ચાગસ રોગ

ચાગસ રોગ /ˈɑːɡəs/, અથવા અમેરિકન ટ્રાયપાનોસોમિયાસીસ, એક ઉષ્ણકટિબંધીય પરોપજીવી રોગ છે જે પ્રજીવટ્રાયપેનોસોમા ક્રુઝી ને કારણે થાય છે.[૧] તે મોટેભાગેકિસિંગ બગ્સનામના જંતુથી ફેલાતો રોગ છે.[૧] ચેપના સમયગાળા દરમિયાન લક્ષણો બદલાતા રહે છે.શરૂઆતના તબક્કામાં,લક્ષણો જોવા મળતા નથી અથવા સાવ હળવા લક્ષણો જોવા મળે છે જેમ કે: તાવ, સોજેલી લસિકા ગાંઠો, માથાનો દુ:ખાવો, અથવા ડંખ માર્યો હોય તે જગ્યાએ સોજો. [૧] 8-12 અઠવાડિયા બાદ, વ્યક્તિઓ આ રોગના ગંભીર તબક્કામાં આવી જાય છે અને 60-70% લોકોમાં આ રોગના વધારે લક્ષણો જોવા મળતા નથી.[૨][૩] અન્ય 30 થી 40% લોકોમાં પ્રારંભીક ચેપ બાદ 10 થી 30 વર્ષના સમયગાળામાં આગળના લક્ષણો વિકસે છે.[૩] 20 થી 30% લોકોમાં તે હૃદયના વેન્ટ્રિકલ ની વૃદ્ધિનો સમાવેશ કરે છે જે હૃદય પાતમાં પરિણમે છે.[૧] 10% લોકોમાં તે વિસ્તૃત અન્નનળી અથવા વિસ્તૃત અન્નનળીમાં પાણ પરિણમી શકે છે.[૧]

ચાગસ રોગ
ખાસિયતInfectious diseases, parasitology Edit this on Wikidata

કારણ અને નિદાન

ટી. ક્રુઝી સામાન્ય રીતે મનુષ્ય અને અન્ય સસ્તન પ્રાણીઓમાં ટ્રાયટોમીને ના પેટા પરિવારના લોહી ચુસીનાર નામના “કિસિંગ બગ” જંતુ”થી ફેલાતો રોગ છે.[૪] આ જંતુ કેટલાક સ્થાનીક નામથી પણ જાણીતા છે,જેમ કે: અર્જેન્ટીના, બોલિવિયા, ચાઈલ અને પ્રાગમાં વિંચુકા બ્રાઝીલમાં બાર્બેરીઓ(બાર્બર), કોલમ્બીયામાંપિટો, મધ્ય અમેરિકામાં ચિંચે, અને વેનેઝુએલામાં ચિપો. આ રોગ લોહી ચડાવાથી, અંગ ટ્રાન્સપ્લાન્ટ,પરોપજીવીથી દુષિત થયેલ ખોરાક ખાવાથી, અને માતા દ્વારા તેના ગર્ભ ને ચેપ લાગવાથી ફેલાય છે.[૧] રોગનું શરૂઆતી તબક્કાનું નિદાન માઇક્રોસ્કોપની મદદથી રક્તમાં પરોપજીવી શોધીને કરવામાં આવે છે.[૩] ગંભીર રોગનું નિદાન ટી. ક્રુઝી માટે લોહીમાંથી પ્રતિદ્રવ્યો શોધીને કરવામાં આવે છે.[૩]

નિવારણ અને સારવાર

નિવારણમાં મોટે ભાગે કિસિંગ બગ્સથી દૂર રહેવુ અને તે ડંખ ન મારે તેનું ધ્યાન રાખવાનો સમાવેશ થાય છે.[૧] નિવારણનાં અન્ય પ્રયાસમાં, લોહી ચડાવતી વખતે તેનુ પરિક્ષણ કરવાનો સમાવેશ થાય છે.[૧] આ રોગની રસી 2013 સુધી શોધાઇ ન હતી.[૧] પ્રારંભીક ચેપની સારવાર બેન્ઝીનોડેઝોલ અથવા નિફુર્તીમોક્સ દવા થી કરવામાં આવે છે.[૧] જો પ્રારંભીક તબક્કમાં દવા આપવામાં આવે તો ઇલાજ થઇ શકે છે પણ જો વ્યક્તિ લાંબા સમયથી ચાગસ રોગથી પીડાતી હોય તો દવા ઓછી અસરકારક રહે છે.[૧] ગંભીર રોગમાં આ દવાનો ઉપયોગ કરવાથી અંતિમ તબક્કાનાં લક્ષણોમાં વિલંબ થઈ શકે છે અથવા તેમાં અટકાવ આવી શકે છે.[૧] 40% લોકોમાં બેન્ઝીનોડેઝોલ અને નિફુર્તીમોક્સ અસ્થાયી ધોરણે ત્વચાની વિકૃતીઓ, મગજમાં ઝેરી અસર, પાચનક્રિયાની સમસ્યા જેવી આડઅસરમાં પરિણમે છે. [૨][૫][૬]

રોગશાસ્ત્ર

એવુ અનુમાન કરવામાં આવ્યુ છે કે સૌથી વધુ મેક્સીકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકા ના આશરે 7 થી 8 કરોડ લોકોમાં ચાગસ રોગ જોવા મળ્યો છે.[૧] તેના કારણે 2006 માં આશરે 12,500 લોકોનાં મૃત્યુ થયા છે.[૨] આ રોગ થયો હોય તેવા મોટા ભાગનાં લોકો ગરીબ હોય છે [૨] અને લોકોને ખ્યાલ આવતો નથી કે તેઓને આ રોગનો ચેપ લાગ્યો છે.[૭] વધુ વસ્તી ધરાવતા વિસ્તારોને કારણે ચાગસ રોગ વધુ પ્રમાણમાં ફેલાતો જોવા મળે છે અને હવે ઘણા યુરોપના દેશો અને અમેરિકાનો પણ સમાવેશ થાયો છે.[૧] આ વિસ્તારોમાં પણ 2014 સુધીના વર્ષમાં વધારો જોવા મળ્યો છે.[૮] સૌપ્રથમ વખત આ રોગ 1909 માં કાર્લોસ ચાગસદ્વારા વર્ણવામાં આવ્યો હતો, જેમના નામ ઉપર થી આ રોગને નામ આપવામાં આવ્યુ છે.[૧] તે 150 થી વધુ અન્ય પ્રાણીઓને અસર કરે છે.[૨]

References

🔥 Top keywords: