મલાલા યુસુફઝઈ

મલાલા યુસુફજઈ (પશ્તો: ملاله یوسفزۍ, ઉર્દૂ: ملالہ یوسف زئی)[૧] બાળકોના અધિકારો, જેમાં પણ ખાસ કરીને કન્યા કેળવણીના અધિકાર માટે કાર્યરત મહિલા છે. તેણી પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા નગરની એક છાત્રા છે.[૨][૩] સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો તે વખતે મલાલાએ તેનો વિરોધ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તાલિબાનોના અત્યાચારના વિરોધમાં તેણીએ બીબીસીની ઉર્દૂ સમાચાર સેવા માટે ગુલ મકઈના ઉપનામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની ઉમર માત્ર 11-12 વર્ષની હતી. ઓક્ટોબર 2012 માં તેણી પોતાના ઉદારવાદી પ્રયત્નોને કારણે આતંકવાદી હુમલાનો શિકાર પણ બની હતી, જેમાં તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી.[૪]

મલાલા યુસુફજઈ

ઈ. સ. 2009 ના વર્ષમાં 'ન્યૂ યૉર્ક ટાઈમ્સ' દ્વારા મલાલાની અધિકાર લડતના વિષયે એક દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી ફિલ્મ) બનાવવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા તેણી આખા વિશ્વમાં જાણીતી થઈ હતી.

પાકિસ્તાન સરકારે તેણીને યુવા શાંતિ પુરસ્કાર એનાયત કરી તેણીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ત્યાંની સરકાર દ્વારા એક કન્યા શાળાને પણ તેણીનું નામ આપવામાં આવ્યું છે. જગતનાં મુખ્ય પ્રતિષ્ઠિત સામાયિક "ટાઈમ" દ્વારા તેણીને 2013 ના વર્ષમાં 'પર્સન ઓફ ધ યર' તરીકે નામાંકિત કરવામાં આવી હતી, જેમાં તેણી બરાક ઓબામા પછી બીજા ક્રમે રહી હતી.

સંદર્ભો

🔥 Top keywords: