદ કરે છે.[૧૯] યુનાઇટેડ કિંગડમમાં, સુતિકાશાસ્ત્રના એકમો જોખમના પરિબળો અને યાદચ્છિક લોહીમાં શર્કરાની માત્રા તપાસતાં પરિક્ષણો પર વધુ આધાર રાખે છે.[૧૫][૨૦] ધ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અને ધ સોસાયટી ઑફ ઑબ્સ્ટટ્રિશિઅન એંડ ગાયનેકોલોજિસ્ટસ ઑફ કેનેડા સામાન્ય સ્ક્રિનિંગની ભલામણ કરે છે સિવાય કે દરદીમાં જોખમનું પ્રમાણ ઓછું હોય ( આનો અર્થ એ કે સ્ત્રી 25 વર્ષ કરતાં નાની હોવી જોઇશે અને તેનું બોડી માસ ઈંડેક્ષ 27 કરતાં ઓછું હોવું જોઇશે, તેમજ કોઇ વ્યક્તિગત, વંશીય કે પારિવારીક જોખમકારક પરિબળો ન ધરાવતી હોય)[૪][૧૮] ધ કેનેડીયન ડાયાબિટીસ એસોસિએશન અને ધ અમેરિકન કૉલેજ ઑફ ઑબ્સ્ટટ્રિશિઅન એન્ડ ગાયનેકોલોજિસ્ટસ સર્વ સામાન્ય સ્ક્રિનિંગની ભલામણ કરે છે.[૨૧][૨૨] ધ યુ.એસ (U.S.) પ્રિવેંટીવ સર્વિસસ ટાસ્ક ફોર્સે એવું શોધી કાઢ્યું છે કે સર્વ સામાન્ય સ્ક્રિનિંગ માટે અથવા તેની વિરુદ્ધ ભલામણ કરવા માટેના કોઇ યોગ્ય પ્રમાણ નથી મળતાં. [૨૩]

પડકારી ન શકાય તેવાં લોહીની શર્કરા તપાસવા માટેનાં પરિક્ષણો

જ્યારે પ્લાઝ્માનું શર્કરા સ્તર ખાલી પેટે 126 એમજી/ડીએલ (mg/dl) (7.0 એમએમઓએલ/એલ (mmol/L)) જોવા મળે છે, કે કોઇપણ સમયે 200 એમજી/ડીએલ (mg/dl)) (11.1 એમએમઓએલ/એલ (mmol/L)) જોવામાં આવે, અને આ બીજા દિવસે પણ એટલું જ જણાય ત્યારે, જીડીએમ (GDM)નું નિદાન થયેલું ગણવામાં આવે છે, અને કોઇ વધારાનાં પરિક્ષણોની જરૂરિયાત રહેતી નથી.[૪] આ પરિક્ષણો વિશિષ્ટ રીતે પ્રસૂતિ પહેલાની પ્રથમ મુલાકાત સમયે જ કરવામાં આવે છે. તે દરદી માટે હિતકારી અને ઓછાં ખર્ચાળ હોય છે, પરંતુ તે અન્ય પરિક્ષણો કરતાં ઓછાં પ્રભાવશાળી હોય છે, જેની સંવેદનશીલતા મધ્યમ, ચોક્કસતા નિમ્ન અને ઉચ્ચ ખોટો સકારાત્મક દર જોવા મળે છે. [૨૪][૨૫][૨૬]

શર્કરાને પડકારી શકે તેવું સ્ક્રિનિંગ પરિક્ષણ

શર્કરાને પડકારી શકે તેવું સ્ક્રિનિંગ પરિક્ષણ (ક્યારેક ઓ’સુલીવન પરિક્ષણના નામે પણ ઓળખાય છે) 24-28 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, અને તેને મૌખિક શર્કરા સહિષ્ણુતા પરિક્ષણ (ઓજીટીટી (OGTT))ના સાદા સ્વરૂપ તરીકે જોવામાં આવી શકે છે. તેમાં 50 ગ્રામ શર્કરા સાથેનું દ્રાવણ પીવડાવાય છે અને ત્યારબાદ એક કલાક પછી લોહીમાં તેનાં સ્તરને ચકાસવામાં આવે છે.[૨૭]

જો અધવચ્ચેથી તેને અટકાવી દેનારા બિન્દુને 140 એમજી(mg)/ડીએલ(dl) (7.8 એમએમઓએલ/એલ (mg/dl)) પર ગોઠવવામાં આવ્યું હોય, તો જીડીએમ (GDM) ધરાવતી 80% સ્ત્રીઓમાં તેની હાજરી જણાઈ આવશે.[૪] જો વધુ આગળના પરિક્ષણ માટે આ સીમા ઘટાડીને 130 એમજી/ડીએલ (mg/dl)) પર સ્થિર કરવામાં આવે તો, 90% જીડીએમ (GDM) કિસ્સાઓમાં તેની હાજરી જોવા મળી શકે છે, પરંતુ ઘણી બધી એવી સ્ત્રીઓ હશે જેમને વિના કારણે ઓજીટીટી (OGTT)ના પરિક્ષણો કરાવાય છે.

મૌખિક શર્કરા સહિષ્ણુતા પરિક્ષણ

ઓજીટીટી (OGTT)[૨૮] સવારે 8 થી 14 કલાક દરમિયાન રાત્રિના ભૂખ્યા પેટે જ કરાવવું જોઈએ. તેના ત્રણ દિવસ પહેલાંથી જેનું પરિક્ષણ કરવામાં આવનાર હોય તેને અનિયંત્રિત આહાર (જેમાં ઓછામાં ઓછાં પ્રતિદિન 150 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોવા જરૂરી છે) લેવો જોઈશે અને અમર્યાદિત શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈશે. પરિક્ષણ કરાવનારે પરિક્ષણ દરમિયાન બેસી રહેવું જોઈએ અને તે દરમિયાન ધૂમ્રપાન ન કરવું જોઈએ.

પરિક્ષણમાં શર્કરાની માત્રા ધરાવતાં દ્રાવણને પીવડાવવામાં આવે છે, અને ત્યારબાદ નિયત સમયાંતરે લોહીના નમૂનાઓ લઈને તેમાં રહેલા શર્કરાના સ્તરને માપવામાં આવે છે.

પરિક્ષણ હાથ ધરવા માટે મોટા ભાગે ધ નેશનલ ડાયાબિટીસ ડેટા ગ્રુપ (એનડીડીજી(NDDG)) માંથી નિદાન માટેના નિયત કરવામાં આવેલાં ધારાધોરણોનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલાંક કેન્દ્ર કારપેંટર એંડ કૌસ્ટેન ધારાધોરણો પર આધાર રાખે છે, જેમાં સામાન્ય કટ-ઑફ નિમ્ન સ્તરે ગોઠવવામાં આવ્યાં છે. એનડીડીજી (NDDG) દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણોની સરખામણીએ, કારપેંટર એંડ કૌસ્ટેન ધારાધોરણો 54 % વધારે સગર્ભા હોય તેવી મહિલાઓમાં સગર્ભાવસ્થા દરમિયાનના ડાયાબિટીસનું નિદાન કરી શકે છે, જેમાં થોડાંક વધારે ખર્ચની સાથે વિકસિત ગર્ભ પરિણામોની અનિવાર્ય સાબિતીની જરૂર રહેતી નથી. [૨૯]

આ સાથે કેટલાંક આધારભૂત તુલ્યાંક આપવામાં આવ્યા છે જે ધ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન દ્વારા 100 ગ્રામ શર્કરા ઓજીટીટી (OGTT) દરમિયાન અસામાન્ય ગણવામાં આવ્યાં છે:

  • ભૂખ્યા પેટે લોહીમાં શર્કરાનું સ્તર ≥ 95 એમજી(mg)/ડીએલ(dl) (5.33 એમએમઓએલ(mmol)/એલ(L))
  • 1 કલાક બાદ લોહીમાં શર્કરાનું સ્તર ≥ 180 એમજી/ડીએલ (10 એમએમઓએલ(mmol) /એલ(L))
  • 2 કલાક બાદ લોહીમાં શર્કરાનું સ્તર ≥ 155 એમજી(mg)/ડીએલ(dl) (8.6 એમએમઓએલ(mmol)/એલ(L))
  • 3 કલાક બાદ લોહીમાં શર્કરાનું સ્તર ≥ 140 એમજી(mg)/ડીએલ(dl) ( 7.8 એમએમઓએલ(mmol)/એલ(L))

વૈકલ્પિક પરિક્ષણમાં 75 ગ્રામ શર્કરા આપવામાં આવે છે અને ત્યારબાદ તે જ સંદર્ભ મૂલ્યાંકને ઉપયોગ કરીને 1 અને 2 કલાક પહેલાં અને પછી, લોહીમાં શર્કરાનું પ્રમાણ માપવામાં આવે છે. આ પરિક્ષણથી જોખમ ધરાવતી થોડીક મહિલાઓની ઓળખ થઈ શકે છે, અને આ પરિક્ષણ તેમજ 3 કલાક 100 ગ્રામ પરિક્ષણ વચ્ચે નબળો સુમેળ( સમજૂતી દર) હોય છે.

સગર્ભાવસ્થામાં ડાયાબિટીસને શોધી કાઢવા માટે શર્કરાની ઉપયોગિતાને સૌપ્રથમ વખત ઓ’સુલીવેન અને મહેન (1964) દ્વારા પશ્ચાદવર્તી જૂથ અભ્યાસ (100 ગ્રામ શર્કરા ઓજીટીટી (OGTT)નો ઉપયોગ કરીને)કરીને નક્કી કરવામાં આવી જેથી ભવિષ્યમાં પ્રકાર 2 ડાયાબિટીસના વિકસિત થતાં જોખમને જાણી શકવામાં મદદ મળી શકે. તુલ્યાંકો નક્કી કરવામાં સમગ્ર લોહીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે માટે બે તુલ્યાંકોની જરૂર પડતી હતી જે તેના સુધી પહોંચીને કે તેનાથી વધી જઈને તુલ્યાંકને હકારાત્મક બનાવી શકે.[૩૦] તેની અનુગામી માહિતી ઓ’સુલીવેન દ્વારા નક્કી કરવામાં આવેલાં ધારાધોરણમાં સુધારા સૂચવી શકે છે. જ્યારે લોહીમાં શર્કરા નક્કી કરવાની પદ્ધતિમાં સમગ્ર લોહીના બદલે નસમાં રહેલા પ્લાઝમા નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે જીડીએમ (GDM) માટેનાં ધારાધોરણમાં પણ બદલાવ આવતો હતો.

પેશાબમાં શર્કરાનું પરિક્ષણ

જે સ્ત્રીઓ કદાચ જીડીએમ ધરાવે છે તેમનાં પેશાબમાં શર્કરાની ઉચ્ચ માત્રા (ગ્લુકોસરિઆ) હોઈ શકે છે. જો કે ડીપસ્ટીક પરિક્ષણનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, જેનાં પરિણામ નબળા હોય છે, અને નિયમિત ડીપસ્ટીક પરિક્ષણને બંધ કરી દેવાથી જ્યાં સર્વ સામાન્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે ત્યારે તેના નિદાનમાં કોઈ ફરક જાણવામાં આવતો નથી.[૩૧] સગર્ભાવસ્થા દરમિયાન વધી ગયેલા ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન દરમાં 50% જેટલી પેશાબમાં શર્કરા ધરાવતી મહિલાઓમાં તેમની સગર્ભાવસ્થા દરમિયાનના ગાળામાં ક્યારેક ડીપસ્ટીક પરિક્ષણ વખતે ફાળો આપે છે. સગર્ભાવસ્થા પહેલાં 2 ત્રિમાસિકમાં જીડીએમ (GDM) માટે ગ્લુકોસરિઆ સંવેદનશીલતા માત્ર 10%ની આસપાસ હોય છે અને હકારાત્મક આગાહીજન્ય તુલ્યાંક 20%ની આસપાસ હોય છે. [૩૨][૩૩]

સંચાલન

સગર્ભાવસ્થા સમયે ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતું ગ્લુકોઝ મીટર અને ડાયરી સાથેની કિટ.

સારવારનું લક્ષ્ય માતા અને બાળકમાં જીડીએમ (GDM)ના જોખમને ઘટાડવાનું હોય છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે શર્કરાના સ્તરને કાબૂમાં રાખવાથી જીવલેણ ગુંચવણો (જેમ કે મેક્રોસોમિઆ) ને ઓછી અસરકારક બનાવી શકાય છે અને માતૃત્વની જીવનની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. ક્મનસીબે, નવજાત વૉર્ડમાં દાખલ થનાર બહુ બધાં શિશુઓની સાથે-સાથે જીડીએમ (GDM)ની સારવાર પણ કરવાની થાય છે અને સિઝેરિયન વિભાગ કે પ્રસૂતિ પહેલાં મૃત્યુમાં વધારો થયાનું સાબિતી વિના, વધારે પ્રમાણમાં પ્રસવ-પ્રક્રિયાને આકર્ષે છે.[૩૪][૩૫] આ તારણો હજુ નવા અને વિરોધાભાસી છે.[૩૬]

ડાયાબિટીસ ઓસર્યો છે કે નહી તે સુનિશ્ચિત કરવા માટે પ્રસુતી બાદ 2-4 માસમાં પુન: ઓજીટીટી (GDM) કરાવવો જોઈએ. ત્યારબાદ, પ્રકાર 2 ડાયાબિટીસ માટે નિયમિતપણે સ્ક્રિનિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે.[૭]

જો ડાયાબિટીસ માટે નિશ્ચિત આહાર કે જી.આઈ (G.I.) આહાર, વ્યાયામ અને મૌખિક રીતે લેવામાં આવતી દવાઓ શર્કરાના સ્તરને કાબૂમાં લેવામાં અપર્યાપ્ત જણાય તો ઇન્સ્યુલિન દ્વારા ઉપચાર કરવો જરૂરી બની જાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફીના ઉપયોગથી મેક્રોસોમિયાને વિકસિત કરી શકાય છે. જે સ્ત્રી મૃત બાળકને જન્મ આપવાનો ઇતિહાસ ધરાવતી હોય અને ઇન્સ્યુલીનનો ઉપયોગ કરે છે, અથવા ભારે માનસિક તાણ અનુભવે છે તેમને ખુલ્લાં ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓની જેમ સંચાલિત કરવામાં આવે છે. [૧૨]

જીવનશૈલી

પ્રસુતી પહેલા સલાહ લેવી (દાખલા તરીકે, પ્રતિબંધક ફોલિક એસિડનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરવા) તેમજ બહુ–શિસ્તપાલનને લગતું વ્યવસ્થાપન એક પરિણામલક્ષી સારી પ્રસૂતિ માટે મહત્વનું છે.[૩૭] મોટા ભાગની સ્ત્રીઓ તેમના જીડીએમ (GDM)નું સંચાલન આહારમાં ફેરફાર તથા કસરત દ્વારા કરી શકે છે. રક્તમાં રહેલા શર્કરાના સ્તરના સ્વ-દેખરેખ દ્વારા ઉપચારનું માર્ગદર્શન કરી શકાશે. અમુક સ્ત્રીઓને સાર્વત્રિક રીતે ઉપયોગમાં લેવામાં આવતાં ઇન્સ્યુલિન ઉપચાર જેવી પ્રતિ ડાયાબિટીસ દવાઓની જરૂર પડશે.

સગર્ભાવસ્થા માટે જે આહાર લેવામાં આવે તેનાથી પુરતી કેલરી મળવી જોઇએ, વિશિષ્ટ રીતે 2000 – 2500 કિલોકેલરી કાર્બોહાઈડ્રેટ (સાદા કાર્બન, હાઈડ્રોજન તેમજ ઓક્સિજન) સિવાય હોવી જોઇએ.[૧૨] વિશિષ્ટ આહારમાં ફેરફારનું મુખ્ય લક્ષ્ય લોહીમાં શર્કરાના સ્તરને વધતું અટકાવવાનું છે. તે સાદા કાર્બન, હાઇડ્રોજન તેમજ ઓક્સિજનને પૂરા દિવસ દરમિયાન લેવામાં આવતા ભોજન કે નાસ્તા દ્વારા ફેલાવીને મેળવી શકાય, તેમજ જી.આઈ (G.I.) આહાર તરીકે ઓળખાતા અને ધીરેથી મુક્ત કરેલા સાદા કાર્બન, હાઇડ્રોજન તેમજ ઓક્સિજનના ઉપયોગથી શક્ય છે. સવારના ગાળા દરમિયાન ઇન્સ્યુલિનની પ્રતિકાર શક્તિ મહત્તમ હોય છે, તેથી સવારમાં લેવામાં આવતા નાસ્તામાં કાર્બોહાઇડ્રેટ્સ (સાદા કાર્બન, હાઇડ્રોજન તેમજ ઓક્સિજન) ઉપર વધુ નિયંત્રણ રાખવું જરૂરી છે.[૭]

નિયમિત રીતે મધ્યમ માત્રાની સઘન શારીરિક કસરતનું સૂચન કરવામાં આવે છે, જો કે જીડીએમ (GDM) માટે વ્યાયામના વિશિષ્ટ માળખાની રચના પર કોઈ સર્વ સામાન્ય અભિપ્રાય બાંધવામાં આવ્યાં નથી. [૭][૩૮]

હાથે પકડી શકાય તેવી રક્તવાહિનીમાં શર્કરાની યોગ્ય માત્રાની વ્યવસ્થા દ્વારા સ્વ-નિયંત્રણ પરિપૂર્ણ કરી શકાય છે. ગ્લુકોમીટરની આ વ્યવસ્થા દ્વારા પૂર્તતાનું પ્રમાણ ઓછું હોઈ શકે છે.[૩૯] ઓસ્ટ્રેલેશિયન ડાયાબિટીસ ઇન પ્રેગનંસી સોસાયટી દ્વારા જે લક્ષ્યાંક સૂચવવામાં આવ્યાં છે તે આ મુજબ છે: [૭]

  • ઉપવાસ વખતે રક્તવાહિનીના લોહીમાં શર્કરાનું સ્તર <5.5 એમએમઓએલ/એલ (mmol/L)
  • જમ્યા પછી 1 કલાક બાદ રક્તવાહિનીના લોહીમાં શર્કરાનું સ્તર <8.0 એમએમઓએલ/એલ (mmol/L)
  • જમ્યા પછી 2 કલાક બાદ લોહીમાં શર્કરાનું સ્તર <6.7 એમએમઓએલ/એલ (mmol/L)

લોહીના નિયમિત લેવામાં આવતાં નમૂનાઓનો ઉપયોગ HbA1c નું સ્તર જાણવા માટે કરી શકાય છે, જેના દ્વારા લાંબા સમય સુધી શર્કરા ઉપરના નિયંત્રણનો ખ્યાલ મળી શકે છે. [૭]

સ્તનપાન કરાવવાથી ડાયાબિટીસના જોખમને ઘટાડી શકવાના સંભવિત ફાયદાઓ સંશોધનોમાં સૂચવવામાં આવ્યાં છે અને તેનાથી માતા અને બાળક બંને માટે સંબંધિત જોખમ ઘટી શકે છે. [૪૦]

દવાઓ

જો આ માપદંડ પ્રમાણે સંચાલન કરવા છતાંય શર્કરાનું સ્તર નિયંત્રણમાં ન લાવી શકાતું હોય, કે પછી અતિશય જીવલેણ વિકાસ જેવી ગૂંચવણ ભરી સ્થિતિના પ્રમાણ મળે, તો ઇન્સ્યુલિન સાથેની સારવાર જરૂરી બને છે. સૌથી સામાન્ય ઉપચારાત્મક પદ્ધતિ જે પ્રચલિત છે તેમાં જમ્યા પહેલાં ત્વરિત ગતિથી કાર્યશીલ બનતી ઇન્સ્યુલિન લેવાની રીત છે જે જમ્યા પછી બનતી તીવ્ર શર્કરાને બુઠ્ઠી બનાવે છે.[૭] વધુ પડતા ઇન્સ્યુલિનના ઈંજેક્શનના કારણે લોહીમાં શર્કરાના પ્રમાણમાં થતાં ઘટાડા (હાઈપોગ્લાયકેમિઆ) થી બચવાની તકેદારી દાખવવી જોઈએ. ઇન્સ્યુલિન સારવાર પદ્ધતિ સામાન્ય કે અતિ કડક હોઈ શકે છે; વધુ પડતા ઈંજેક્શન સારાં નિયંત્રણના પરિણામ આપી શકે છે પણ તેના માટે વધુ પ્રયાસ કરવાં પડે, અને તેનાથી વધુ પ્રમાણમાં ફાયદા મળે છે તે અંગે કોઈ પ્રકારની સર્વ સંમતિ મળી નથી.[૧૫][૪૧][૪૨]

કેટલાંક એવા પ્રમાણ મળ્યાં છે કે ચોક્કસ મૌખિક ગ્લાઈકેમિક એજન્ટો સગર્ભાવસ્થામાં સુરક્ષિત હોઇ શકે છે, અથવા તો ઓછામાં ઓછા, ખરાબ રીતે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાં કરતા વિકસિત થઈ રહેલા ગર્ભની રક્ષા માટે દેખીતી રીતે ઓછાં જોખમી છે. ગ્લાઈબ્યુરાઈડ, બીજી પેઢીના સલ્ફોનીલ્યુરિયાને, ઇન્સ્યુલિન સારવાર પદ્ધતિના અસરદાર વિકલ્પ તરીકે દર્શાવવામાં આવે છે.[૪૩][૪૪] એક અભ્યાસ પ્રમાણે, 4% મહિલાઓને લોહીની શર્કરાના લક્ષ્ય ને પહોંચી વળવા માટે પૂરક ઇન્સ્યુલિનની જરૂર પડે છે.[૪૪]

મેટફૉર્મિન દ્વારા જે પરિણામ પ્રાપ્ત થયા છે તે ખૂબજ આશાસ્પદ છે. સગર્ભાવસ્થા દરમિયાન પૉલીસિસ્ટીક ઑવેરિયન સિંડ્રમ – અંડાશયમાં રસી થઈ જવાનાં લક્ષણોમાં મેટફૉર્મિન સાથેની સારવારથી જીડીએમ (GDM) સ્તરમાં ઘટાડો થતો હોવાની નોંધ જોવા મળી છે.[૪૫] હાલમાં હાથ ધરવામાં આવેલી મેટફૉર્મિન વિરુદ્ધ ઇન્સ્યુલિનની એક યાદ્દચ્છિક નિયંત્રિત અજમાયશમાં જોવા મળ્યું કે મહિલાઓ ઇન્સ્યુલિનના ઈંજેક્શન કરતાં મેટફૉર્મિનની ગોળીઓ લેવી વધુ પસંદ કરે છે અને તે કે મેટફોર્મિન ઇન્સ્યુલિનની જેમ જ સુરક્ષિત અને સમાન અસરકારક છે.[૪૬] ઇન્સ્યુલિન વડે સારવાર લેનારી મહિલાઓના નવજાતોમાં ગંભીર હાઈપોગ્લાયકેમિઆનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું જોવા મળે છે, પરંતુ અધૂરા મહિને પ્રસૂતિ સામાન્ય બની હતી. લગભગ અડધાથી વધુ દર્દીઓ માત્ર મેટફૉર્મિનથી પૂરતા પ્રમાણમાં નિયંત્રણ સુધી પહોંચ્તાયાં નહોતા અને તેઓને ઇન્સ્યુલિન સાથેની પૂરક ઉપચાર પદ્ધતિની જરૂર રહી હતી; એકલાં ઇન્સ્યુલિન સાથે સારવાર પ્રાપ્ત લોકોની સરખામણીમાં, આ લોકોને ઓછાં ઇન્સ્યુલિનની જરૂર પડી હતી, અને તેઓના વજન પણ ઓછાં વધ્યા હતાં.[૪૬] મેટફૉર્મિન ઉપચાર પદ્ધતિથી લાંબા ગાળે ગૂંચવણ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે, જો કે, પૉલીસિસ્ટીક ઑવેરિયન સિંડ્રમ – અંડાશયમાં રસી થઈ જવાનાં લક્ષણો- ધરાવતી અને મેટફૉર્મિન દ્વારા સારવાર પ્રાપ્ત મહિલાથી જન્મેલાં 18 માસની વયના બાળકના અનુવર્તનમાં કોઈ પ્રકારની અસામાન્યતાઓ વિકસિત થતી જોવા મળી નહોતી.[૪૭]

રોગના વલણનું પૂર્વાનુમાન

સગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવેલા ડાયાબિટીસનું નિરાકરણ સામાન્યપણે બાળકના જન્મ પછી આવી જતું હોય છે. જુદાં-જુદાં અભ્યાસ પર આધારિત તારણમાં એવું જાણવા મળે છે કે બીજી પ્રસૂતિમાં વંશીય પશ્ચાતભૂમિકા પર આધારિત જીડીએમ (GDM) વિકસિત થવાનાં યોગ 30 અને 84% વચ્ચેના રહે છે. પ્રથમ પ્રસૂતિના 1 વર્ષના ગાળામાં બીજી પ્રસૂતિ હોય તો ફરીથી થવાનો દર બેવડાય જાય છે.[૪૮]

જે સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું નિદાન થયું હોય તેમને ભવિષ્યમાં મેલીટસ ડાયાબિટીસ થવાનાં જોખમમાં વધારો જોવા મળે છે. જે સ્ત્રીઓને ઇન્સ્યુલિન સારવારની જરૂર રહી હોય, જેમનામાં ડાયાબિટીસના પ્રતિદ્રવ્યો વિદ્યમાન હોય (જેવાં કે ગ્લ્યુટામેટ ડીકાર્બોઝાયલેસ વિરૂદ્ધના પ્રતિદ્રવ્યો, આઈસ્લેટ કોશિકાના પ્રતિદ્રવ્યો, અને/અથવા ઇન્સ્યુલિનોમા એંટિજેન-2), બે કરતાં વધુ પ્રસૂતિ થઈ હોય તેવી સ્ત્રીઓ, અને મેદસ્વીતા ધરાવનાર સ્ત્રીઓ (જરૂર કરતાં વધારે) તેમનામાં જોખમ સૌથી વધારે રહેતું હોય છે.[૪૯][૫૦] જે સ્ત્રીઓને સગર્ભાવસ્થા સમયના ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ઇન્સ્યુલિનની જરૂરિયાત રહેતી હોય તેમનામાં આવનાર પાંચ વર્ષોમાં ડાયાબિટીસનો વિકાસ થવાનું 50% જોખમ વધી જાય છે.[૩૦] વસ્તીનાં અભ્યાસ પર આધારિત, નિદાનાત્મક ધોરણો અને ચિવટતાપૂર્વકના અનુસંધાન દ્વારા, જોખમની ભિન્ન-ભિન્ન પ્રચંડતા જોવા મળી શકે છે.[૫૧] પહેલાં 5 વર્ષોમાં જોખમ સૌથી વધુ રહેતું હોય છે, જેમાં પછી કોઈ વધારો થવાનો અવકાશ રહેતો નથી.[૫૧] બોસ્ટન અને મેસેચ્યુએટસની મહિલાઓના જૂથ પર એક સૌથી લાંબો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો; તેમનામાંની અર્ધા ઉપરની મહિલાઓને 6 વર્ષ પછી ડાયાબિટીસ લાગુ પડ્યો હતો, અને 70% કરતાં વધુને 28 વર્ષ પછી ડાયાબિટીસ લાગુ પડ્યો હતો.[૫૧] નવાજોની મહિલાઓમાં હાથ ધરવામાં આવેલાં પશ્ચાદવર્તી અભ્યાસમાં, જીડીએમ (GDM) પછી ડાયાબિટીસનું જોખમ 11 વર્ષ પછી 50 થી 70% અંદાજવામાં આવ્યું હતું.[૫૨] એક અન્ય અભ્યાસ પ્રમાણે જીડીએમ (GDM) પછીના 15 વર્ષમાં ડાયાબિટીસનું જોખમ 25% ટકા કરતાં વધી જતું હોય છે.[૫૩] પ્રકાર 2 ડાયાબિટીસ, પાતળી કાયા અને સ્વત: પ્રતિદ્રવ્યો ધરાવતાં દર્દીઓની ઓછું જોખમ ધરાવતી વસ્તીમાં, પ્રકાર 1 ડાયાબિટીસ વિકસિત થઇ શકે તેવી મહિલાઓનો દર ખૂબ ઊંચો છે.[૫૦]

જે મહિલાઓ જીડીએમ (GDM) ધરાવે છે તેમનાં બાળકોમાં બાળપણ અને પુખ્ત વયે મેદસ્વીપણાનું જોખમ વધી જતું હોય છે અને શર્કરાની અસહિષ્ણુતામાં વધારો થયેલો જોઈ શકાય છે તેમજ આગળ જતાં જીવનમાં પ્રકાર 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.[૫૪] આ જોખમ માતાના પક્ષે વધી ગયેલી શર્કરાના મૂલ્યાંકથી સંબંધિત છે.[૫૫] હાલમાં એ બાબત અસ્પષ્ટ છે કે જનનીય સંશયાત્મકતા અને વાતાવરણલક્ષી પરિબળો જોખમમાં કેટલો ફાળો આપે છે અને જો જીડીએમ (GDM)ની સારવાર કરવામાં આવે તો આ પરિણામોમાં કેટલો ફરક પડી શકે છે.[૫૬]

જીડીએમ (GDM) ધરાવતી મહિલાઓમાં અન્ય જોખમી પરિસ્થિતિઓ વિશે બહુ ઓછી આંકડાકીય માહિતી ઉપલબ્ધ છે; જેરૂસલેમમાં જન્મ પૂર્વેના એક અભ્યાસમાં, 37962માંથી 410 દર્દીઓમાં જીડીએમ (GDM)ની હાજરી જોવા મળી હતી, અને સ્તન તેમજ સ્વાદુપિંડને લગતા કેન્સરનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ આ નિષ્કર્ષને પુષ્ટિ આપવા માટે વધુ સંશોધનની જરૂર છે.[૫૭][૫૮]

ગૂંચવણો

જીડીએમ (GDM)થી માતા અને બાળકને જોખમ રહે છે. આ જોખમ મુખ્યત્વે લોહીમાં શર્કરાનું ઉચ્ચ પ્રમાણ અને તેનાં પરિણામે ઊભી થતી ગુંચવણો સંબંધિત હોય છે. લોહીમાં શર્કરાની ઉચ્ચ માત્રાની સાથે જોખમમાં વધારો જોવા મળે છે.[૫૯] આ સ્તરને નિયંત્રિત કરી સારાં પરિણામ આપનાર સારવારથી જીડીએમ (GDM)ના કેટલાંક જોખમોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.[૩૯]

જીડીએમ (GDM)ના કારણે બાળકના જે બે મુખ્ય જોખમો ઊભા થાય છે તેમાં જન્મ પછી અસામાન્ય વિકાસ અને રાસાયણિક અસમતુલા છે, જેનાં કારણે નવજાત માટેનાં સઘન સારવાર એકમમાં દાખલ થવાની જરૂર પડે છે. જીડીએમ (GDM) ધરાવતી માતાની કૂખથી જે બાળકો જન્મે છે તેઓને બન્ને પ્રકારના જોખમો હોઇ શકે છે – સગર્ભાવસ્થાની ઉંમર પ્રમાણે મોટા (મેક્રોસોમિક)[૫૯] અને સગર્ભાવસ્થાની ઉંમર પ્રમાણે નાના. તેના જવાબમાં મેક્રોસોમિઆ, સાધન વડે પ્રસૂતિઓ (ઉદાહરણ તરીકે ફોર્સેપ્સ, વેંટોઉસ અને સીઝેરીઅન સેકશન) નું જોખમ અથવા યોનિમાર્ગ વાટે થતી પ્રસૂતિ દરમિયાનની મુશ્કેલીઓ (જેમ કે શોલ્ડર ડિસ્ટોસિઆ) વધી જાય છે. મેક્રોસોમિઆ જીડીએમ (GDM) ધરાવતાં 20% દર્દીઓની સરખામણીએ 12% સામાન્ય મહિલાઓને અસર કરી શકે છે.[૧૫] જો કે, આ દરેક ગૂંચવણ માટે મળતાં પુરાવા એક સરખી રીતે સબળ નથી; ઉદાહરણ તરીકે હાઈપરગ્લાઈકેમિઆ અને પ્રતિકુળ સગર્ભાવસ્થા પરિણામ (એચઓપીઓ (HAPO))ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકની ગર્ભસ્થ ઉંમરમાં જોખમનું પ્રમાણ વધી જતું હોય છે, ઓછું નથી થતું.[૫૯] જીડીએમ (GDM) અંગેના સંશોધન ઘણાં બધા મુંઝવી દેનારા પરિબળોના કારણે મુશ્કેલ બની જતાં હોય છે(જેમ કે મેદસ્વીપણું). સ્ત્રીમાં જીડીએમ (GDM) હોવા માત્રની જાણ થવાથી સીઝેરિઅન સેક્શન કરાવવાનું જોખમ વધી જતું હોય છે.[૬૦][૬૧]

નવજાત શિશુઓમાં લોહીમાં શર્કરાની ઓછી માત્રા (હાઈપોગ્લાયકેમિઆ), કમળો, ઉચ્ચ લાલ રક્તકણોનો જથ્થો (પોલીથાઈસેમિઆ), અને લોહીમાં નિમ્ન કેલ્શિયમ (હાઈપોકેલ્શીએમિઆ) અને મેંગ્નેશિઅમ (હાઈપોમેંગ્નેશેમિઆ)ના વધતાં જોખમો રહેલાં છે.[૬૨] જીડીએમ (GDM) પરિપક્વતામાં પણ દખલ કરે છે, જેના કારણે અપરિપક્વ બાળકો શ્વાસની તકલીફનો સામનો કરે છે કેમ કે તેમનાં ફેફસાં પૂર્ણ રીતે વિકસિત નથી થયાં હોતા અને સર્ફેક્ટેંટ સિંથેસિસનું અશકત હોય છે. [૬૨]

સગર્ભાવસ્થા પૂર્વના ડાયાબિટીસથી અલગ, સગર્ભાવસ્થા સમયના ડાયાબિટીસને જન્મ સમયની ખોડ માટે સ્પષ્ટ રીતે કોઈ સ્વતંત્ર જોખમી પરિબળ તરીકે દર્શાવવામાં આવ્યું નથી. જન્મ સમયની ખોડ સામાન્યપણે પ્રસૂતિકાળના પ્રથમ ત્રિમાસિક (13મા અઠવાડિયા પહેલાં) માં આકાર પામતી હોય છે, જ્યારે કે જીડીએમ (GDM) ક્રમશ: વિકસિત થાય છે અને પ્રથમ ત્રિમાસિક દરમિયાન ભાગ્યે જ જોવા મળે છે. અભ્યાસો દર્શાવે છે કે જીડીએમ (GDM) ધરાવતી મહિલાઓના સંતાન જન્મજાત ખોડખાંપણ અંગેના ઉચ્ચ જોખમ ધરાવે છે.[૬૩][૬૪][૬૫] એક વિસ્તૃત કેસ-કંટ્રોલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સગર્ભાવસ્થા સમયનો ડાયાબિટીસ જન્મજાત ખામીના બહુ સીમિત વર્ગ સાથે સંલગ્ન હતો, અને એ કે આ સમાયોગ સામાન્યપણે જે સ્ત્રીઓમાં ઉચ્ચ બોડી માસ ઈંડેક્ષ (≥ 25 કિ.ગ્રા/મી²) હોય તેમના સુધી સામાન્યપણે સિમિત હતો.[૬૬] એ નક્કી કરવું મુશ્કેલ છે કે આ પ્રસૂતિ પહેલાં નિદાન કરવામાં ન આવી હોય તેવી પહેલાં જ પ્રકાર 2 ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓને સામેલ કરવાના કારણે આંશિક રીતે છે કે કેમ.

વિરોધાભાસી અભ્યાસના કારણે, હાલમાં તે અસ્પષ્ટ છે કે જીડીએમ ધરાવતી સ્ત્રીઓમાં પ્રિક્લેમ્પશિઆનું ઉચ્ચ જોખમ છે કે નહીં.[૬૭] એચએપીઓ (HAPO) અભ્યાસમાં, પ્રિક્લેમ્પશિઆનું જોખમ 13% અને 37% ની વચ્ચે ઊંચુ હતું, જો કે બધાં જ મૂંઝવી દેતાં પરિબળો સુધારી શકાયા ન હતા.[૫૯]

રોગશાસ્ત્ર

જે વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેના આધારે સગર્ભાવસ્થા સમયનો ડાયાબિટીસ 3 -10% પ્રસૂતિઓમાં અસર કરે છે.[૨]

સંદર્ભો

બાહ્ય લિંક્સ