અતાકામા રણ

દક્ષિણ અમેરિકામાં આવેલું રણ

અતાકામા રણ (અંગ્રેજી: Atacama Desert), દક્ષિણ અમેરિકા સ્થિત લગભગ શુષ્ક ઉચ્ચપ્રદેશ છે અને તેનો વિસ્તાર એન્ડીઝ પર્વતમાળાની પશ્ચિમ દિશામાં ઉપખંડના પેસિફિક સમુદ્રતટ પર લગભગ ૧૦૦૦ કિમી (૬૦૦ માઈલ) જેટલા અંતરે છે. નાસાના નેશનલ જ્યોગ્રાફિક અને અન્ય ઘણા પ્રકાશનો અનુસાર તે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે.[૨][૩][૪] ચીલી દેશની સમુદ્રતટ શ્રેણી અને એન્ડીઝના અનુવાત તરફના વરસાદી પ્રદેશ અને શીતળ અપતટીય પ્રવાહ દ્વારા નિર્મિત તટીય પ્રતિલોમ સ્તર, આ ૨૦ કરોડ વર્ષ જૂના રણ[૫]ને કેલિફોર્નિયાની મૃત વેલી કરતાં ૫૦ ગણી વધુ શુષ્ક બનાવે છે. ઉત્તર ચીલીમાં સ્થિત થયેલ અતાકામા રણનું કુલ ક્ષેત્રફળ 40,600 square miles (105,000 km2)[૬] અને તેનો અધિકાંશ ખારા તળાવો (salares), રેતી અને વહેતા લાવા થી બનેલ છે.

અતાકામા રણ
નાસા વર્લ્ડ વિન્ડ દ્વારા અતાકામાની છબી
અતાકામા રણનો નકશો: પીળો રંગ અતાકામા રણ દર્શાવે છે. કેસરી રંગ દક્ષિણ ચાલા, અલ્તિપ્લાનો, પુના ડી એટોકામા અને નોર્ટે ચિકો વિસ્તારો છે.
Ecology
Realmનિઓટ્રોપીકલ
Biomeરણ
Geography
Area104,741 km2 (40,441 sq mi)
Countryચીલી, પેરુ
Coordinates 69°15′W / 24.500°S 69.250°W / -24.500; -69.250
Conservation
Protected3,385 km² (3%)[૧]

હવામાન

પેરેનાલ વેધશાળામાં બરફ[૭]

અતાકામા રણનું હવામાન વરસાદ વગરનું શુષ્ક છે પરંતુ કોઇ વખત આમાં પરિવર્તન આવે છે. જુલાઇ ૨૦૧૧માં અત્યંત ઠંડા એન્ટાર્ટિક પવનો વર્ષાછાયાંને ઓળંગીને અહીં પહોંચ્યા હતા જેના કારણે ૮૦ સે.મી. (૩૧ ઇંચ) વરસાદ વરસ્યો હતો, જેના કારણે અસંખ્ય લોકો, ખાસ કરીને બોલિવીયામાં ફસાઇ ગયા હતા અને સૌથી વધુ બચાવકાર્ય માટેના મદદ માંગવામાં આવી હતી.[૮]

૨૦૧૨માં સાન પેડ્રો ડી અતાકામામાં પૂર આવ્યું હતું.[૯][૧૦]

૨૫ માર્ચ ૨૦૧૫ના રોજ અતાકામાના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસ્યો હતો.[૧૧][૧૨] તેના કારણે કોપીઆકો, તેર્રા અમારિલ્લા, ચનારાલ અને ડિએગો ડી અલ્માગ્રો શહેરોમાં પૂર આવ્યું હતું અને ૧૦૦થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: