ફારસી ભાષા

પશ્ચિમ ઇરાની ભાષા

ફારસી (فارسی) ભારતીય-યુરોપીય ભાષાસમૂહના ભારતીય-ઇરાની ભાગમાં આવેલી એક ભાષા છે. એ ઈરાન, અફઘાનિસ્તાન (૧૯૫૮થી આધિકારિક રૂપે દરી)[૧] અને તાજિકિસ્તાન (સોવિયત સમયે તજિકી)[૨] દેશોની મુખ્ય ભાષા છે પરંતુ તે મુખ્યત્વે ઇરાનમાં બોલાય છે. ફારસી અરબી લિપિમાં લખાતી આવી છે.

અરબી લિપિની નસ્તાલીક શૈલીમાં લેખિત શબ્દ "ફારસી"

ઇતિહાસ

દક્ષિણ એશિયામાં

તખ્ત-એ શાહ જહાન, આગ્રા કિલ્લો પર ફારસી શાયરી

મધ્યયુગ દરમ્યાન ફારસી-પરસ્ત મુઘલો તથા અન્ય મધ્ય એશિયાઇ શાસકોના આગમન સાથે ફારસી ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે.[૩] ઉર્દૂ ભાષામાં તથા કઇંક અંશે હિન્દી ભાષામાં ફારસી ભાષાની અસર દેખાઇ આવે છે. ગુજરાત રાજ્યમાં પણ મુઘલ તેમ જ મુસલમાન શાસકો શાસન કરી ગયા હોવાને કારણે ગુજરાતી ભાષામાં પણ ફારસી ભાષાની અસર ધરાવતા શબ્દો જોવા મળે છે.

સંદર્ભો

🔥 Top keywords: