દક્ષિણ એશિયા

દક્ષિણ એશિયા , અંગ્રેજીમાં સધર્ન એશિયા તરીકે પણ ઓળખાય છે અને તે એશિયા ખંડનું દક્ષિણનું ક્ષેત્ર છે. જેમાં હિમાલયની આસપાસ આવેલા દેશો, કેટલીક સત્તાઓ (નીચે જુઓ) અને પૂર્વ અને પશ્ચિમ પર આવેલા પડોશી દેશોનો સમાવેશ થાય છે. સ્થાનિક ભૂગોળની દ્રષ્ટિએ તેમાં ભારતીય પ્લેટનું મહત્વ છે અને તે દરીયાના સ્તરથી ઉંચે જતા હિમાલય અને હિન્દુ કુશના દક્ષિણમાં આવેલા ભારતીય ઉપખંડ તરીકે ઓળખાય છે. દક્ષિણ એશિયાની આસપાસ આવેલા ક્ષેત્રોમાં (ઘડીયાળના કાંટાની દિશામાં પશ્ચિમથી પૂર્વ તરફ) પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, પૂર્વીય એશિયા, અગ્નિ એશિયા અને હિન્દ મહાસાગરનો સમાવેશ થાય છે.

દક્ષિણ એશિયા
વિસ્તાર5,134,641 km2 (1,982,496 sq mi)
વસ્તી1,814,014,121 (૨૦૧૮) (1st)[૧][૨]
વસ્તી ગીચતા362.3/km2 (938/sq mi)
GDP (PPP)$12.752 ટ્રિલિયન (૨૦૧૮)[૩]
GDP (નોમિનલ)$3.461 ટ્રિલિયન (૨૦૧૮)[૩]
GDP માથાદીઠ$1,908 (nominal)[૩]
$7,029 (PPP)[૩]
HDIIncrease0.642 (મધ્યમ)[૪]
વંશીય સમૂહોઇન્ડો-આર્યન, ઇરાની, દ્વવિડિયન, સિનો-તિબેટી, એસ્ટ્રો-એશિયન વગેરે
ધર્મોહિંદુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ, જૈન ધર્મ, પારસી
ઓળખદક્ષિણ એશિયન
દેશી (બોલચાલમાં)
દેશો
૮ દેશો
અર્ધ-સ્વતંત્ર દેશો British Indian Ocean Territory
ભાષાઓ
અધિકૃત ભાષાઓ
અન્ય ભાષાઓ
  • આફ્રો-એશિયાટિક:
  • એસ્ટ્રોએશિયાટિક:
  • એસ્ટ્રોએશિયન:
    • જા બાસાવા
  • દ્રવિડિયન:
  • ઇન્ડો-યુરોપિયન:
  • સિનો-તિબેટિયન:
    • તમાંગ
  • તુર્કીક ભાષાઓ:
    • તુર્કમેન
    • ઉઝબેક
સમય વિસ્તારો
૫ સમય વિસ્તારો
  • UTC+૦૪:૩૦:
    • અફઘાનિસ્તાન
  • UTC+૦૫:૦૦:
    • માલદીવ્સ
    • પાકિસ્તાન
  • UTC+૫:૩૦:
    • ભારત
    • શ્રીલંકા
  • UTC+૦૫:૪૫:
    • નેપાળ
  • UTC+૦૬:૦૦:
    • બાંગ્લાદેશ
    • ભૂતાન
ઈન્ટરનેટ TLD.af, .bd, .bt, .in,
.lk, .mv, .np, .pk
ટેલિફોન કોડ૮ થી ૯ વચ્ચે
સૌથી મોટા શહેરો[note ૧]
UN M49 કોડ૦૩૪ – દક્ષિણ એશિયા
૧૪૨ – એશિયા
૦૦૧ – વિશ્વ

દક્ષિણ એશિયા બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનું બનેલું છે. કેટલીક વ્યાખ્યાઓ અફઘાનિસ્તાન, બર્મા, તિબેટ, અને બ્રિટીશ હિન્દ મહાસાગર ક્ષેત્રને પણ દક્ષિણ એશિયામાં સમાવે છે.[૫]

દક્ષિણ એશિયા દુનિયાની પાંચમાં ભાગની વસતીનું ઘર છે જેને પગલે તે વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો અને સૌથી વધુ વસતી ગીચતા ધરાવતો ભૌગૌલિક ક્ષેત્ર બન્યું છે.[૬] આ ખંડમાં અવારનવાર સંઘર્ષ થયા છે અને રાજકીય અસ્થિરતા પણ સર્જાઈ છે, જેમાં આ ખંડના અણુ સત્તા ધરાવતા બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ સામેલ છે. આ પ્રદેશમાં આર્થિક સહકાર સંગઠન તરીકે સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કો-ઓપરેશનની પણ સ્થાપના કરવામાં આવી છે.

વ્યાખ્યાઓ

મુખ્ય દેશોની સાથે દક્ષિણ એશિયા વિવિધ દેશોના મિશ્રણને કારણે અલગ પડે છે. જો કે તે મોટે ભાગે બ્રિટીશ ભારતીય સામ્રાજ્યના એક ભાગ હતા જેમાં અત્યારના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા મુખ્ય દેશોનો સમાવેશ થાય છે. તેમાં સિલોન (અત્યારનું શ્રીલંકા), બર્મા (સત્તાવાર મ્યાનમાર) અને સિક્કિમનો પણ સમાવેશ થાય છે.[૭] એડન કોલોની, બ્રિટીશ સોમાલીલેન્ડ અને સિંગાપોર, પર અંગ્રેજોએ રાજ કર્યું હતું તેમ છતાં તેને ક્યારેય દક્ષિણ એશિયાના કોઇ ભાગ ગણવામાં નથી આવ્યા.[૮]

બ્રિટીશ રાજમાં 562 સુરક્ષિત રજવાડાંનો સમાવેશ પણ થાય છે, જેનો વહીવટ પ્રત્યક્ષ રીતે વહીવટ રાજ દ્વારા થતો નહોતો. તેમાંથી કેટલાક રજવાડા ભારત સંઘરાજ્યમાં જોડાયા હતા જેમાં (હૈદરાબાદ રાજ્ય, મૈસોર રાજ્ય, વડોદરા, ગ્વાલિયર અને જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાક ભાગનો સમાવેશ થાય છે), જ્યારે કેટલાક રજવાડાં પાકિસ્તાન સંસ્થાન સાથે જોડાયા હતા (જેમાં બહવાલપુર, કલાટ, ખૈરપુર, સ્વાત અને જમ્મુ અને કાશ્મીર રજવાના કેટલાક ભાગનો સમાવેશ થાતો હતો).[૯][૧૦] સિક્કમ 1975માં ભારતમાં જોડાયું હતું.[૧૧] જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ ચીનનો એક ભાગ બન્યો હતો.

પાસપાસે જોડાયેલા દેશોના જૂથ એટલે કે સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન (સાર્ક)ની 1985 શરૂઆત થઇ ત્યારે તેમાં સાત દેશો (બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા) હતું, પરંતુ 2006માં આઠમા સભ્ય તરીકે આ જૂથમાં અફઘાનિસ્તાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.[૧૨] વિશ્વ બેન્ક ગ્રૂપિંગે મૂળ સાત સભ્યોનો જ સમાવેશ કર્યો છે અને અફઘાનિસ્તાનને બહાર રાખ્યું છે.[૧૩] વિવિધ દેશોનાં આ જૂથમાં બ્રિટીશ શાસન હેઠળ સામેલ નહોતા તેવા ત્રણ સ્વતંત્ર દેશો (નેપાળ, ભુતાન અને અફઘાનિસ્તાન) પણ સમાવેશ થાય છે. સાર્ક દ્વારા સ્વીકૃત સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર આ જૂથના મૂળ સાત સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા છતાં તેમાં માલદીવ માટે ખાસ જોગવાઈ છે.[૧૪]

ધી યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન્સ ઈન્ફર્મેશન નેટવર્ક (પોપિન)માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો દક્ષિણ એશિયાના ભાગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પોતાની લાક્ષણિક્તાને ધ્યાનમાં લઈને માલદીવનો સમાવેશ પેસિફિક પોપિન પેટાપ્રદેશ નેટવર્કના સભ્ય દેશ તરીકે કરવામાં આવ્યો હતો.[૧૫] રાજકીય નહીં પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ તિબેટને દક્ષિણ એશિયાનો એક ભાગ ગણવામાં આવે છે[૧૬] જ્યારે બ્રિટીશ હિન્દ મહાસાગર ક્ષેત્ર સુરક્ષાના કારણોસર જોડાયેલું છે.[૧૭] ધી યુનાઈટેડ નેશન્સની પેટા-પ્રદેશની યોજનામાં ઈરાન સહિતના સાર્ક જૂથના તમામ આઠ સભ્યોને દક્ષિણ એશિયાના ભાગ તરીકે સમાવી લેવાયા છે.[૧૮] જ્યારે યુનાઈટેડ નેશન્સ ઇકોનોમી એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધી પેસિફિકના હર્શમેન-હર્ફિન્ડહલ ઈન્ડેક્સ (સૂચકાંક)માં સાર્ક જૂથ માટે હસ્તાક્ષર કરનાર મૂળ સાત સભ્યોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.[૧૯]

અફઘાનિસ્તાનની ગણના નહીંતર, મધ્ય એશિયા અથવા મધ્ય-પૂર્વીય દેશ તરીકે, બર્માની ગણતરી અગ્નિ એશિયન દેશ તરીકે અને તિબેટની ગણના મધ્ય એશિયન અથવા પૂર્વ એશિયન દેશ તરીકે થાય છે.[૨૦] દક્ષિણ એશિયા માટેની સુસંગત કે અખંડ હોય તેવી વ્યાખ્યાના અભાવને કારણે આ પ્રદેશનો શૈક્ષણિક અભ્યાસ થયો નથી તેમજ આવા અભ્યાસ હાથ ધરવામાં પણ કોઇના રસની ગેરહાજરી છે.[૨૧] બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં બે વર્ષમાં હાથ ધરવામાં આવેલા સરવેમાં તેમની દશ્રિણ એશિયા સાથેની ઓળખ પણ ઘણી ઓછી જણાઇ હતી.[૨૨]

ભારતીય ઉપખંડ

"ભારતીય ઉપખંડ" એક ભૌગોલિક શબ્દ છે જેનો મોટા, સ્વ-સમાવિષ્ટ ભૂપ્રદેશનો ઉલ્લેખ કરવા ઉપયોગ થાય છે. ભારતીય ઉપખંડ દક્ષિણ એશિયાનો મોટા ભાગનો વિસ્તાર આવરી લે છે.

"ભારતીય ઉપખંડ" શબ્દનો ઉપયોગ વિશાળ જમીની વિસ્તાર દર્શાવવા માટે કરવામાં આવે છે, જે એશિયન ઉપખંડના અન્ય પ્રદેશો કરતાં ભૌગોલિક રીતે અલગ પડે છે.[૨૩] સમાન અવકાશને કારણે કેટલાક વિદ્વાનો "દક્ષિણ એશિયા" અને "ભારતીય ઉપખંડ" શબ્દોનો એકબીજાના સ્થાને ઉપયોગ કરે છે.[૨૩][૨૪][૨૫] રાજકીય સંવેદનશીલતાને કારણે, કેટલાક લોકો "દક્ષિણ એશિયન ઉપખંડ","ઈન્ડો-પાક ઉપખંડ" અથવા સરળ "દક્ષિણ એશિયા" અથવા "ઉપખંડ" શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. કેટલાક વિદ્વાનોના કહેવા પ્રમાણે, યુરોપ અને ઉત્તર અમેરિકામાં "ઉપખંડ" અથવા "ભારતીય ઉપખંડ" શબ્દોનો ઉપયોગ કરવા કરતાં "દક્ષિણ એશિયા" શબ્દ વધારે પ્રચલિત છે.[૨૬][૨૭] ઈન્ડોલોજિસ્ટ (ભારતીય વિદ્યાના જાણકાર) રોનાલ્ડ બી. ઈન્ડેનની દલીલ છે કે "દક્ષિણ એશિયા" શબ્દનો ઉપયોગ કરવો એ વધારે વ્યાપક અર્થનું પ્રતિબિંબ સૂચવે છે, કારણ કે તેમાં પૂર્વ એશિયાથી અલગ હોવાનો સ્પષ્ટ સંદેશ મળે છે.[૨૮] જોકે, આ મંતવ્ય સાથે તમામ લોકો સહમત નથી.[૨૯]

શબ્દકોષની માહિતી પ્રમાણે, ઉપખંડ એટલે "ખંડના બાકીના પ્રદેશોથી અલગ ચોક્કસ ભૌગોલિક અથવા રાજકીય સ્વતંત્રતા હોવી"[૩૦] અથવા "ખંડના વિશાળ અને વધારે અથવા ઓછા પોતે મેળવેલા પેટાવિભાગ."[૩૧] અહીં નોંધવું જોઈએ કે જિયોફિઝિકલી (ભૂસ્તર-ભૌતિક રીતે) તિબેટની સાંગ પો નદી ઉપખંડીય માળખાની સરહદની બહાર આવેલી છે જ્યારે તજિકિસ્તાનમાં પામિર પર્વત સરહદની અંદરની બાજુએ આવેલો છે.

દેશોના સમન્વય મુજબ તે દક્ષિણ એશિયાના તમામ ભાગનો આવરે છે જેમાં કોન્ટિનેન્ટલ ક્રસ્ટ પર આવેલા (બાંગ્લાદેશ, ભુતાન, ભારત, નેપાળ, અને પાકિસ્તાન), ખંડના છેડે આવેલા દ્વીપ રાષ્ટ્ર (શ્રીલંકા), અને દરીયાઇ ક્રસ્ટમાંથી બનેલા દ્વીપ રાષ્ટ્ર (માલદીવ)નો સમાવેશ થાય છે.[૩૨] અન્ય સમન્વયમાં માત્ર બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનનો ઉપખંડ તરીકે સમાવેશ થાય છે જે બ્રિટીશ રાજના મુખ્ય શાસન હતા.[૩૩]

આ રજૂઆતમાં અક્સાઈ ચીનના વિવાદાસ્પદ પ્રદેશનો પણ સમાવેશ થાય છે, જે બ્રિટીશ ભારતીય રજવાડું જમ્મુ અને કાશ્મીરનો ભાગ હતું, પરંતુ હવે તેનો વહીવટ ઝિનજિએંગના ચીની સ્વાયત્ત પ્રદેશ તરીકે કરવામાં આવે છે. 1959માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી પુસ્તિકામાં અફઘાનિસ્તાન, સિલોન (શ્રીલંકા), ભારત, નેપાળ અને પાકિસ્તાનનો સમાવેશ "દક્ષિણ એશિયાના ઉપખંડ" તરીકે કરવામાં આવ્યો હતો.[૩૪] જ્યારે દક્ષિણ એશિયાનો અર્થ બતાવવા માટે ભારતીય ઉપખંડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે ક્યારેક ક્યારેક શ્રીલંકાના ટાપુ દેશો અને ધી માલદીવનો સમાવેશ કરવામાં આવતો નથી.[૩૫] જ્યારે તિબેટ અને નેપાળનો સંદર્ભને આધારે સમાવેશ[૩૬], બાદબાકી[૩૭] થતાં રહ્યાં છે.

સાઉથ એશિયા સ્ટડીઝ પ્રોગ્રામની વ્યાખ્યાઓ

1964માં જ્યારે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સેન્ટર ઓફ સાઉથ એશિયન સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, હિમાલયન રાજ્યો (નેપાળ, ભુતાન, અને સિક્કીમ[૩૮]), અને બર્મા (અત્યારે સત્તાવાર મ્યાનમાર)નો સમાવેશ કરાયો હતો. પરંતુ વર્ષો જતાં તેણે તેની પ્રવૃત્તિઓનું વિસ્તરણ કર્યું જેમાં થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, વિયેટનામ, કમ્બોડીયા, લાઓસ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને હોંગ કોંગનો સમાવેશ થાય છે.[૩૯] યુનિવર્સિટી ઓફ મિશિગન અને યુનિવર્સિટી ઓફ વર્જિનિયા એમ બંને યુનિવર્સિટીના સાઉથ એશિયન સ્ટડીઝનાં સેન્ટર્સમાં સાર્કના સાત સભ્યોની સાથે તિબેટનો સમાવેશ દક્ષિણ એશિયન દેશ તરીકે કરવામાં આવ્યો હતો અને માલદીવને બહાર રાખવામાં આવ્યું છે.[૪૦][૪૧] રુટજર્સ યુનિવસિર્ટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલીના સાઉથ એશિયન સ્ટડીઝ પ્રોગ્રામમાં સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝે પણ આવું જ કર્યું હતું પરંતુ માલદીવને બહાર રાખ્યું નહોતું, [૪૨][૪૩]જ્યારે બ્રાન્ડીસ યુનિવર્સિટીના સાઉથ એશિયન સ્ટડીઝ પ્રોગ્રામે આ પ્રદેશને "ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને અફઘાનિસ્તાન, બર્મા, માલદીવ અને તિબેટના ચોક્કસ સંદર્ભો"ની સમાવેશ કરીને વ્યાખ્યાયિત કર્યું હતું.[૪૪] કોલમ્બિયા યુનિવર્સિટીના આવા જ પ્રોગ્રામમાં પણ તિબેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન અને માલદીવને બાકાત રાખવામાં આવ્યા હતા.[૪૫]

ભૂગોળ

દક્ષિણ એશિયાના કોપ્પેન આબોહવા વર્ગીકરણ નકશો.[૪૬]

દક્ષિણ એશિયાની વ્યાખ્યા કે ઓળખ ક્યારેય ભૌગોલિક-રાજકીય ક્ષેત્ર તરીકે ચોક્કસ રહી ન હોવાથી તે ભિન્ન ભૌગોલિક ઓળખ ધરાવે છે.[૪૭] દક્ષિણ એશિયાની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે તેના આધારે તેની સરહદોનો બદલાય છે. જે વ્યાખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે દક્ષિણ એશિયાની ઉત્તર, પૂર્વ અને પશ્વિમ સરહદોનો બદલાય છે. દક્ષિણ એશિયાની દક્ષિણ સરહદે હિંદ મહાસાગર છે.

મોટા ભાગનો પ્રદેશ ભારતીય પ્લેટ (ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટનો ઉત્તરનો ભાગ) પર આવેલો ઉપખંડ છે અને તે બાકીના યુરેશિયાથી છુટો પડે છે. 50-55 મિલિયન વર્ષો પૂર્વે ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ તેની પહેલાં તે નાનો ખંડ હતો અને આ અથડામણથી હિમાલય પર્વતમાળા અને તિબેટીયન ઉચ્ચપ્રદેશનો જન્મ થયો હતો. તે દ્વીપકલ્પને લગતો પ્રદેશ છે જેની દક્ષિણે હિમાલય અને ક્યુએન લુન પર્વતમાળાઓ અને પૂર્વે સિંધુ નદી અને ઈરાનિયન ઉચ્ચપ્રદેશ આવેલા છે, દક્ષિણ દિશામાં વધુ આગળ વધીએ નૈઋત્યુમાં અરબી સમુદ્ર અને અગ્નિ દિશામાં બંગાળની ખાડીની વચ્ચે હિંદ મહાસાગર આવેલો છે.

આ પ્રદેશ હેરત પમાડે તેવી ભૌગોલિક લાક્ષણિક્તાઓથી ભરેલો છે, જેવી કે, હિમનદીઓ, વર્ષાજંગલો, ખીણો, રણ પ્રદેશો અને ઘાસના વિશાળ મેદાનો, જે સામાન્ય રીતે આ ખંડને વિશાળ ખંડ બનાવે છે. તે ત્રણ સમુદ્ર પ્રદેશથી ઘેરાયેલો છે જેમાંબંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબી સમુદ્રનો સમાવેશ થાય છે. આ વિશાળ ખંડનું હવામાન અલગ-અલગ પ્રદેશ પ્રમાણે ઘણી ભિન્નતા ધરાવે છે, જેમ કે દક્ષિણમાં ઉષ્ણકટિબંધનું ચોમાસાથી ઉત્તરમાં ગરમીનું વર્ચસ્વ છે. હવામાનમાં જોવા મળતા તફાવત પાછળ માત્ર દરિયાઈ સપાટીથી તે વિસ્તારની ઊંચાઈ જ જવાબદાર નથી, પરંતુ તે વિસ્તાર દરિયાકિનારાથી કેટલો નજીક છે તેના આધારે ચોમાસાની મોસમ સાથે બદલાતી અસર વરતાય છે.

દક્ષિણમાં આવેલા પ્રદેશો ઉનાળામાં મોટા ભાગે ગરમ રહે છે અને ત્યાં ચોમાસાની ઋતુમાં વરસાદ થાય છે. ગંગાના મેદાનોનો ઉત્તરીય પટ્ટો ઉનાળામાં ગરમ રહે છે, પરંતુ શિયાળામાં ઠંડો રહે છે. પર્વતમાળાથી ઘેરાયેલો ઉત્તર વિસ્તાર ઠંડો રહે છે અને હિમાલય પર્વતમાળાના અતિ ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં બરફ પડે છે. હિમાલયમાં તીવ્ર ઠંડા પવનોનો મારો રહે છે જ્યારે તેની નીચેના પ્રદેશમાં તાપમાન ઘણું સામાન્ય રહે છે. મોટા ભાગનાં પ્રદેશોમાં હવામાનને ચોમાસું હવામાન તરીકે ઓળખવામાં આવે છે, જે આવા પ્રદેશને ઉનાળામાં ભેજવાળો અને શિયાળામાં સૂકો રાખે છે, જે આ પ્રદેશમાં શણ, ચા અને ચોખા જેવા પાકો અને વિવિધ શાકભાજી માટે લાભદાયક વાતાવરણ પૂરું પાડે છે.

ઇતિહાસ

ક્ષેત્રીય સાંસ્કૃતિક સીમાડા અને વિસ્તારની સ્થિરતા અને ઐતિહાસિક કાયમી વ્યવસ્થા દર્શાવતો દક્ષિણ એશિયાનો નકશો

દક્ષિણ એશિયાના ઇતિહાસના મૂળ સિંધુ નદીના ખીણપ્રદેશની સંસ્કૃતિમાં રહેલા છે. ત્યારબાદનો સમય પ્રાચીન વેદિક સમયગાળાનો રહ્યો હોવાની દંતકથા છે અને પ્રાદેશિક રાજ્ય અને બાદમાં પ્રાચીન બાદશાહી શાસનના મુલકના અગ્રદૂત એટલે કે મહાજનપદના ચઢાવ-ઉતારના આછોતરા સંદર્ભો ઉપલબ્ધ છે અને અંતમાં મધ્યયુગીન બાદશાહના શાસનના ઐતિહાસિક હિસાબો છે અને યુરોપિયન વેપારીઓના આગમનની માહિતી છે, આ વેપારીઓ બાદમાં શાસક બન્યા હતા.

દક્ષિણ એશિયાના લગભગ તમામ દેશો કેટલાક મુદ્દે, સીધા કે આડકતરી રીતે યુરોપિયન કોલોનીયલ (વસાહતી)ના તાબા હેઠળ આવ્યા હતા. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઘણોખરો આધુનિક ભાગ ધીમે ધીમે ગ્રેટ બ્રિટન દ્વારા લઈ લેવામાં આવ્યો હતો, જેની શરૂઆત 1757થી થઈ હતી, 1857માં પરાકાષ્ઠાએ પહોંચી હતી અને 1947 સુધી તેમનું શાસન રહ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી કેટલાક ક્ષેત્રોમાં ભૂતાન અને નેપાળના કારીભારીનો હોદ્દો ગ્રેટ બ્રિટન પાસે રહ્યો હતો. દક્ષિણ એશિયાના ઘણા લાંબા સુવર્ણયુગના ઇતિહાસમાં આ યુરોપિયન શાસિત સમયગાળો ઘણો નાનો હતો, પરંતુ તેની નિકટતા વર્તમાન સમયમાં પણ જોવા મળે છે અને પ્રદેશ પર પડેલી તેની કાયમી અસરથી તે આગળ પડતો પ્રદેશ બન્યો છે.

પરિવહન અને માહિતીસંચાર તેમજ બેન્કિંગ અને જરૂરી માનવબળની તાલીમનો અર્થ રજૂ કરતું માળખું અને વર્તમાન રેલવે, પોસ્ટ, ટેલિગ્રાફ અને શિક્ષણ સુવિધાઓ કોલોનીયલ (વસાહતી) સમયગાળા એટલે કે બ્રિટીશ રાજના મૂળ સ્થાપિત થયા હતા અને બાદમાં વિકાસ પામ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધના ખરાબ પ્રત્યાઘાત બાદ, 1940ના દાયકાના અંત ભાગમાં મોટા ભાગના પ્રદેશોએ યુરોપના શાસન હેઠળથી સ્વતંત્રતા મેળવી હતી.

અમુક સમયે તિબેટ તેનો વહીવટ પોતે સ્વતંત્ર રાજ્ય તરીકે કરતું હતું અને અન્ય સમયે તેના વહીવટમાં વિવિધ સ્તરે ચીન સાથે ભાગીદારી થઈ હતી,[૪૮][૪૯] 18મી સદીમાં તે ચીનના અંકુશ હેઠળ આવ્યું હતું,[૪૯][૫૦][૫૧][૫૨] 20મી સદીની શરૂઆતમાં ચીની શાસન દ્વારા રક્ષણ મેળવતા આ પ્રદેશનો કબજો લેવા માટે બ્રિટીશ રાજે પ્રયાસો કર્યા હતા.[૫૩] સાઈનો-તિબેટીયન સંબંધો અંગે તિબેટિયન અને ચાઈનીઝ અવલોકનમાં ઘણી ભિન્નતા છે. મંચુ શાસક સાથે દલાઈ લામાના સંબંધોને તિબેટીયનો રાજકીય(60) રીતે જોવા કરતાં ધાર્મિક પરિપ્રેક્ષ્યથી વધારે જુએ છે.[૫૧]

1947થી દક્ષિણ એશિયાનાં મોટા ભાગનાં દેશોએ તમામ ક્ષેત્રોમાં વિપુલ પ્રગતિ હાંસલ કરી હતી.[સંદર્ભ આપો] શિક્ષણ; ઉદ્યોગો; હેલ્થ કેર; ઈન્ફર્મેશન ટેકનોલોજી અને અન્ય સેવાઓ જેવા ક્ષેત્રોમાં દક્ષિણ એશિયાએ ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જેનો આધાર તેની અરજીઓ; વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રોમાં થયેલા સંશોધનો; સંરક્ષણ સંબંધિત સ્વ-ભરોસાપાત્ર પ્રોજેક્ટ્સ; આંતરરાષ્ટ્રીય વૈશ્વિક વેપાર અને બિઝનેસ એન્ટરપ્રાઈઝીસ અને માનવ સંસાધનોના આઉટસોર્સિંગ પર રહેલો છે. જોકે, કેટલાક ક્ષેત્રે હજુ પણ મુશ્કેલીઓ રહેલી છે, જેની પાછળના કારણો ધાર્મિક આંત્યતિક્તા, ભ્રષ્ટાચારનું ઊંચું પ્રમાણ, રાજકીય સરહદો અંગે મતભેદ અને સંપત્તિનું અસમાંતર વિતરણ જેવા છે.

પ્રાન્ત અને ક્ષેત્રના આંકડા

2009ના સંદર્ભવાળા વસતીના આંકડા, જ્યાં નોંધ કરાઇ છે તેને બાદ કરતાં.

મુખ્ય દેશો

આ દેશોનું જૂથ એશિયન ઉપખંડનો 44,80,000 ચોરસ કિલોમિટર (1,729,738 ચોરસ માઇલ) અથવા 10 ટકા વિસ્તાર ધરાવે છે. અને એશિયાની કુલ વસતીમાં તેનો 40 ટકા હિસ્સો છે.

દેશવિસ્તાર
(ચો.કિમી)
વસતી(2009)વસતીગીચતા
(/ચોકિમી)
જીડીપી (સામાન્ય)
(2009)
માથાદીઠ આવક
(2009)
રાજધાનીચલણી નાણુંસરકારસત્તાવાર ભાષારાષ્ટ્ર ચિહ્ન
 Bangladesh147,570162,221,000[૫૪]1,099$92.1 અબજ$600ઢાકાટકાસંસદીય ગણતંત્રબંગાળી
 Bhutan38,394697,000[૫૪]18$1.5 અબજ$2,200થિમ્ફુએનગલ્ટ્રમ, ભારતીય રૂપિયોબંધારણીય રાજાશાહીડીઝંગખા
 India3,287,2401,198,003,000[૫૪]365$1,243 અબજ1,000નવી દિલ્હીભારતીય રૂપિયોકેન્દ્રીય પ્રજાસત્તાક, સંસદીય લોકશાહી22 સત્તાવાર ભાષા
 Maldives298396,334[૫૪]1,330$807.5 મિલિયન$2,000માલેરુફિયાગણતંત્રધિવેહી
   Nepal147,18129,331,000[૫૪]200$12.4 અબજ$400કાઠમંડુનેપાળી રૂપિયોલોકશાહી ગણતંત્રનેપાળી
 Pakistan803,940180,808,000[૫૪]225$166.5 અબજ$900ઇસ્લામાબાદપાકિસ્તાની રૂપિયોઇસ્લામિક ગણતંત્રઉર્દૂ, અંગ્રેજી, બલોચી, પશ્તો, પંજાબી, સિરાઇકી, સિંધી[૫૫]
 Sri Lanka65,61020,238,000[૫૪]309$41.3 અબજ$2,000શ્રી જયવર્દનાપુરા-કોટ્ટેશ્રીલંકન રૂપિયોલોકશાહી સમાજવાદી ગણતંત્રસિંહાલા, તામિલ, અંગ્રેજી

વ્યાપક વ્યાખ્યા મુજબ દેશો અને પ્રાંતો

અફઘાનિસ્તાનનો દક્ષિણ એશિયાના દેશોના જૂથની યાદીમાં અન્ય કોઇ પણ દેશ કરતા ઘણી વખત સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ અથવા પ્રાંતવિસ્તાર
(ચોકિમી)
વસ્તીવસતીગીચતા
(પ્રતિ ચોકિમી)
જીડીપી (સામાન્ય)
(2009)
માથાદીઠ આવક
(2009)
રાજધાનીચલણી નાણુંસરકારસત્તાવાર ભાષારાષ્ટ્ર ચિહ્ન
 Afghanistan647,50033,609,937[૫૪]52$13.3 અબજ$400કાબુલઅફઘાન અફઘાનીઇસ્લામિક ગણતંત્રદારી (પર્શિયન), પશ્તો [૫૬]
 British Indian Ocean Territory603,50059N/AN/Aડીએગો ગાર્સીયાપાઉન્ડ સ્ટર્લિંગબ્રિટીશ ઓવરસીઝ ટેરીટરીઅંગ્રેજી
 Burma676,57848,137,141[૫૪][૫૭]71$26.5 અબજ500યાંગોનમ્યામા ક્યાટલશ્કરી શાસનબર્મીઝ; જીંગફો, શાન, કારેન, મોન, (બર્માના સ્વાયત્ત રાજ્યોમાં બોલાય છે.)
 PRC - તિબેટ સ્વાયત્ત પ્રદેશ1,228,4002,740,0002$6.4 અબજ$2,300લ્હાસાચાઇનીઝ યેનચીનનો સ્વાયત્ત પ્રદેશમેન્ડરીન ચાઇનીઝ, તિબેટન

દેશોના ક્ષેત્રીય જૂથો

દેશ/ક્ષેત્ર,નું રાષ્ટ્રધ્વજ સાથે નામવિસ્તાર
(ચોકિમી)
વસ્તીવસતીગીચતા
(પ્રતિ ચોકિમી)
રાજધાની અથવા સચિવાલયચલણી નાણુંસમાવિષ્ટ રાષ્ટ્રોસત્તાવાર ભાષારાષ્ટ્ર ચિહ્ન
દક્ષિણ એશિયાનું યુએન પેટાક્ષેત્ર6,285,7241,653,457,908263.04N/AN/Aઅફઘાનિસ્તાન, બાંગલાદેશ, ભુતાન, ભારત, ઇરાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકાN/AN/A
SAARC (સાર્ક)3,989,9691,549,348,689388.31કાઠમંડુN/Aઅફઘાનિસ્તાન, બાંગલાદેશ, ભુતાન, ભારત, ઇરાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા-

વસ્તી-વિષયક માહિતી

વંશીય જૂથો

માતૃભાષામાં દક્ષિણ એશિયાનો નકશો

બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, અને શ્રીલંકા ધરાવતો દક્ષિણ એશિયા અનેક વંશીય વિવિધતા ધરાવે છે. કેટલાક વંશો અબજોની વસતી ધરાવે છે તો કેટલાક માત્ર નાના આદિવાસી જૂથ ધરાવે છે. સદીઓથી દક્ષિણ એશિયા પર ઘણા વંશીય જૂથો દ્વારા આક્રમણ થયાં છે અને તેઓ અહીં સ્થાયી થયા જેમાં દ્વવિડીયન, ભારતીય આર્ય અને ઇરાનીયન જૂથોનો સમાવેશ થાય છે. દ્રવિડીયન, ભારતીય આર્ય અને મૂળ સમાજોએ ઘણી સમાન પરંપરા અને માન્યતાઓ સાથે એક સંયુક્ત સંસ્કૃતિની રચના કરી છે. પરંતુ દક્ષિણ એશિયામાં વિવિધ વંશીય જૂથોની પરંપરા છેક જૂના સમયથી અલગ રહેલી છે. જે ઘણીવાર મજબૂત સ્થાનિક પરંપરાઓનો ઉદભવ કરે છે જેમ કે દક્ષિણ ભારતની એકદમ અલગ સંસ્કૃતિ.

મધ્ય એશિયા અને ઇરાનમાંથી સફળતાપૂર્વક સ્થાયી થયેલા અન્ય વંશીય જૂથો દા.ત. સક, કુશાણ, હુણ વગેરેએ દક્ષિણ એશિયાની પહેલેથી અસ્તિત્વ ધરાવતી સંસ્કૃતિઓ પર પ્રભાવ પાડ્યો હતો. દક્ષિણ એશિયામાં પ્રવેશનારા છેલ્લા વંશીય જૂથોમાં આરબ, તુર્કી, પશ્તુન અને મોઘલનો સમાવેશ થાય છે. જો કે આરબનો પ્રભાવ તુર્ક, પશ્તુન અને મોઘલની તુલનાએ મર્યાદિત રહ્યો હતો. આ વંશોએ ઘણો સાંસ્કૃતિક પ્રભાવ ઉભો કર્યો હતો અને ઉર્દુ ભાષાને જન્મ આપ્યો હતો. આ ભાષા ઇન્ડો-પર્શિયન વારસાની સંયુક્ત ભાષા છે અને આજે પણ તે વ્યાપક રીતે બોલાય છે. બે સદીના શાસન બાદ વંશીય અંગ્રજો અને અન્ય બ્રિટન્સની અહીં અત્યારે ગેરહાજરી જોવા મળે છે જો કે તેઓ વિશિષ્ટ સમાજમાં પશ્ચિમી સંસ્કૃતિની છાપ છોડી ગયા છે.

ભાષાઓ

આ ક્ષેત્રની સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે. આ ક્ષેત્રમાં 42.2 કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે.[૫૮] ત્યાર બાદની સૌથી વધુ બોલાતી ભાષા બંગાળી છે. આ ક્ષેત્રમાં 21 કરોડ લોકો બંગાળી ભાષા બોલે છે.[૫૯] ઉર્દુ પણ આ ઉપખંડની એક મુખ્ય ભાષા છે, ખાસ કરીને પાકિસ્તાન અને ભારતમાં. તે હિન્દી સાથે સમાનતા ધરાવે છે. હિન્દી અને ઉર્દુ ભાષા ભેગી થઇને હિન્દુસ્તાની ભાષા બને છે. હિન્દી ભારતના ઘણા રાજ્યોમાં બોલાય છે અને તે ઉર્દુ ભાષા સાથે ઘણી સમાનતા ધરાવે છે. ઘણા લોકો તે હકીકતથી વાકેફ નથી કે મોટા ભાગના ભારતીયો તેમની સ્થાનિક ભાષા બોલે છે અને તેઓ હિન્દી ભાષા જાણતા નથી. આ ક્ષેત્રની અન્ય ભાષાઓ ચાર મુખ્ય ભાષાકીય જૂથમાં વહેંચી શકાય, જે છેઃ દ્વવિડીયન ભાષા અને ભારતીય-આર્યન ભાષા, ઇન્ડો-યુરોપીયન ભાષાઓની શાખાની પેટા શાખા ઇન્ડો-ઇરાનીયન.

ઇન્ડો-ઇરાનીયન, ઇરાનીયન ભાષાઓની અન્ય મુખ્ય પેટા શાખાઓ પશ્તુ, બલુચી સાથે દક્ષિણ એશિયામાં લઘુમતિ પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ ક્ષેત્રની વાયવ્ય સરહદ, અત્યારના પાકિસ્તાનમાં વ્યાપક રીતે બોલાય છે. ઘણા તિબેટ-બર્મન વંશીય જૂથો કે જેઓ તેમની ભાષા બોલે છે તેઓ ભારતના ઇશાન પ્રદેશ, તિબેટ, નેપાણ અને ભુતાનમાં જોવા મળે છે. ઓસ્ટ્રો-એશિયાટિક ભાષા બોલતા અન્ય નાના જૂથો પણ દક્ષિણ એશિયામાં હાજર છે. અગ્રેજી દક્ષિણ એશિયામાં પ્રભુત્વ ધરાવતી અન્ય ભાષા છે, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અને સરકારી વહીવટના માધ્યમ તરીકે.

મોટા ભાગના એશિયનો બ્રાહ્મી મૂળની વિવિધ અબુગિડાનો ઉપયોગ કરીને લખે જ્યારે ઉર્દુ, પશ્તો અને સિંધી જેવી ભાષા પર્સો-અરેબિક લિપિના સંસ્કરણોનો ઉપયોગ કરે છે. જો કે દક્ષિણ એશિયાની તમામ ભાષાઓ આ દ્વિમુખી પદ્ધતિનું ચુસ્ત પાલન કરતી નથી. દાખલા તરીકે કાશ્મીરી ભાષા પર્સો-અરેબિક લિપિ અને દેવનાગરી લિપિ એમ બંનેમાં લખી શકાય છે. આવું જ પંજાબી ભાષા માટે છે તે શાહમુખી અને ગુરુમુખી બંનેમાં લખી શકાય છે. ધિવેહી તાના નામની લિપિમાં લખાય છે જે આરબ મૂળાક્ષર અને અબુગીડા બંનેના લક્ષણો ધરાવે છે.

ધર્મ

દક્ષિણ એશિયામાં હિન્દુ અને મુસ્લિમ ધર્મ મુખ્ય ધર્મ છે જ્યારે તેના કેટલાક ક્ષેત્રોમાં બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ છે. નોંધપાત્ર પ્રમાણમાં અન્ય ભારતીય ધર્મો અને ખ્રિસ્તી ધર્મનું અનુસરણ થાય છે.

ઐતિહાસિક રીતે, ભારતીય આર્યન વેદિક ધર્મનું મૂળ દક્ષિણ એશીયાઇ બિન-વેદિક શ્રમણા પરંપરા સાથે મિશ્રણ અને અન્ય દ્રવિડીયન અને સ્થાનિક આદિવાસી માન્યતાઓએ પ્રાચીન હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો ઉદભવ કર્યો છે જ્યારે ઇસ્લામની સુફી પરંપરા શીખ ધર્મ અને તેના ગ્રંથોમાં પણ નજીવી અસર ધરાવે છે. પરીણામે આ ચાર ધર્મો ઘણી સમાન સાંસ્કૃતિક વિધિ, તહેવારો અને પરંપરા ધરાવે છે.

આરબ ઇસ્લામના અબ્રાહમિક ધર્મને દક્ષિણ એશિયામાં લાવ્યા હતા. આ ધર્મ સૌપ્રથમ અત્યારના કેરળ અને માલદીવ ટાપુ પર ફેલાયો હતો અને ત્યાર બાદ સિંધ, બલોચિસ્તાન અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ફેલાયો હતો. બાદમાં મુસ્લિમ, તુર્ક/પશ્તુન/મોઘલ પંજાબી અને કાશ્મીરી લોકો સુધી પહોંચવા ઉપરાંત સમગ્ર ભારતીય ગંગાના મેદાનપ્રદેશ સુધી ફેલાયો હતો અને છેક દક્ષિણ ભારત સુધી તેનો વ્યાપ પહોંચ્યો હતો.

અફઘાનિસ્તાન[૫૬]સુન્ની મુસ્લિમ (80%), શિયા મુસ્લિમ (19%), અન્ય (1%)
બાંગ્લાદેશ[૬૦]મુસ્લિમ (90%), હિન્દુ (9%), ખ્રિસ્તી (.5%), બૌદ્ધ (.5%), આદિવાસી આસ્થામાં માનનારા લોકો(0.1%)
બ્રિટીશ હિન્દ મહાસાગર ક્ષેત્ર[૬૧]ખ્રિસ્તી (45.55%), હિન્દુ (38.55%), મુસ્લિમ (9.25%), બિન-ધાર્મિક (6.50%), નાસ્તિક (0.10%), અન્ય (0.05%)
ભુતાન[૬૨]બૌદ્ધ (75%), હિન્દુ (25%)
બર્મા[૬૩]થેરાવડા બૌદ્ધ (89%), મુસ્લિમ (4%), ખ્રિસ્તી (4%) (બાપ્ટિસ્ટ 3%, રોમન કેથલિક 1%), જીવવાદ (1%), અન્ય (હિન્દુ સહિત) (2%)
ભારત[૬૪][૬૫]હિન્દુ (80.5%), મુસ્લિમ (13.4%), ખ્રિસ્તી (2.3%), શીખ (1.9%), બૌદ્ધ (0.8%), જૈન (0.4%), અન્ય (0.6%)
માલદીવ[[]][૬૬]સુન્ની મુસ્લિમ (100%) (માલદીવના નાગરિક બનાવા સુન્ની મુસ્લિમ હોવું જરૂરી છે[૬૭][૬૮])
નેપાળ[૬૯]હિન્દુ (80.6%), બૌદ્ધ (10.7%), મુસ્લિમ (4.2%), કિરાટ (3.6%)
પાકિસ્તાન[૭૦]મુસ્લિમ (96.28%), હિન્દુ (1.85%), ખ્રિસ્તી (1.59%), એહમદી (0.22%)
શ્રીલંકા[૭૧]થેરાવાડા બૌદ્ધ (70.42%), હિન્દુ (10.89%), મુસ્લિમ (8.78%), કેથોલિક (7.77%), અન્ય ખ્રિસ્તી (1.96%), અન્ય (0.13%)
તિબેટતિબેટીયન બૌદ્ધ, બોન, અન્ય

અર્થતંત્ર

દક્ષિણ એશિયા સમગ્ર વિશ્વ તેમજ ઉપ-સહારા આફ્રિકાનો સૌથી ગરીબ દેશ છે અને તે સૌથી નીચો માથાદીઠ જીડીપી ધરાવે છે. આ ક્ષેત્રમાં ગરીબી વ્યાપક રીતે ફેલાયેલી છે. વિશ્વ બેન્કના ગરીબી અંગેના આંકડા મુજબ, 2005માં આ ક્ષેત્રની 40 ટકાથી વધુ વસતી દૈનિક 1.25 ડોલરની આવક ધરાવતી હતી. જ્યારે ઉપ-સહારા આફ્રિકાની 50 ટકા વસતી આટલી આવક ધરાવતી હતી.[૭૨].

આ ક્ષેત્રમાં ભુતાન સૌથી ઊંચો માથાદીઠ જીડીપી ધરાવે છે જ્યારે નેપાળનો સૌથી ઓછો છે. ભારત આ ક્ષેત્રનું સૌથી મોટું અર્થતંત્ર છે.તે ખરીદ શક્તિની દ્રષ્ટિએ વિશ્વનો 12માં ક્રમનો સૌથી મોટો અને વિનિમયની દ્રષ્ટિએ ચોથા ક્રમનો સૌથી મોટો દેશ છે. ભારત બાદ પાકિસ્તાનનું અર્થતંત્ર સૌથી મોટું છે. તે માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ આ ક્ષેત્રમાં પાંચમાં ક્રમે છે[૭૩] અને ત્યાર બાદના ક્રમે બાંગ્લાદેશનું સ્થાન આવે છે. જો ઇરાનની ગણતરી કરવામાં આવે તો તે આ ક્ષેત્રનું સૌથી સમૃદ્ધ અને બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. વિશ્વ બેન્કના 2007ના અહેવાલ મુજબ, દક્ષિણ એશિયા વિશ્વનો સૌથી ઓછો સંકલિત ક્ષેત્ર છે. દક્ષિણ એશિયાના દેશો વચ્ચેનો વેપાર આ ક્ષેત્રના સંયુક્ત જીડીપીના માત્ર 2 ટકા જેટલો જ છે જ્યારે પૂર્વ એશિયાનો વેપાર 20 ટકા છે.[૭૪]

રાજકારણ

ભારત આ ક્ષેત્રની અગ્રણી રાજકીય સત્તા છે.[૭૫] આ બાબત તે હકીકત પરથી સાબિત થાય છે કે તે ઉપખંડનો ચોથા ભાગની જમીન ધરાવતો સૌથી મોટો દેશ છે.[૭૬] ભારતની વસતી ઉપખંડના અન્ય છ દેશોની કુલ વસતીથી છ ગણીથી પણ વધુ છે. તે ઉપખંડનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે.[૭૭] ભારત વિશ્વનો સૌથી વસતી ધરાવતો લોકશાહી દેશ છે [૭૮]અને તે અણુ મહાસત્તા છે. વિસ્તાર અને વસતીની દ્રષ્ટિએ ઉપખંડનો બીજા ક્રમનો સૌથી મોટો દેશ પાકિસ્તાન છે અને તે અરબ રાષ્ટ્રો[૭૯] અને પડોશી દેશ ચીન સાથે વ્યૂહાત્મક ભાગીદારીને કારણે ઉપખંડમાં સત્તાનું સંતુલન જાળવી રાખ્યું છે.[૮૦] પાકિસ્તાન વિશ્વમાં છટ્ઠા ક્રમનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે[૮૧] અને તે પરમાણુ મહાસત્તા પણ છે.

આરોગ્ય અને પોષણ

વિશ્વ બેન્કના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયાની 70% વસતી અને દક્ષિણ એશિયાના 75% ગરીબો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે અને તેમની આજીવીકા માટે મોટે ભાગે કૃષિ પર નભે છે.[૮૨] ગ્લોબલ હંગર ઇન્ડેક્સના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયામાં વિશ્વનો સૌથી વધુ બાળકુપોષણનો દર છે.[૮૩] વૈશ્વિક ભૂખમરા પર યુનિસેફ દ્વારા 2008માં પ્રસિદ્ધ કરવામાં આવેલો છેલ્લો અહેવાલ દર્શાવે છે કે બાળ મૃત્યુનો વાસ્તવિક આંક 21 લાખનો હતો.[૮૪] 2008માં વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ભારતનું સ્થાન 66માં ક્રમે છે.[૮૫] 2006નો અહેવાલ સૂચવે છે કે, "દક્ષિણ એશિયાના દેશોમાં મહિલાઓનો ઉતરતો દરજ્જો અને તેમનામાં પોષણ બાબતે જ્ઞાનનો અભાવ આ ક્ષેત્રમાં ઓછું વજન ધરાવતા બાળકો મોટી સંખ્યામાં હોવા માટેના મુખ્ય કારણો છે". ભ્રષ્ટાચાર અને સરકાર તરફથી પહેલાનો અભાવ ભારતમાં પોષણ માટે મુખ્ય સમસ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં નિરક્ષરતા એક મોટી સમસ્યા જણાઇ છે અને સરકારે તેના પર વધુ ધ્યાન આપવું જોઇએ. અહેવાલમાં જણાવાયું છે કે, દક્ષિણ એશિયામાં હરિત ક્રાંતિને કારણે કુપોષણમાં ઘટાડો નોંધાયો છે તેમ છતાં દક્ષિણ એશિયા યુવા બાળકો માટે અયોગ્ય પોષણ અને આરોગ્ય પદ્ધતિઓ ધરાવે છે".[૮૬]

સંદર્ભો

નોંધ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: