વ્યાયામ

વ્યાયામ એ એક ગતિવિધિ છે જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને પણ વધારે છે. વ્યાયામ ઘણાં અલગ અલગ કારણો માટે કરવામાં આવે છે, જેમાં સામેલ છે: માંસપેશીઓને મજબૂત બનાવવાનું, હૃદય પ્રણાલીને સુદૃઢ બનાવવાનું, એથલેટિક કૌશલ્ય વધારવાનું, વજન ઘટાડવાનું કે પછી માત્ર આનંદ માટે. લગાતાર તેમજ નિયમિત શારીરિક વ્યાયામ, સ્વરક્ષણ પ્રણાલીને વધૂ જાગ્રત કરે છે અને હૃદય રોગ, રક્તવાહિની રોગ, ટાઇપ ૨ મધુપ્રમેહ તથા મોટાવો જેવા રાજરોગોને રોકવામાં મદદ કરે છે.[૧][૨] વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે અને તણાવ રોકવામાં પણ મદદ કરે છે. કિશોરાવસ્થાનો મોટાપો એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે અને શારીરિક વ્યાયામ દ્વારા બાળપણના મોટાપાના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે.

યુ.એસ. મરીનનો સૈનિક વ્યાયામ માટેનું તરણ પૂરૂં કરી પાણીમાંથી બહાર આવી રહ્યો છે.

વ્યાયામના પ્રકાર

સામાન્ય રીતે વ્યાયામ દ્વારા માનવ શરીર પર પડતા સમગ્ર પ્રભાવના આધાર પર ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે:

  • નમ્યક (લચીલાપણું) વ્યાયામ જેવા કે શરીરના ભાગોને ખેંચવા (સ્ટ્રેચિંગ)ને કારણે માંસપેશીઓ તથા સાંધાની સક્રિયતા અને ક્ષમતામાં સુધારો થાય છે.[૩]
  • એરોબિક વ્યાયામ જેમ કે સાઈકલ ચલાવવાનું, તરણ, ચાલવું, નૌકાયન, દોડ, લાંબી પદ યાત્રા કે ટેનિસ રમવું વગેરેથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થતો હોય છે.[૪]
  • એનારોબિક વ્યાયામ, જેમ કે વજન ઉઠાવવું, ક્રિયાત્મક પ્રશિક્ષણ અથવા ટૂંકા અંતરનું ઝડપી દોડવું (સ્પ્રિન્ટિંગ), ટૂંક સમય માટે પેશી શક્તિમાં વૃદ્ધિ કરે છે.[૫]

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: